અવલોકન : વૃક્ષ અને વેલી, ભાગ – ૨

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

બે દિવસ રહીને ફરી પાછા એ જ ઝાડ પાસેથી પસાર થવાનું થયું. મનમાં મુસ્કાન હતી. કેવું રૂપકડું અવલોકન આ ઝાડ અને એ નષ્ટ થયેલી વેલીએ મને આપ્યું હતું? સમાજને કોરી ખાતી વિષવેલને જડમૂળથી ઉખેડી નાંખવાનું કેવું પ્રેરણાદાયી દર્શન આ જગ્યાએથી મને સાંપડ્યું હતું?

મન પ્રસન્ન હતું.

અને ત્યાં જ એ ઝાડથી અને રસ્તાથી થોડે દૂર, ઝાડીઓમાં બીજું એક ઝાડ નજરે ચઢી ગયું.  આમ તો તે પણ તોતિંગકાય, ફૂલેલું અને ફાલેલું હતું. પણ આઠ દસ વેલા એના થડને કસોકસ વીંટળાયેલા હતા. કોઈ વેલો એક ઈંચથી ઓછા વ્યાસનો ન હતો. એક બે તો ખાસ્સા બે ઈંચ જેટલા જાડા હતા. છેક ઊંચે સુધી એમણે કસકસાવીને ઝાડને ફરતો ભરડો લીધો હતો.

અરેરે! આ અજગર જેવા વેલા તો શી રીતે કાપું? એને કાપવા તો કુહાડી જોઈએ; અને બહુ તાકાત પણ. મારા જેવા નિર્બળનું શું ગજું – આને નિર્મૂળ શેં કરાય?

સમાજને કોરી ખાતી વિષવેલો પણ આમ જ અજગરની જેમ વકરી નથી વારૂ? એ સડો, એ વિકૃતિ, એ ભ્રષ્ટાચાર, એ પાપાચાર, એ જાતિવાદ, એ આતંકવાદ, એ હિંસા, એ બિભત્સતા, એ બળિયાના બે ભાગની જમાના જૂની રસમો…એનો અંત ક્યાં, ક્યારે અને કોનાથી?

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति मारत

अभ्युथ्थानाय धर्मस्य, तदात्मानं सृजाम्यहं

                                                                                            – भगवद्गीता

અરેરે! કેટકેટલા અવતારો આવીને ગયા. પણ એમના ગયા પછી? બધું હેમનું હેમ. પાછી એ જ વિષવેલો ફાલ્યા જ કરવાની – વધારે વિકૃત, વધારે શક્તિશાળી, વધારે રંજાડનારી વિષવેલો.

મનમાં નિર્વેદ, નિર્વેદ અને નિર્વેદ વ્યાપી ગયાં. કાજળઘેરો સ્મશાન વૈરાગ્ય ઉભરાઈ આવ્યો.  આ જ છે જીવનની નિયતિ? સતત પીસાતા જ રહેવાનું? સતત અસત્યનો, દુર્જનતાનો, પાપનો જ વિજય? કદી એ ઘડો હમ્મેશ માટે ફૂટી નહીં જવાનો?

અને નીરાશાના ગર્તામાં ચારે તરફ નજર ફરવા લાગી

– અસહાય નજર

– નિર્બળતાથી લથડતી નજર.

પણ શું નજરે પડ્યું? વનરાજીની લીલીછમ્મ મોહકતા ચોગમ વ્યાપેલી હતી. વિષવેલો ઘણી હતી; પણ એનાથી અનેક ગણો વધારે વિસ્તૃત ફેલાવો તોતિંગ વૃક્ષોનો હતો. વન અને ઉપવન તો વૃક્ષો થકી જ વિલસે છે ને? વેલીઓની વિસાત કેટલી? એમનું ગજું શું? અને જમીન પર છવાયેલી હરિયાળી? એ ઘાસ તો સમસ્ત પ્રાણીજગતનું પાયાનું પોષણ નથી વારુ?

વિષવેલની તાકાતથી વધારે તાકાત આ વૃક્ષોની, આ ઘાસની નથી? ભલે આપણે વિષવેલોને કાપવા સમર્થ નથી, પણ આપણી સીમિત સૃષ્ટિમાં હરિયાળી ફેલાવતાં આપણને કોણ રોકી શકે એમ છે?

અંધકાર ભલેને ચોગરદમ વ્યાપેલો રહે. આપણું નાનકડું કોડિયું પ્રગટેલું રાખવાની મજા શેં ન માણીએ?

कल्पना के हाथ से कमनीय जो मंदिर बना था
भावना के हाथ ने जिसमें वितानों को तना था

स्वप्न ने अपने करों से था जिसे रुचि से सँवारा
स्वर्ग के दुष्प्राप्य रंगों से, रसों से जो सना था
ढह गया वह तो जुटाकर ईंट, पत्थर, कंकड़ों को
एक अपनी शांति की कुटिया बनाना कब मना है
है अँधेरी रात पर दीवा जलाना कब मना है

बादलों के अश्रु से धोया गया नभनील नीलम
का बनाया था गया मधुपात्र मनमोहक, मनोरम
प्रथम ऊषा की किरण की लालिमासी लाल मदिरा
थी उसी में चमचमाती नव घनों में चंचला सम
वह अगर टूटा मिलाकर हाथ की दोनों हथेली
एक निर्मल स्रोत से तृष्णा बुझाना कब मना है
है अँधेरी रात पर दीवा जलाना कब मना है

क्या घड़ी थी, एक भी चिंता नहीं थी पास आई
कालिमा तो दूर, छाया भी पलक पर थी छाई
आँख से मस्ती झपकती, बात से मस्ती टपकती
थी हँसी ऐसी जिसे सुन बादलों ने शर्म खाई
वह गई तो ले गई उल्लास के आधार, माना
पर अथिरता पर समय की मुसकराना कब मना है
है अँधेरी रात पर दीवा जलाना कब मना है

हाय, वे उन्माद के झोंके कि जिनमें राग जागा
वैभवों से फेर आँखें गान का वरदान माँगा
एक अंतर से ध्वनित हों दूसरे में जो निरंतर
भर दिया अंबरअवनि को मत्तता के गीत गागा
अंत उनका हो गया तो मन बहलने के लिए ही
ले अधूरी पंक्ति कोई गुनगुनाना कब मना है
है अँधेरी रात पर दीवा जलाना कब मना है

हाय, वे साथी कि चुंबक लौहसे जो पास आए
पास क्या आए, हृदय के बीच ही गोया समाए
दिन कटे ऐसे कि कोई तार वीणा के मिलाकर
एक मीठा और प्यारा ज़िन्दगी का गीत गाए
वे गए तो सोचकर यह लौटने वाले नहीं वे
खोज मन का मीत कोई लौ लगाना कब मना है
है अँधेरी रात पर दीवा जलाना कब मना है

क्या हवाएँ थीं कि उजड़ा प्यार का वह आशियाना
कुछ आया काम तेरा शोर करना, गुल मचाना
नाश की उन शक्तियों के साथ चलता ज़ोर किसका
किंतु निर्माण के प्रतिनिधि, तुझे होगा बताना
जो बसे हैं वे उजड़ते हैं प्रकृति के जड़ नियम से
पर किसी उजड़े हुए को फिर बसाना कब मना है
है अँधेरी रात पर दीवा जलाना कब मना है

                                                                    – हरिवंशराय ‘बच्चन’


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *