ગલીને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ગલી એટલે મૂળ રસ્તાને ફંટાઈને આવેલ એક સાંકડો રસ્તો. પણ આ સાંકડા રસ્તાને ઠેર ઠેરના અર્થમાં પણ આપણા ફિલ્મીગીતોમાં સામેલ કરાયું છે.

ચોરીછૂપી પોતાની ગલીમાં આવનાર દેવઆનંદને ગીતાબાલી કહે છે

चोरी चोरी मेरी गली आना है बुरा, आयेजा
आके बिना बात किये जाना है, आयेजा

૧૯૫૨ની ફિલ્મ ‘જાલ’નું આ નૃત્યગીત ગાયું છે લતાજીએ. ગીતના શબ્દો છે સાહિર લુંધિયાનવીના અને સંગીત સચિન દેવ બર્મનનું.

૧૯૫૪ની ‘શબાબ’માં શકીલ બદાયુનીના શબ્દોને નૌશાદ સ્વરબધ્ધ કરી લતા મંગેશકરના સ્વરમાં રજૂ કર્યું – मरना तेरी गलीमें जीना
तेरी गलीमें

આ મુખડાનો એક નાનો ટુકડો ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં પણ સાંભળવા મળે છે.

સમાજની બદલાતી તાસિરને રજુ કરતુ ગીત છે ૧૯૬૦ની ફિલ્મ ‘છલિયા’નું જેમાં સમાજમાં સ્ત્રીઓની ઉપર ઠેર ઠેર થતા જુલમને યાદ કરીને ગવાયું છે.

दुनिया वालो एक अबला की दुखी कहानी सुन लो
हार जीत खूब हुई अब अब मेरी झुबानी सुनो लो
गली गली सीता रोये आज मेरे देशमे

સમાજને કટાક્ષ મારતાં આ ગીતના ગીતકાર છે કમર જલાલાબાદી અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે રફીસાહેબનો. પડદા પર ફિલ્માવાયું છે રાજકપૂર પર.

ચોરી ચોરી મળવા આવતી નાયિકા નાયકને સવાલ કરે છે કે

चोरी चोरी जो तुमसे मिले तो लोग क्या कहेंगे

જવાબ મળે છે કે

अजी इसे प्यार कहेंगे

ત્યારબાદ નાયક નાયિકાને પૂછે છે

गली गली यह बात चली तो लोग क्या कहेंगे

નાયિકા પાસેથી જવાબ એ જ મળે છે કે

अजी इसे प्यार कहेंगे

૧૯૬૩ની ફિલ્મ ‘પારસમણી’નું ગીત મહિપાલ અને ગીતાંજલી પર રચાયું છે જેના રચનાકાર છે ફારુક કૈસર અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગીતને કંઠ આપ્યો છે મુકેશ અને લતાજીએ.

તો એક છેડછાડનું ગીત છે ૧૯૬૫ની ફિલ્મ ‘મેરે સનમ’નું જેમાં ગલીનો ઉલ્લેખ છે:

पुकारता चला हूँ मै
गली गली बहार की
बस एक छाँव ज़ुल्फ़ की
बस एक निगाह प्यार की.

સાઈકલ પર સવાર આશા પારેખને ઉદ્દેશીને વિશ્વજીત આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર ઓ.પી. નય્યર.

ગલીના એક જુદા સંદર્ભમાં યુવા વયની અલ્લડ યુવતીઓ સાઈકલ સવારી કરતાં કરતાં ગાય છે:

मै चली मै चली देखो प्यार की गली
कोई रोके ना मुझे मै चली मै चली

સાયરાબાનું અને અન્યો આ ગીત ગાય છે ૧૯૬૮ની ફિલ્મ ‘પડોસન’માં. રાજીન્દર ક્રિશનનાં શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે આર. ડી. બર્મને. ગીતમાં બે ગાનાર કલાકાર છે – લતાજી અને આશા ભોસલે.

આશિક એટલો પ્રેમમાં ડૂબેલ છે કે કહી ઊઠે છે:

जिस गली में तेरा घर न हो बालमा

उस गली से हमें तो गुज़रना नहीं

૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નું આ ગીત રાજેશ ખન્ના આશા પારેખને ઉદ્દેશીને ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર છે મુકેશનો.

તો આનાથી વિપરીત પરિસ્થિતિ છે પ્રેમમાં નાસીપાસ થયેલા આશિકની:

तेरी गलियों में ना रखेंगे कदम आज के बाद

૧૯૭૪ની ફિલ્મ ‘હવસ’નું આ ગીત નીતુ સિંઘને ઉદ્દેશીને અનિલ ધવન ગાય છે જેને સ્વર સાંપડ્યો છે રફીસાહેબનો. ગીતના રચયિતા છે સાવનકુમાર અને સંગીત છે ઉષા ખન્નાનું.

લગ્નોત્સુક કન્યાના ભાવોને રજુ કરતુ ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘પ્રેમરોગ’નું. ગલી એટલે પિયરનું માહોલ જે તેણે છોડવાનું છે તેના સંદર્ભમાં આ ગીત રચાયું છે:

ये गलियाँ ऐ चोबारा यहाँ आना ना दोबारा

પદ્મિની કોલ્હાપુરે ઉપર લગ્નના માહોલમાં ફીલ્માયેલ આ ગીતના રચનાકાર છે સંતોષ આનંદ અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર લતાજીનો.

૧૯૮૯ની ફિલ્મ ‘ત્રિદેવ’નું આ ગીત એક નૃત્યગીત છે જેમાં સંગીતા બીજલાની જેકી શ્રોફને ફસાવવા કહે છે કે તું ઠેર ઠેર શું કામ ભટકે છે મારી પાસે આવી જા.

गली गली में फिरता है तू क्यूँ बनके आवारा
आ मेरे दिल में बस जा मेरे आशिक आवारा

પણ આને જેકી શ્રોફ દાદ ન આપતાં કહે છે કે

तेरा प्यार है एक सोने का पिंजरा ओ शाहजादी
मुज को अपनी जान से प्यारी अपनी आज़ादी

ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ગાયકો અલકા યાજ્ઞિક અને મનહર ઉધાસ.

વતનથી દૂર આવ્યા બાદ પોતાનું શહેર, પોતાની ગલી અને ઘર યાદ આવે છે તે યાદને સુંદર ઉપમાઓથી ભરીને જે ગીત ગવાયું છે તે છે ૧૯૯૬ની ફિલ્મ ‘માચીસ’નું:

छोड़ आये हम वो गलियाँ

ચંદ્રચુડસિંહ અને સાથીદારો પોતપોતાની રીતે યાદોને વર્ણવે છે જેને હરિહરન, કે.કે,, સુરેશ વાડકર અને વિનોદ સહેગલનો કંઠ સાંપડ્યો છે. ગીતના રચનાકાર ગુલઝાર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ.

પોતાના પ્રેમીને શોધવા ગલી ગલી ફરતી પ્રેમિકાનાં ભાવોને એક નૃત્યગીત દ્વારા વર્ણવાયું છે ૧૯૯૭ની ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’માં:

लुकछुप के मै घूमी गली गली कहीं मिला नहीं मेरा पिया

આ ગીત ઐશ્વર્યા રાય પર રચાયું છે જેને સ્વર આપ્યો છે આશા ભોસલેએ. ગીતકાર જાવેદ અખ્તર અને સંગીતકાર નુસરત ફતેહ અલી ખાન.

આમ જુદા જુદા અર્થમાં ગલી શબ્દના ઉપયોગવાળા જે થોડા ગીતો ધ્યાનમાં આવ્યા તે અહીં નોંધ્યા છે. હંમેશની જેમ આ યાદી પૂરી નથી તે રસિકજનો સમજે છે એટલે તેમને અન્ય ગીતો કદાચ યાદ આવે તો તેમની રીતે માણે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *