યૂં કિ સોચનેવાલી બાત : પોતાની જાત સાથે વાત કરવાની કળા

આરતી નાયર

કુટુંબમાં રહેતી દરેક વ્યક્તિને વડીલોનો શી રીતે આદર કરવો અને તેમની સાથે શી રીતે વાત કરવી એટલું તો અચૂક શીખવવામાં આવે છે. તે જ રીતે અજાણ્યાંઓ સાથે કે બીજાં કોઈ પણ લોકો સાથે શી રીતે વાત કરવી એ પણ શીખવાડવામાં આવે છે. પરંતુ, કમનસીબે, પોતાની જાત સાથે શી રીતે વાત કરવી એ શીખવાડવામાં નથી આવતું.

હું શાળામાં ભણતી ત્યારે મને દિવાસ્વપ્નો જોવાની ટેવ હતી.આજે પણ હજૂ એ ટેવ બરકરાર તો છે જ ! મારાં પુસ્તકો ઊઠાવી હું ઓરડામાં જતી રહીને મારી જાતને બંધ કરી દેતી.અમારા કુટુંબમાં એક સીધાં સાદાં બાળક તરીકે ઉછરવાને કારણે મને મારે માટે અંગત અવકાશ બહુ મળ્યો હતો. દિવસનાં સ્વપ્નોમાં હુ શાળામાં બનતી ઘટનાઓ વાગોળ્યા કરતી અને તેમાં શું સુધારણા કરી ને વધુ સારો પ્રતિભાવ આપી શકાય એ વિષે વિચારતી રહેતી.મને લાગે છે કે કોઈ એક તબક્કે મને સમજાયું કે હું જે છું તે જ મારે બનવું જોઈએ.મારી સાથેના એ સંવાદોએ મને મારા સંવોદોમાં બહુ જ સહજપણે સજ્જ બનાવી દીધી.

પોતાની જાત સાથે વાત કરવા ને સ્વાભિમાન કે સ્વમાન વચ્ચે એક બહુ વિચિત્ર સંબંધ છે.આજના ‘પ્રમાણિકપણે’ સંવાદો કરવાના જમાનામાં પોતાની જાત સાથે થતી વાત આપણને જીવંત રાખે છે. આપણી માનસિક તંત્રવ્યવસ્થા પણ બહુ રસપ્રદ છે.આપણને કહેવાયેલ દરેક સારી કે નરસી વાત તે ગ્રહી લે છે અને આપણા સ્વભાવમાં ભેળવતી રહે છે. કોઈ અકળ કારણસર જે નરસી વાતોને બહુ ધાર ન મળવી જોઈએ તે વધારે ધાર મેળવતી જોવા મળે છે.તેનું એક ખાસ કારણ તો એ હોઈ શકે કે આપણી પાસે નથી તો હોતા આપણા વિષેના નિયમો કે નથી હોતું આપણી જાત માટેનું માન. શું વિચારવું અને ક્યાં અટકી જવું એ વિષે બહુ ચોક્કસ રેખા આપણે દોરી રાખવી જોઈએ. આપણી અંદર પેદા થતા અવાજોને ખબર હોવી જોઈએ કે હુકમ કોનો ચાલશે. આપણી જાત સાથે વાત કરવી એ બીજાંને માન આપવાથી કંઈ ઓછું જ હોવું જોઈએ. બીજાંને માન આપવા માટે પોતાની જાત સાથે સંવાદ કરતાં આવડે એ વધારે અગત્યનું છે. આપણી જાતને વાતવાતમાં પડકાર્યા કરવાની કે ઉતારી પાડવાની બિલકુલ જરૂર નથી. ૨૦૧૭નું આ વર્ષ પુરૂં થાય તે પહેલાં જ આપણે આ બાબતે સ્પષ્ટ બની રહેવું જોઈએ. ૨૦૧૭નું વર્ષ સફળ રહ્યું કે નહીં તે નક્કી તો આપણા પોતાના જ માપદંડ પર અધારિત છે.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “યૂં કિ સોચનેવાલી બાત : પોતાની જાત સાથે વાત કરવાની કળા

  1. Pravina
    January 11, 2018 at 8:46 am

    બહુ સુંદર લેખ

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.