અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૩::

Facebooktwitterredditpinterestlinkedinmail

મૌલિકા દેરાસરી

એ કોણ હતા? આ સવાલ અહીં કરવાની ભૂલ ન કરાય. એ શું ન હતા? એમ વિચારાય.

એક બહુરંગી, બહુ આયામી, નિરાળું વ્યક્તિત્વ; જેમના ગીતો દિલને સ્પર્શી જતાં, તો તેમની એક્ટિંગ પેટ પકડીને હસાવતી. એમની બનાવેલી દરેક ફિલ્મોમાં એક ગહનતા હતી. ફિલ્મો કોઈને કોઈ સંદેશ આપતી, કટાક્ષના તીરો સાથેય હસાવતી.

એક ખુલ્લી કિતાબ જેવું વ્યક્તિત્વ, પણ એ કિતાબનો અર્થ દરેક લોકોએ મનફાવે એમ લીધો.

કોઈને એક ક્ષણમાં સમજાઈ જાય તો કોઈ આખી જિંદગીમાં ન સમજી શકે. કોઈને કારણથી ડંખે તો કોઈને કારણ વિના ગમી જાય.

ફૂલગુલાબી હાસ્ય કાયમ એમના ચહેરા પર તરતું જોવા મળે પણ દિલ ક્યારેક રડતુંય હશે ને? એમણે ભલે હાસ્ય વહેંચ્યું જમાના સાથે, પણ જમાનાએ એમને જખમોય ખૂબ આપેલા.

પણ એવું કળાવા દે તો એ કિશોર કુમાર શાના?

જી હાં… કિશોર કુમાર વિષે આપણે વાત કરી રહ્યા છીએ આ શૃંખલામાં. એમણે ગાયેલા ગીતો તો ખરાં જ, પણ એ દરેક ફિલ્મના એક્ટર ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને સંગીતકાર પણ તેઓ હતા. કેટલાક ગીતોના રચયિતા પણ હતા કિશોર કુમાર.

કિશોરદા અને એમની અગાઉની કેટલીક ફિલ્મો વિષે આપણે અય મેરે દિલ સુના કોઈ કહાની- અને માં વાત કરી.

હવે વાત બઢતી કા નામ દાઢીની – ૧૯૭૪માં આવી હતી આ ફિલ્મ. ફિલ્મના કેટલાક ગીતો ખુદ કિશોરદાએ લખ્યાં હતાં, તો કેટલીક રચના ઈર્શાદની હતી. ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને સંગીતકાર તરીકે પણ તેઓ બિરાજમાન હતા.

 

ફિલ્મના કિશોરદાએ ગાયેલાં ગીતોમાંનાં એકમાં હતી પ્યાર, ઇકરાર અને પ્રિયતમાને મનાવવાની વાત.

 

એક ગીત ભૂપીન્દર સિંગ અને કિશોરદાના અવાજમાં હતું, જેમાં દુનિયાના ગમને ભૂલાવીને ખુશીઓને વહેંચવાની વાત સંગીતમય અંદાજમાં કરી છે.

 

જિંદગીની રાહ પર મળેલા હમસફરને કરેલી વિનંતી બખૂબી પ્રતીત થાય છે આ ગીતમાં-

બઢતી કા નામ દાઢી ઔર કટતી કા નામ સફાચટ ગાઈને એમણે હાસ્યરસમાં સમાજની લાક્ષણિકતાઓ અને જીવનની ફિલસૂફી પણ પૂરી ઘોળી લીધી છે.

 

કિશોર કુમાર અને પુત્ર અમિત કુમારની જુગલબંદી છે આ ગીતમાં, જેમાં ચચા-ભતીજા હસતાં હસતાં અમુક ચક્કરોમાં ન પાડવાનું શીખવાડે છે.

ફિલ્મનુ એક ઓર ગીત, જેમાં છે પ્રેમની દિવાનગી કિશોર કુમાર અને આશા ભોંસલેનાં અવાજમાં.

 

૧૯૭૯માં આવી શાબાશ ડેડી ફિલ્મ, જેમાં પણ અમુક ગીતો કિશોરદાએ લખ્યાં હતાં અને કેટલાક ઈર્શાદનાં હતાં.

કિશોર કુમાર, અમિત કુમાર, યોગિતા બાલી, મેહમૂદ, અરુણા ઈરાની જેવા કલાકારો હતાં ફિલ્મમાં.

અમિત કુમારે ફિલ્મમાં અભિનય તો કર્યો જ હતો પણ ફિલ્મના ઘણાં ગીતો પણ તેમના અવાજમાં છે. ઉપરાંત સુલક્ષણા પંડિત અને અપર્ણા ભાગવતનો સ્વર પણ સાંભળવા મળે છે ફિલ્મમાં.

પ્રેમ અને લગ્ન જિંદગીના એવાં બે પૈડાં છે, જેના વિના જિંદગી હાલક-ડોલક થઈ જાય છે.

 

કિશોર કુમાર અને અમિત કુમાર એવું જ કૈંક કહે છે આ ગીતમાં.

 

છોકરી છોકરાના પ્રેમમાં શું પડી, ગામ માથે તો જાણે વીજળી પડી,

એક કહાની બની ગઈ, ને સાંભળી એને દુનિયા જલી ગઈ.

આવો જ કંઈક ભાવ હાસ્યમાં ઝબોળીને ગાય છે કિશોર કુમાર.

 

એમાંય સાથે આશા ભોંસલેનો અવાજ ભળે અને

ગીતમાં પ્રેમીઓની થોડી વધુ મસ્તી ઉમેરાય.

 

કિશોર કુમારના ઘણાંખરાં ગીતો જિંદગીથી ભર્યાં ભર્યાં છે. જિંદગીનો લગાવ એમની ફિલ્મના નામમાં પણ ઝલકે છે. વર્ષ હતું ૧૯૮૧નું, કિશોર કુમારની ફિલ્મ ચલતી કા નામ જિંદગી રીલીઝ થઈ. આ ફિલ્મનાં ઘણાં ગીતો કિશોરદાએ ઘણાં ગાયકો સાથે મળીને ગાયાં છે.

ફિલ્મમાં તેમનું મોહમ્મદ રફી અને મન્નાડે સાથેનું અદ્વિતીય ગીત હતું. બંધ મુઠ્ઠી લાખ કી, ખૂલી તો પ્યારે ખાક કી.

જિંદગીના રાઝ સમજાવતું આ ગીત કિશોર કુમાર. અશોક કુમાર અને અનુપ કુમાર પર ફિલ્માવાયું છે. એક અનોખી મસ્તી છલકે છે ગીતમાં.


 

ફિલ્મનું શીર્ષક ગીત નૂર દેવાસીએ લખેલું છે. વેદના અને આનંદ વચ્ચે છલકાતી જિંદગી એમાં પણ મહેસૂસ થાય છે.

 

કિશોર કુમાર અને અમિત કુમારના અવાજમાં આ શીર્ષક ગીત એક નવા અંદાજમાં પણ પેશ થાય છે

મહેન્દ્ર કપૂર, કિશોર કુમાર, પંકજ, ભૂષણ અને સુનિલના અવાજમાં એક ધમાલ ગીત છે ફિલ્મમાં.

 

ઈશ્ક અને આશિકની વાત કહેતું અંજાને લખેલું એક ગીત શંકર દાસગુપ્તા, આશા ભોંસલે, કિશોર કુમાર, અનુપ કુમાર અને ધીરજ કૌરના અવાજમાં

 

વર્ષ ૧૯૮૨માં ફિલ્મ રીલીઝ થઈ- દૂર વાદિયોં મેં કહીં.

નિર્માતા, નિર્દેશક, સંગીતકાર અને કલાકાર તરીકે હતા કિશોરકુમાર.

ફિલ્મનો એક ભાગ અહીં જોઈ શકાય છે, જો કે આ ફિલ્મના ગીતો અપ્રાપ્ય છે.

 

મમતા કી છાંવ મેં – આ ફિલ્મ આવી ૧૯૯૦માં

કિશોરદાના સંગીત નિર્દેશનમાં શૈલેન્દ્રની રચના, કહે છે – ગીત મેરા એક સુંદર સપના.


 

હસરત જયપુરીએ લખેલું એક ગીત કિશોર કુમારના અવાજમાં જાણે જીવનની ગાડીને ચલાવતું જાય છે. આબાદ રહેવાના આશિષ આપતું જાય છે.

 

“લોગ કહતે હૈ મુઝકો પાગલ, મૈં કહતા હૂં દુનિયા કો પાગલ.

તો લોગ મુઝે જીતના પાગલ કહતે હૈ, ઉતના મૈં હૂં.

અગર મુઝે પાગલ સમઝ હી લિયા હૈ, તો ક્યૂં ના કુછ ઐસા કિયા જાય, જિસે કી લૉગ ઔર ભી પાગલ સમઝે.”

લતા દીદી સાથેના ઈંટરવ્યૂમાં કિશોરદાએ કહેલા આ શબ્દો છે.

પણ ખરેખર કિશોરદા એવા હતા? ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક લોકોએ થોડાં તથ્યો પર ઉજાગર કર્યા છે કિશોરદાની જિંદગીના, જે અહીં સાંભળી શકાશે.

 

અને અંતે,

કિશોર કુમારની જીવનસફરના ચંદ મુકામોને આપની સાથે વહેંચવાનું મન થાય છે.

જિંદગી એક સફર: જે ૧૪ ભાગમાં ઉજાગર કરે છે એક અનોખા જીવને.

કિશોર કુમાર વિષે જાણી-અજાણી ભરપૂર વાતો એમને ઓળખનારાઓએ કરી છે.

સાંભળીને મહેસુસ થશે કે, કિશોર કુમાર હતા નહીં, કિશોર કુમાર છે; અહીં જ છે-આપણી આસપાસ હંમેશા.

 

નાના-નાનીઓ, કાકા-કાકીઓ, મામા-મામીઓ, બચ્ચે-બચ્ચીઓ અને યારા-યારીઓની કિશોર કુમાર સપ્રેમ નમસ્કાર સાથે ઊંચકે છે એક એવી જીવનીને, જે સંગીતના ઈતિહાસના પન્નાઓ પર અને આપણાં સહુના દિલો પર એવી રીતે દર્જ થઈ છે કે વર્ષોના વર્ષો સુધી સંભળાતી રહેશે, યાદ કરાવતી રહેશે ખરજના એ પહાડી અવાજમાં ગવાયેલી દિલકશ ધૂનોને, એક અજબ ધૂની વ્યક્તિત્વને. જમાનાના ચોકઠામાં ફીટ ન થયેલાં પણ લોકોના દિલો પર રાજ કરતા એક જીવંત વ્યક્તિત્વ, નામે કિશોર કુમારને…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

1 comment for “અય મેરે દિલ સુના કોઈ કહાની :: ૩::

  1. Gajanan Raval
    January 1, 2018 at 9:33 am

    You have depicted Kishorkumar in such a way as would touch any sensitive heart…!! Hearty congrats…!!
    Let it be continued in 2018 also by adding to …Ye mere dil suna koi kahani…
    with love & best wishes…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *