છોડી દેતાં શીખીએ

Facebooktwitterredditpinterestlinkedinmail

ઉત્પલ વૈશ્નવ

મૂછનો દોરો ફૂટતો હોય એવી વયના નિકુરને ફરી એક વાર તેના અંગત સંબંધોમાં તાણ પેદા થવા લાગી હતી.

સદ્‍નસીબે તેના પિતા સાથે તેને મિત્ર તરીકેની એક બારી હંમેશાં ખુલ્લી રહેતી. તેણે વિચાર્યું કે, ‘હવે તો પપ્પાની જ મદદ લેવી પડશે.’

બીજે દિવસે એ પપ્પા પાસે મદદ માગવા પહોંચી ગયો.

ઘરે જઈને જૂએ છે તો તેના પપ્પા તાજાં જન્મેલાં બિલાડીનાં બચ્ચાંની સારવારમાં વ્યસ્ત હતા.

તેણે પપ્પાને કહ્યું ,’છોકરીઓ સાથે મારે મિત્રતા સદતી જ નથી. જેટલી વાર મૈત્રીનજદીકી માટે હું પ્રયત્ન કરૂં એટલી વાર એ લોકો મારાથી આઘાં ખસતાં ભાળું છું.

વાત કરતાં કરતાં તેના પપ્પાએ તેના હાથમાં બિલાડીનું બચ્ચું પકડાવી દીધું. હવે જેમ જેમ નિકુર તેને પકડી રાખવા કોશીશ કરતો હતો તેમ તેમ તે ભાગી છૂટવા મથતું હતું.

જેમ જેમ નિકુર વધારે જોરથી પકડી રાખવાના દાવ કરતો હતો તેમ તેમ બિલાડીનું બચ્ચું વધારે વળ ખાઈને છટકવા માગતું હતું.

પપ્પાએ થોડી વાર ખેલ જોયો. પછી ધીમેકથી કહ્યું, ‘બહુ ટાઈટ પકડી રાખવાનું છોડી દે.’

નિકુરે તેના પપ્પાની સલાહ માની અને અને બિલાડીનાં બચ્ચાં પરની તેની પકડ ઢીલી કરી. તે સાથે જ બિલાડીનું બચ્ચું વળ ખાતું બંધ થઈ ગયું. થોડી વાર પછી તો હવે નિકુર સાથે ગેલ પણ કરવા લાગી પડ્યું હતું.

image

‘માનવ સંબંધોનું પણ આવું જ છે.’ તેના પપ્પાએ હળવેકથી ઉમેર્યું. ‘જો તમે તેને યેનકેન પ્રકારે પકડી રાખવા કોશીશ કરશો તેમ તેમ તે અવળા ભાગશે. પણ જો તમે જવા દેશો, તો તેઓ તમારી સાથે રહેશે. સંબંધમાં તાણ નહીં હોય તો એ સંબંધ જીવનભર ટકી શકશે.’


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me


સંપાદકીય નોંધઃ

અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી વિષયના સંદર્ભને રજૂ કરવાના આશયથી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *