ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આ શ્રેણીનો પ્રથમ લેખ ૨૪.૧૧.૨૦૧૭ના રોજ વે.ગુ. પર મુકાયો હતો જેમાં (A)ને લગતી ફિલ્મોનો ઉલ્લેખ હતો. આજના લેખમાં (B) શીર્ષકવાળી ફિલ્મોની નોંધ લેવાશે.

૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘અપના દેશ’નું ગીત હતું:

बेदर्द ज़माना क्या जाने
हम कैसे है किस हाल में है
बेदर्द ज़माना क्या जाने

૧૯૫૯માં આવેલી ફિલ્મ ‘ગુરૂદક્ષિણા’માં પણ એક ગીત આ શબ્દો સાથે છે.

बेदर्द ज़माना क्या जाने
क्यू दर्द के मारे रोते है
वो पास थे लेकिन दूर हुए

આ જ મુખડા પરથી ૧૯૫૯મા આવેલી ફિલ્મ હતી ‘બેદર્દ ઝમાના ક્યા જાને.’

૧૯૫૪ની ફિલ્મ ‘આરપાર’નું ગીત છે :

बाबूजी धीरे चलना
प्यार में ज़रा संभलना

આ સુપ્રસિદ્ધ ગીતના આ જ શબ્દોવાળી ફિલ્મ ‘બાબુજી ધીરે ચલના’ ૨૦૧૫મા આવી હતી.

૧૯૫૭ની ફિલ્મ ‘નયા દોર’નું ગીત છે:

मै बम्बई का बाबू नाम मेरा अंजाना
इंग्लीश धुन में गाऊ हिन्दुस्तानी गाना

આ ગીતના શબ્દોવાળી ‘બમ્બઈ કા બાબુ’ના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૬૦માં.

૧૯૫૯ની ફિલ્મ હતી ‘બરખા’ જેનું એક ગીત છે

बरखा बहार आई बूंदों के हार लाइ
रिमजिम ने छेड़े तराने

તે જ રીતે ૧૯૬૦ની ફિલ્મ ‘પરખ’નું ગીત છે

ओ सजना बरखा बहार आई
रस की फुहार लाइ

આ બંને ગીતોમાં આવેલ શબ્દો ‘બરખા બહાર’ના નામવાળી ફિલ્મ ૧૯૭૩માં આવી હતી

૧૯૬૨ની ફિલ્મ ‘ચાઇનાટાઉન’નું સદાબહાર ગીત છે:

बार बार देखो हज़ार बार देखो
देखने की चीज़ है हमारा दिलरुबा

આ “બાર બાર દેખો” શબ્દોનાં શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૮૬મા.

૧૯૬૨ની જ ફિલ્મ ‘આરતી’માં ગીત હતું

कभी तो मिलेगी, कहीं तो मिलेगी
बहारो की मंज़िल राही

આ ગીતના શબ્દો ‘બહારોં કી મંઝીલ’ નામની ફિલ્મ આવી હતી ૧૯૬૮મા અને ફરી એકવાર ૧૯૯૧માં.

૧૯૬૬મા આવેલી ફિલ્મ ‘સૂરજ’માં ગીત હતું:

बहारो फूल बरसाओ मेरा महेबूब आया है

૧૯૭૨માં આવેલ ફિલ્મનું શીર્ષક હતું ‘બહારો ફૂલ બરસાઓ’.

बधाई हो बधाई શબ્દોને લઈને જુદી જુદી બે ફિલ્મોમાં ગીતો છે.

૧૯૬૭માં આવેલ ફિલ્મ ‘મેરા મુન્ના’નું ગીત છે

बधाई हो बधाई जन्मदिन की तुमको
जन्मदिन तुम्हारा मिलेगे लड्डू हमको

એ જ રીતે ૧૯૯૩મા આવેલ ફિલ્મ ‘વીરતા’માં પણ ગીત છે:

बधाई बधाई तेरी शगानो भरी सगाई

‘બધાઈ હો બધાઈ’, શીર્ષક્વાળી ફિલ્મ આવી હતી ૨૦૦૨માં.

૧૯૭૭માં આવેલી ફિલ્મ ‘હમ કિસીસે કમ નહીં’માં એક રંગીન ગીત હતું:

बचना ऐ हसीनो लो मै आ गया

‘બચના અઈ હસીનો’ શીર્ષકવાલી ફિલ્મ હતી ૨૦૦૮ની.

૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘કુરબાની’નું આ ગીત સાંભળી પગ થનગનવા માંડે.

आप जैसा कोई मेरे जिन्दगी में आये तो बात बन जाए

આ ગીતમાં આવતા શબ્દો ‘બાત બન જાયે’ લઈને એક ફિલ્મ આવી હત્તી ૧૯૮૬મા.

‘એક દુજે કે લિયે’ ફિલ્મ જે ૧૯८૧મા આવી હતી તેના ગીતમાં આવતા શબ્દો છે

सोलह बरस की बाली उमर को सलाम
प्यार तेरी पहेली नझर को सलाम

‘બાલી ઉમર કો સલામ’ આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૪માં.

૧૯૯૩ની ફિલ્મ ‘પુકાર’નું ગીત છે

बचके रहेना रे बाबा बचके रहेना रे

‘બચકે રહેના રે’ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૫માં.

૧૯૯૭ની ફિલ્મ ‘યસ બોસ’નાં એક ગીતના અંતરામાં શબ્દો છે

बस इतना सा ख़्वाब है

આ જ શબ્દો હતા ૨૦૦૧ની ફિલ્મના શીર્ષકના.

આમ ગીતોના સુંદર શબ્દોને લઈને પછીથી તે અન્ય ફિલ્મનું શીર્ષક બને છે તે આ લેખમાં જોયું.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૨)

 1. Gajanan Raval
  December 17, 2017 at 6:47 pm

  Kabhi to milegi….. It’s really wonderful to view these evergreen songs with due appreciation through your words and work…!!
  Hearty Thank You…

  • Niranjan Mehta
   December 18, 2017 at 9:07 am

   આભાર. રસિક લોકોને આનંદ મળે એ જ મારો પ્રયાસ. આપના જેવાના પ્રતિભાવો જ મને આવું લખવા પ્રોત્સાહિત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *