ઠેકાણું : ઠગવા નગરિયા :: ભારતભરની કહેવતો- ૨: ગણિકા વિષે કહેવતો : સુધરી ગણિકા ઘર માંડે

Facebooktwitterredditpinterestlinkedinmail

અમિત જોશી

ગુણકા, વેશ્યા, કંચની, રામજણી, પાતર અને એવાં ઘણાયે નામોથી ઓળખાતો આ વ્યવસાય માનવ સભ્યતા જેટલો જ જૂનો છે પણ એના વિષે ભાગ્યે જ કશું લખાય છે, ચર્ચાય છે. આજકાલ મસાજ કે એસ્કોર્ટ કે બીજા નીતનવા ઓઠા હેઠળ આ વ્યવસાય દુનિયાના ઘણા દેશોની અર્થવ્યવસ્થાનો લાડુ હિસ્સો છે.

આ વિષય પરના કહેવત સાહિત્ય પર નજર પડી ત્યારે ઉપહાસ અને ઘૃણા તો ખરાં જ; અમુક કહેવતો અંદરથી હલબલાવી મૂકે એવી કરુણાસભર છે કારણ કે છેવટે આપણા સમાજનું જ આ અંધારિયું તો અંધારિયું પણ આઘું ન ઠેલી શકો એવું પ્રતિબિંબ છે.

લક્ષણ વિષે હિન્દી કહેવત કહે છે :

આંખી ચલે,ભૌ(ભ્રમર) ચલે, ચલે પપની(પલક);સાત રંગ કે બાતે બજે, સેહે ફૂટની.

ઇન કે યહાં તો ચમડે કા જહાજ ચલતા હૈ.

છિનાલ કા બેટા ‘બબુઆ રે બબુઆ’

જને જને કા માન રખતે બેસ્વા રહ ગઈ બાંઝ

જિસ ને રંડી કો ચાહા ઉસે ભી જવાલ,ઔર જીસકો રંડી ને ચાહા ઉસ કી ભી તબાહી.

જોગી કિસકા મીત ? ઔર પાતર કિસકી નાર ?

પતુરિયા રૂઠી,ધરમ બચા.

બાજાર કા સત્તુ, બાપ ભી ખાએ,બેટા ભી ખાએ

બની ફિર બેસવા,ખોલે ફિર કેસવા

બેસવા ઘટ કે જોગી બઢા કે ઉમર બતાવે.

આવી જ એક મરાઠી કહેવત છે :

વેશ્યાની ઉંમર ચોરી વૈરાગીએ.

બેસવા સતી ન કાગા જતી

ભાટ,ભટિયારી,બેસ્વા/આતે કો આદર કરે,જાત ન પૂછે બાત.

રંડી કી કમાઈ, યા ખાએ દાઢી(સંગીત સાજિંદા) યા ખાએ ગાડી(ગાડીવાળો).

રંડી તેરા યાર મર ગયા / પૂછે, કૌન સી ગલી કા.

આન(આંખ) સે મારે,તાન(વાણી) સે મારે ફિર ભી ન મરે તો રાન(સાથળ) સે મારે.

રંડી કે ઘર માંડે(આંધણ) ઔર આશકો કે ઘર કડાકે.

હવે ગુજરાતી કહેવત :

વેશ્યા કોઈની વહુ નહિ, ભડવો કોઈનો સાળો નહિ.

સદા સુહાગણ તે વેશ્યા.

મરાઠી કહેવતો છે :

ગણિકાના સંતાનોને દા’ડે બાપા નહિ, રાતે મા નહિ

અખંડ સુહાગણ,ઘર ઘરના ઉંબરા પૂજે.

ગજરો બાલભર,નજર દોડે ગામભર

ઓડિયા કહેવતો છે :

વેશ્યા અને દેવાળીયા,રાતો રાત હાથી બાંધી શકે છે.

તમિળ કહેવતો છે :

વેશ્યા મરે તો લાશ પડી રહે એની મા મરે તો ધૂમધામથી મસાણે જાય.

નિર્લજ્જ વેશ્યાને ત્યાં ચારે બાજુ દરવાજા.

વેશ્યાપુત્રે બાપનું શ્રાદ્ધ કર્યું.

તેલુગુ કહેવતો છે :

ગણિકા ઘણી સિદ્ધાંતવાદી હોય છે.

વેશ્યા વંઠી તો ગૃહિણી બની ગઈ.

છેલ્લે એક વાત સાથે સમાપન કરીએ.

આકાશવાણીમાં સમાચારની પહેલી શિફ્ટ સવારે શરૂ થાય એ પહેલાં વહેલી સવારે ગાડી તેડવા આવે. પૂર્વ દિલ્હીથી ગાડી અમને લઈ ઘણી વાર જૂની દિલ્હીના દરિયાગંજ પાછળના વિસ્તારમાં જાય જ્યાં એક ઉર્દુ સમાચારવાચક રાહ જોતા હોય. અમારા માટે આ સ્થાનક ‘જસ્ટ અનધર એરિયા’ હતો જ્યાં સુધી આકાશવાણીના ટ્રાન્સપોર્ટ વિભાગનું ખાનગીકરણ ન થયું. સિસ્ટમ આઉટસોર્સ થતાં રોજ બદલાતા ડ્રાયવર એટલે સવારે સાડા ચાર પાંચ વાગે પેલા ન્યુઝરીડરને આપેલા સરનામે ખોળતા હોય પણ ઘણે ભાગે ફેરો માથે પડે કારણ આપેલું સરનામું પોસ્ટલ હોય, લેન્ડમાર્ક સ્પેસિફિક નહિ.વાતાવરણ ભેદી નહિ પણ પરોઢના ફૂલ બજારની સીમિત ચહેલપહેલ જેવું હોય. હવે આવામાં જો પેલા વાંછિત મુસાફર ભૂલેચૂકે તેઓ મળી જાય તો પુરેપુરા કંટાળા સાથે ડ્રાયવર છણકો કરે “સર, સીધા સીધા G B (ગાર્સટીન બારસ્ટીન) રોડ કયું નહિ લિખતે,(તમે જે લખ્યું છે તે) ચૂના મંડી કો યહાં કૌન જાનતા હૈ?’ અને એ સાહેબના મોઢે આકાશવાણીના તમામ વર્ષો દરમ્યાનનું લાચાર મૌન એ ડ્રાઇવર સામે પણ અતૂટ રહેતું. પછી તો એવું બનતું કે સાહેબ ભસતાં કૂતરાં અને ‘વેણી’ભાઈઓ વચ્ચેથી બચતા બચાવતા એમના ઘરથી બે એક કિલોમીટર દૂર કમલા માર્કેટ સુધી આવી જતા.

મુઘલકાળમાં પાંચ કોઠાવાળો આ વિસ્તાર અંગ્રેજોના જમાનામાં એકીકૃત થઈ G B રોડ બની ગયો જેને બાદમાં ક્રાંતિકારી સ્વામી શ્રદ્ધાનંદ નામ અપાયું છે.

આ એક ઘટનામાં મજબુરીનાં કેટકેટલા પાર્શ્વપરિમાણો છે!


શ્રી અમિત જોશીનો સંપર્ક pakkagujarati@gmail.com વિજાણુ સરનામે થઇ શકશે

2 comments for “ઠેકાણું : ઠગવા નગરિયા :: ભારતભરની કહેવતો- ૨: ગણિકા વિષે કહેવતો : સુધરી ગણિકા ઘર માંડે

 1. vijay joshi
  December 27, 2017 at 4:02 am

  This article reminds me of my sister-in-law who has list of 300 marathi “mhani”. Proverbs in general
  reflect and mirror social customs, cultural and racial prejudices, and attitudes of a society. If feel up to it,
  you may embark on journey of compiling a database of these nuggets of time capsules of India starting with
  Gujarati proverbs and phrases.

 2. vimla hirpara
  December 28, 2017 at 7:37 pm

  અમિતભાઇ, તમારો વેશ્યા પરની કહેવતો વાંચી. દુઃખ સાથે કહેવુ પડે છેકે વેશ્યા કોઇ જાતિ કે જન્મ લેતી સ્ત્રીજાતિ નથી પણ સમાજના
  વાસનાભુખ્યા પુરુષની પેદાશ છે. નવાણુ ટકા સ્ત્રીઓ બળજબરી કે લાચારી સાથે દેહવ્યાપારમાં ધકેલાઇ હોય છે. કોઇને આવો શોખ નથી હોતો. વિચારો કે જે પુરુષ પોતાની પત્નીની રક્ષા માટે શસ્ત્ર ઉપાડે, જે ભાઇ પોતાની બહેન માટે જાન આપી શકે કે પોતાની દિકરી સામે બુરી નજરથી જોનારને મારી શકે એ જ પુરુષ એક મજબુર સ્ત્રી જે વ્યકિત નહિ પણ વસ્તુ કે સામાજિક મિલ્કત બની ગઇ છેએની મજબુરીનો લાભ ઉઠાવતી વખતે એ ભુલી જાય છે કે આ ઓરત પણ કોઇની મા, બહેન, દિકરી છે. એ ઓરત બદનામ ગણાઇ જાય છે ને એને ભોગવનારા પુરુષો પવિત્ર! રહે છે!. કેવો દંભી ને ખોખલો સમાજ. જો આવી સ્ત્રી માટે આટલી હલકી કહેવતો હોય તો એકાદ એને આ મંઝિલે પંહોચાડનારા ને એને ભોગવનારા માટે ય કોઇક કહેવત બનાવો . બાકી એક હાથે તાળી પડતી નથી,
  .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *