નૂતન ભારત : શતાયુ મતદાતા

સંકલનકાર – : સુરેશ જાની

૨૫, ઓક્ટોબર૧૯૫૧, મંડી, હિમાચલ પ્રદેશ

clip_image002

શ્યામ! તમે વહેલી સવારમાં મતદાન મથકે આવી પહોંચ્યા છો. હજુ દાંત કડકડાટી બોલાવી દેમ તેવી આકરી ઠંડી શરૂ થઈ નથી. છતાં પણ આટલી વહેલી પરોઢે તમારી જેમ કોઈ ઊઠે તેમ નથી. ખાલી ચોકીદાર જ દોડતો તમારી સામે ઊભો થઈ જાય છે.

તમને મજાક મજાકમાં એ પુછે છે. “ કેમ, માસ્તર! ઘેરથી તમને ધક્કો મારીને કાઢી મુક્યા છે કે, શું?” તમે મતદાન કરવાની નાગરિકોની ફરજ વિશે તેને લાંબું લચ ભાષણ ઠપકારી દો છો; જાણે કે, એ તમારો કહ્યાગરો નિશાળિયો ન હોય?!

હા! શ્યામ સરણ નેગી ના આખા નામે ૧૯૧૭ માં જન્મેલ એવા તમે ભારતના દેશભક્ત નાગરિક છો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તમે અંતરના ઉમળકા અને દેશદાઝથી ફાળો આપેલો છે. ગાંધી બાપુની હાકલને માન આપીને સત્યાગ્રહમાં તમે જોડાયા હતા અને જેલની હવા ચાખેલી હતી. સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું છે અને પહેલી ચૂંટણી યોજાઈ છે, ત્યારે તમે મંડીની સરકારી શાળામાં ૩૪ વર્ષના તરવરતા શિક્ષક તરીકે સેવા બજાવો છો. હતા. આમ તો દેશમાં ચૂંટણી ૧૯૫૨ ના ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે. પણ હિમાચલ પ્રદેશના દુર્ગમ વિસ્તારમાં બધે પહોંચી વળાય અને શિયાળાની સ્નો વર્ષામાં કામકાજ ઠપ્પ થઈ જાય તેના પાંચ મહિના પહેલાં એ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ચૂટણીની કાર્યવાહી સવારના આઠ વાગે શરૂ થાય છે. ભેગા થયેલા વીસેક મતદાતાઓમાં તમે પહેલા છો. આખા દેશમાં સૌથી પહેલો મત આપનાર મતદાતા તરીકે તમારું નામ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયું છે.

clip_image004

તમારા આ સો વર્ષના આયખામાં યોજાયેલી એક પણ ચૂંટણીમાં તમે મત આપવાનું ચૂક્યા નથી. તમારી પત્નીએ પણ તમને આ પૂણ્ય કાર્યમાં પૂરો સહયોગ આપ્યો છે. જેને ચૂટણી જીતવી હોય તે જીતે, તમે બે તો હમ્મેશ ‘વિન’ જ થયા છો !

clip_image006

૧૯૭૫ માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ શ્યામ આ ૨૦૧૭ માં ઘેર બેઠાં મત આપી શકે, તે માટે ચૂંટણી કમિશ્નરે તેમને ચૂંટણી મથક પર લઈ આવવા માટે વાહનની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ૨૦૧૦ માં ભારતના ચૂંટણી કમિશ્નર જાતે તેમને મળવા તેમના ઘેર પધાર્યા હતા, અને જાગૃત મતદાતા તરીકે તેમનું બહુમાન કર્યું હતું. ૨૦૧૪ માં ગૂગલની ભારત શાખાએ એમનો ખાસ વિડિયો તૈયાર કર્યો હતો – જે ૨૮ લાખથી વધારે લોકોએ જોયેલો છે .

 

clip_image008

clip_image010

clip_image012


સાભાર – દિપિકા ભારદ્વાજ , The Better India


સંદર્ભ –

https://www.thebetterindia.com/119609/india-independence-first-voter-assembly-elections/

https://en.wikipedia.org/wiki/Shyam_Saran_Negi

http://www.himachalinews.com/2017/07/100-years-ago-the-countrys-first-voter-shyam-saran-nagi.html

http://indiatoday.intoday.in/story/meet-shyam-negi-independent-indias-first-and-oldest-voter/1/223616.html


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com


Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “નૂતન ભારત : શતાયુ મતદાતા

  1. Bhagwan thavrani
    February 9, 2018 at 7:55 am

    તમારી વાત સાચી છે. દુનિયા આવા અજ્ઞાત માણસોના ખભે જ ટકી રહી છે! અને આ માણસોને પોતાના અજ્ઞાત રહી જવા અંગે કોઈ રંજ નથી કારણકે એમને એની પડી જ નથી !

Leave a Reply

You have to agree to the comment policy.