મારા પૌત્રને પત્ર – ડેનીયલ ગોટ્ટલીબ

clip_image002આપણાં બધાં માટે પરિવર્તન મુશ્કેલ હોય છે.આપણે જેમ જેમ મોટા થતા જઇએ છીએ તેમ વધારે ને વધારે પરિવર્તન અનુભવવાં પડે છે. દરેક પરિવર્તનને કારણે કંઇક તો ગુમાવવાનું રહેતું હોય છે, અને જ્યારે કંઇક ગુમાવીએ ત્યારે તે પાછું મેળવવાની ટીસ પણ જાગતી હોય છે. મારી જીંદગીમાં મેં નાનું-મોટું જે કંઇ ગુમાવ્યું તે પહેલાં તો પાછું મેળવવા ઇચ્છ્યું હતું.

કારણકે આપણને ખબર છે કે દરેક પરિવર્તનમાં કંઇ ગુમાવવાનું તો હોય છે જ,જ્યારે તારે તારૂં અતિપસંદ બિંકી છોડવાનું આવશે ત્યારે તારો પ્રત્યાઘાત કેવો હશે તેની તારાં મૉમ-ડૅડને ચિંતા થાય છે.

હવે બધાંને ખબર જ હોય છે દેરક પરિવર્તનમાં કંઈક ખોવાનું છે અને જે કંઈ ખોઈએ છીએ તે એક પરિવર્તનનો જ ભાગ છે. હવે જ્યારે તારે તારાં ખૂબ ગમતાં રમકડાંં ‘બિંકી’થી જુદાં પડવું પડશે ત્યારે તારા પ્રત્યાઘાત કેવા હશે એ વિષે તારાં મમ્મીપપ્પાને બહુ ચિંતા છે.

તું હવે જ્યારે ચાર વર્ષનો થઇ ચૂક્યો છે અને હવે તારી પ્લેસ્કૂલમાં તારી પાસે તારૂં બિંકી પણ નહીં હોય ત્યારે બીક લાગશે કે કંઈ તને ન પસંદ પડતું થશે, ત્યારે તું જેનાથી તારૂં મન બહેલાવી લેતો હતો ‘બિંકી’ તારી પડખે નહીં હોય. એક પરિસ્થિતિથી બીજી પરિસ્થિતિમાં બદલતી વખતેનો પરિવર્તનનો સંક્રાંતિકાળ હંમેશ કપરો અનુભવ પરવડે છે.બદલાતી જતી વસ્તુઓ આપણને સલામતીનો આભાસ કરાવે છે. જેવાં તે દૂર થાય કે આપણે ફરીથી અસલામતી અનુભવીએ છીએ અને ફરી ફરીને હતાં ત્યાં આવી જઇએ છીએ.

સૅમ, આપણી વસ્તુઓ,આપણને ગમતી વ્યક્તિઓ,આપણી તંદુરસ્તી તેમ જ આપણી યુવાનીપણ એવી આપણને જેની જેની સાથે લગાવ જઇ થતો હોય છે, તે બધું તો આખરે તો આપણે ગુમાવવાનું તો છે જ. અને જ્યારે પણ આપણે કંઇપણ ગુમાવીશું ત્યારે આપણને દુઃખ પણ થશે.પરંતુ તેમાં કોઇ તક પણ છૂપાયેલી હશે.એક સૂફી કહેવતમાં કહ્યું છેઃ “કંઇક ગુમાવતી દિલ રડી ઉઠે છે તો કંઇક શીખવા મળ્યું તેના આનંદમાં આત્મા ખુશ થઇ ઝૂમી પણ ઉઠે છે.’

તને જે જે ચાહે છે એ બધાં તારૂ જે ખોવાઇ ગયું છે તે પાછું મેળવી અપાવડાવીને તારૂં દુઃખ ઓછું કરાવવા પ્રયત્ન કરશે, પરંતુ તેમ કરીને તેઓ તારૂં ભલું નથી કરી રહ્યાં. એટલો ભરોસો રાખજે કે કે બીજાં બધાંની જેમ દુઃખ પણ થોડા સમયમાટે જ હોય છે. તે તને મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવાડશે.તેનાથી તને દબાણ હેઠળ માર્ગ શોધતાં આવડશે. તું ગૌરવ અનુભવીશ.સિક્કાની બીજી બાજૂ જેમ, તેને કારણે તું કોણ છો તેની તને પહેચાન થશે.

મારા એક મિત્રએ મને કહ્યુ કે તેને એટલી મુશ્કેલીઓ આવી પડી છે કે રાતનાં આ ખરાબ સપનામાંથી બહાર કેમ નીકળાશે તે જ તેને નથી સમજાતું.એક બસ સ્ટેન્ડ શોધી અને ત્યાં બસની રાહ જોવાનું મેં તેને કહ્યું.તેને થયું કે હું ગાંડો તો નથી થઇ ગયો ને! મેં એને સમજાવ્યું કે બધી જ લાગણીઓ ક્ષણિક જ હોય છે. જેમ આપણે બસની રાહ જોઇએ છીએ તેમ દુઃખની આ ક્ષણો પણ વીતી જાય તેની રાહ જોવી જોઇએ.આપણે હતાશામાં, ગુસ્સામાં કે બદલો લેવાની લાગણીથી રાહ જોતાં બેસી રહીએ, તેનાથી બસ ન તો વહેલી આવશે કે ન તો મોડી આવશે.આપણે ધીરજથી કે નિરાંત જીવે રાહ જોઇશું તો પણ બસ વહેલી નહીં આવી જાય. આપણે બહુ ચિંતા કરીશું તો બસ વહેલી નહીં આવી જાય. હા, તે આવશે જરૂર એટલી શ્રધ્ધા રાખવી રહી.


 ડેનીયલ ગોટ્ટલીબ, ‘Letters to Sam‘માંથી |  Letter to My Grandsonનો અનુવાદ.


અનુવાદ – અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.