બંદિશ એક રૂપ અનેક:૩૮:"બહોત કઠિન હૈ ડગર પનઘટકી"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

खुसरो बाजी प्रेम की मैं खेलूँ पी के संग।
जीत गclip_image002यी तो पिया मोरे हारी पी के संग।

ભારતીય શાસ્ત્રીય સંગીતને વિવિધતાઓથી સમૃધ્ધ બનાવવા સહુથી વધુ કોણે યોગદાન આપ્યું? તો તેમાં પ્રથમ નામ આવે શ્રી આમિર ખુશરો। નિઝામમુદ્દીન ઓલિયાના શિધ્ય આમિર ખુસરો દહેલવી 13મી સદીમાં થઇ ગયા, તેમણે સિતાર અને તબલાની શોધ કરી, ગાયકીમાં આલાપ, તરાના, દ્રુપદ ધમાલ, કવ્વાલી વગેરે અખત્યાર કર્યા તદુપરાંત સૂફીપંથ અને સૂફી ગીત-સંગીતના સ્થાપક અને પ્રચારક,  વ્યંગકાર, સમાજ સુધારક, ફારસી અને બ્રજ ભાષાના વિદ્વાન, દેશપ્રેમી, એવા આમિર ખુશરો દહેલવીની કવ્વાલી “બહુત કઠિન હૈ દગર પનઘટકી” સાંભળીયે।

વ્રજ ભાષામાં તેમને રચેલી આ કવ્વાલી ના શબ્દો છે:

बहुत कठिन है डगर पनघट की।

कैसे मैं भर लाऊँ मधवा से मटकी
मेरे अच्छे निज़ाम पिया।

कैसे मैं भर लाऊँ मधवा से मटकी
ज़रा बोलो निज़ाम पिया।

पनिया भरन को मैं जो गई थी।
दौड़ झपट मोरी मटकी पटकी।
बहुत कठिन है डगर पनघट की।

खुसरो निज़ाम के बलबल जाइए।
लाज राखे मेरे घूँघट पट की।
कैसे मैं भर लाऊँ मधवा से मटकी
बहुत कठिन है डगर पनघट की।

પંદરસો વરસના ગાળામાં ખુસરોએ લખેલી આ પંક્તિઓમાં ઘણા ફેરફારો કરી જુદા જુદા રૂપે સંગીતકારો અને ગાયકો રજુ કરતા આવ્યા છે,  મુખડો એ જ હોય પણ બાકીની કવિતા પંક્તિઓ જુદી હોય.

હબીબ પેઈન્ટર: સંગીતકાર નૌશાદજીના વાર્તાલાપ સાથે

હાફિઝ જમાલ

અસલમ સાબરી

ફરીદ ઐયાઝ

ઇન્દિરા નાયક

મિનાઝ બેગમ

નિત્યપ્રિયા શ્રીવાસ્તવ

નિઝામી ભાઈઓ

નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર

અઝીઝ મિયાં કવ્વાલ

અનોખા અંદાઝમાં હરિહરન

મુનશી રિયાઝાદ્દીન અને સાથીદાર

એક ફ્યુઝન : નમિત દાસ અને અનુરાગ શંકરની પ્રસ્તુતિ

https://youtu.be/XgRlZxBn7OU

ફિલ્મ “બરસાત કી રાત”, સંગીતકાર રોશન અને ગીતકાર સાહિર લુધ્યાનવીએ બખુબી કરેલ નવસર્જન : ગાયકો મન્ના ડે, મહંમદ રફી, આશા ભોંસલે, સુધા મલ્હોત્રા અને સાથીદારો

clip_image003

અમીર ખુસરોનું મૂળ નામ અબ્દુલ હસન યમીનુદીન મુહમ્મદ, તે સમયે બાદશાહ જલાલુદ્દીન ખિલજીએ તેની એક ફારસીભાષામાં લખેલી ચુલબુલી કવિતા વાંચીને તેને “અમીર” નો ખિતાબ આપેલો.

આમિર ખુશરો – ભાષાવિદ્દ, હિન્દી, ફારસી અને બ્રજભાષામાં લખે, નિષ્ઠાવાન રાજનીતિજ્ઞ, ઇતિહાસકાર, સંગીતશાસ્ત્રી, ગીતકાર, ગાયક, નૃત્યકાર, કોષકાર, પુસ્તકાલયદ્યક્ષ, દાર્શનિક, વિદુષક, વૈદ્ય, ઔષધ જ્ઞાની, ખગોળ શસ્ત્રી, જ્યોતિષ, તદ્દઉપરાંત અન્વેષક અને શુરવીર યોધ્ધા હતા, 

રમૂજવ્રત્તિ અને કોયડા પૂછવાની એક આગવી આવડત વાળા ખુશરોની થોડી રમતિયાળ રચનાઓ:

                                                 कहमुकरियां।

                    (અહીં બે સખી ની વચ્ચે વાતચીત અને સવાલ-જવાબ ના રૂપ માં)

वो आवै तो शादी होय

उस बिन दूजा और न कोय
मीठे लागें वा के बोल
ऐ सखि साजन? ना सखि ढोल!

पड़ी थी मैं अचानक चढ़ आयो
जब उतरयो तो पसीनो आयो
सहम गई नहीं सकी पुकार
ऐ सखि सा. जन? ना सखि बुखार!

सेज पड़ी मोरे आंखों आए
डाल सेज मोहे मजा दिखाए
किस से कहूं अब मजा में अपना
ऐ सखि साजन? ना सखि सपना!

बरसा-बरस वह देस में आवे,
मुँह से मुँह लाग रस प्यावे।
वा खातिर मैं खरचे दाम,
ऐ सखि साजन न सखि! आम।।

                                        पहेली :

                       (આનો જવાબ આપો.)

बीसों का सर काट लिया
ना मारा ना ख़ून किया

उत्तरनाखून

बाला था जब सबको भाया,
बड़ा हुआ कुछ काम न आया।
खुसरो कह दिया उसका नाव,
अर्थ करो नहीं छोड़ो गाँव।।
उत्तरदिया।

हाड़ की देही उज् रंग,
लिपटा रहे नारी के संग।
चोरी की ना खून किया
वाका सर क्यों काट लिया।
उत्तरनाखून।

एक थाल मोतियों से भरा,
सबके सर पर औंधा धरा।
चारों ओर वह थाली फिरे,
मोती उससे एक न गिरे।
उत्तर

                                                        ढकोसले

(ગુજરાતીમાં અર્થ કૌભાંડ જેવો થાય, અહીં ટોન્ટ અથવા તો મેણાં મારવાની વાત છે: )

खीर पकाई जतन से और चरखा दिया जलाय
आयो कुत्तो खा गयो, तू बैठी ढोल बजाय, ला पानी पिलाय

                                     दोहे – घरेलु नुस्खे

हरड़-बहेड़ा आँवला, घी सक्कर में खाए।
हाथी दाबे काँख में, साठ कोस ले जाए।

प्रतिदिन तुलसी बीज को, पान संग जो खाए।
रक्त-धातु दोनों बढ़े, नामर्दी मिट जाय।

माटी के नव पात्र में, त्रिफला रैन में डारी।
सुबह-सवेरे-धोए के, आँख रोग को हारी।

सौ-दवा की एक दवा, रोग कोई न आवे।
खुसरो-वाको-सरीर सुहावे, नित ताजी हवा जो खावे।

clip_image005

અમીર ખુસરોના જીવન પર ભારતીય ફિલ્મ ડિવિઝને બનાવેલ દસ્તાવેજી ફિલ્મ:


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

3 comments for “બંદિશ એક રૂપ અનેક:૩૮:"બહોત કઠિન હૈ ડગર પનઘટકી"

 1. Neetin Vyas
  December 23, 2017 at 6:31 am

  મારી મોટી ભૂલ: ઘણા નો આભાર માનવાનો રહી ગયો:
  અહીં એકત્રિત માહિતી “કવિતાકોષ” અને અન્ય ઇનરનેટ માધ્યમ દ્વારા મેળવી છે, તે સુંદર વેબસાઈટ પ્રદર્શિત કરી સરસ માવજત કરનાર વ્યક્તિઓનો હૃદય પૂર્વકનો આભાર।
  સાદર,
  નીતિન વ્યાસ

 2. તુષાર મહેતા
  December 23, 2017 at 11:41 am

  નીતિનભાઇ,
  આપનો અત્યન્ત આભાર. ઘણુ સરસ કામ.
  આવું કામ વ્યક્તિગત ધોરણે થતુ રહે તો વારસો, સંસ્ક્રુતિ અને
  કળા-સાહિત્ય નો ખજનો જળવાય અને પુષ્ટ બને.
  ભવિષ્યમાં કોઇ રસિક્જનને, કોઇ શંસોધક કે વિદ્યાર્થી ને ખુબ
  ઉપયોગી અને આશિર્વાદ રુપ નિવડે.
  આ લિન્ક મુકવા બદલ વેબ ગુર્જરીનો પણ દીલથી આભાર.
  – તુષાર મહેતા.

 3. December 24, 2017 at 10:26 am

  Well researched. Liked it.

  In ‘Na to kaarvan ki’, SD Batish (Shiv Dayal Batish)’s credit is missing.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *