





ચિરાગ પટેલ
પૂ.1.3.7 (1.27)
આ અગ્નિ, દ્યુલોકથી પૃથ્વી સુધી વસેલા જીવોના પાલનહાર છે.એ જળને રૂપ અને ગતિ આપવા સમર્થ છે.
આ શ્લોકનાં બંને અવલોકનો સામાન્ય છે અને અસામાન્ય પણ! વનસ્પતિ સૃષ્ટિ માટે સૂર્ય અનિવાર્ય છે, તો પ્રાણીઓ માટે પણ સૂર્ય અનિવાર્ય છે. આજનું વિજ્ઞાન આ તથ્ય વિગતે સમજાવી ચૂક્યું છે. બીજું અવલોકન અચંબિત કરે એવું છે. અગ્નિની ઉર્જાથી હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગાં થઈ પાણીના અણુઓ જન્મે છે. વળી, સૂર્યની ગરમી જળને વરાળ સ્વરૂપે ગતિ આપે છે.
પૂ.1.5.2 (1.46)
હે અગ્નિ! આપ વનમાં, માતાના ગર્ભમાં અને ભૂમિમાં અદૃશ્યરૂપે છો!
અગ્નિનું પ્રાગટ્ય વનમાં દવરૂપે અને પૃથ્વીમાંથી જ્વાળામુખીરૂપે થાય છે. માતાના ગર્ભમાં અગ્નિ બાળકને હૂંફ આપે છે. આ ત્રણેય સ્થાનોમાં અદૃશ્ય રહેલા અગ્નિ વિશેનું અવલોકન અદભુત છે!
પૂ.1.5.5 (1.49)
ઉદ્દગાતાગણ પ્રસિદ્ધ અગ્નિ પાસે સ્તુતિઓ દ્વારા ધન અને શ્રેષ્ઠ પ્રકાશયુક્ત આવાસ મેળવવા પ્રાર્થના કરે છે!
વેદના ઋષિ માટે ધન અને સારો પ્રકાશ હોય એવું રહેઠાણ હોવું એ ઘણું મહત્વ ધરાવે છે. વેદના મંત્રો આધ્યાત્મિક અર્થમાં લઈ શકાય છે પરંતુ એ મંત્રોનો સરળ ભાષાકીય અર્થ લઈએ તો ઋષિઓ દેવો પાસે ધન-ધાન્ય, રહેઠાણ, પુત્ર, શત્રુઓથી રક્ષા એવી જીવનજરૂરી વસ્તુઓ જ માગે છે.
પૂ.1.5.9 (1.53)
હે અગ્નિ! આપ પદાર્થના ઘટકોને એકત્ર કરી શકો છો. તેથી આપે માતાની જેમ જળ વગેરે દ્રવ્યોને જન્મ આપ્યો એમાં અમને ભ્રમિત ન કર્યા.
હાઇડ્રોજન વાદળ કે તારામાં પ્રચંડ ઉર્જાને લીધે હળવા પરમાણુઓથી લઈને ભારે પરમાણુઓ બને છે. એટલે, માત્ર પાણી જ નહિ, પરંતુ બીજા અનેક તત્વોની ઉત્પત્તિ માટે પણ અગ્નિ કારણભૂત છે.વળી, એ દરેક તત્વમાં અગ્નિ ઊર્જા સ્વરૂપે પ્રસ્તુત છે.
પૂ.1.6.1 (1.55)
અહીં શ્લોકમાં આહુતિ માટે “ઘી”નો ઉલ્લેખ છે. સામવેદના કાળમાં ઘી બનાવવાની પ્રક્રિયા પ્રચલિત હશે જ. ઘી બનાવવાની પ્રક્રિયા એ સમયમાં એક મોટી રાસાયણિક પ્રક્રિયા સમાન ગણી શકાય!
પૂ.1.6.2 (1.56)
આ શ્લોકમાં सूनृता देवी “વાણીની દેવી” એવો શબ્દપ્રયોગ છે. આ શબ્દો દેવી સરસ્વતીનો નિર્દેશ કરે છે. એટલે, સરસ્વતીઉપાસના સામવેદકાળમાં પ્રચલિત હશે.
પૂ.1.6.8 (1.62)
આ શ્લોકમાં अपां नपातम् “જળ નીચે પડવા ના દેનાર” એવો શબ્દપ્રયોગ અગ્નિ માટે છે. વાદળોમાં સંગ્રહિત પાણી જ્યાં સુધી ઠંડક ના હોય ત્યાં સુધી વર્ષા દ્વારા ભૂમિ પર નથી આવતું.
પૂ.1.7.8 (1.70)
આ વૈશ્વાનર અગ્નિ પોષક અન્ન અને ઘી દ્વારા પ્રદીપ્ત થાય છે. બધાં પ્રાણી આ યજ્ઞમાં ભાગીદાર બને છે.આ અગ્નિ માતાના ગર્ભમાં પ્રજ્વલિત થયેલ છે.
પ્રકૃતિમાં સ્વયંસંચાલિત યજ્ઞ નિરંતર ચાલી જ રહ્યો છે. દરેક અણુ-પરમાણુમાં ઉર્જાની આપ-લે સતત ચાલુ જ હોય છે. દરેક પ્રાણી/વનસ્પતિમાં ઉર્જાનું સંચરણ સતત થયા કરે છે. પ્રાકૃતિક પદાર્થો, ગ્રહો, તારાઓ વગેરેમાં પણ આવો ઊર્જા યજ્ઞ સતત થયા જ કરતો હોય છે.
પૂ.1.8.5 (1.77)
સમસ્ત ઘરોમાં હાજર અગ્નિ મેઘોની વચ્ચે વિદ્યુતના રૂપમાં રહે છે. તે યજ્ઞકુંડમાં પ્રતિષ્ઠિત અગ્નિ ઉપાસકોને અન્ન, ધન અને શરીરનું સંરક્ષણ આપવાવાળા બનો.
અહીં ફરી એવો નિર્દેશ છે કે વાદળો દ્વારા ઉત્પન્ન થતી વીજળીમાં અગ્નિ રહેલો છે. વળી, અગ્નિ પાસે અન્ન, ધન અને સુદ્રઢ શરીરની માંગણી ઋષિ કરે છે. વેદોમાં ઠેર-ઠેર કોઈ અગમ-નિગમની વાતોને બદલે સારું જીવન જીવવા જરૂરી ભૌતિક બાબતોની જ માગણી છે.
પૂ.1.8.10 (1.90), 1.9.1 (1.91), અને 1.9.6 (1.96) માં સામવેદ કાળના પૂજનીય દેવો સોમ, વરુણ, અગ્નિ, આદિત્ય, વિષ્ણુ, સૂર્ય, બ્રહ્મા, બૃહસ્પતિ, વસુ, રુદ્રનો ઉલ્લ્લેખ છે. વળી, અગ્નિના પિતા તરીકે કશ્યપ, માતા તરીકે પ્રજાપતિ પુત્રી શ્રદ્ધા અને સ્તોતા તરીકે મનુનો ઉલ્લેખ છે. લોકોને મનુના સંતાન તરીકે ઓળખાવતો શબ્દ પણ અહીં પ્રયોજાયો છે.
પૂ.1.11.2 (1.98)
અગ્નિની શ્રેષ્ઠ અને પ્રાચીન સ્તોત્રોથી સ્તુતિ કરો.
અહીં પ્રાચીન સ્તોત્રોનો ઉલ્લેખ છે. એવું માની શકાય કે, સામવેદ પહેલાંના સમયમાં અગ્નિ માટે કોઈ અલગ સ્તોત્રો પ્રચલિત હશે અને એ સ્તોત્રો સામવેદ કાળમાં પણ પ્રસ્તુત હશે.
પૂ.1.11.3 (1.99)
ગાયોથી ઉત્પન્ન અન્નના અધિપતિ અગ્નિ આપ અમને પ્રચુર ધન-વૈભવ પ્રદાન કરો.
અન્ન ઉગાડવા માટે ગાયના ખાતરનો ઉપયોગ સામવેદ કાળમાં થતો હોય એવો ઉલ્લેખ આ શ્લોકમાં છે. વળી, અગ્નિ પાસે અઢળક ધન માટેની યાચના અહીં છે.
પૂ.1.11.5 (1.101)
સાત માતાઓથી ઉત્પન્ન અગ્નિ…
અગ્નિની ઉત્પત્તિ અહીં સાત માતાઓ દ્વારા બતાવી છે. આ સાત માતાઓ એટલે સાત છંદો કે સાત રંગો ગણી શકાય. સાત આંકડાનો ઉલ્લેખ માત્ર સંયોગ ના હોઈ શકે.
પૂ.1.11.6 (1.102) દે
વમાતા અદીતિ, રક્ષાના સંપૂર્ણ સાધનો સહિત પધારો.
આ શ્લોકમાં અદીતિનો દેવમાતા તરીકે સ્પષ્ટ ઉલ્લેખ છે. વળી, અહીં શ્લોકમાં ઋષિ તેમને સુરક્ષાનાં સાધનો પણ સાથે લાવવા કહે છે. વેદોમાં દેવો પાસે કોઈ ચમત્કારની અપેક્ષા નથી રખાતી. દેવો પણ પોતાની સાથે રક્ષણ માટે સાધનો રાખે છે.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
વેદ વિશે કોઈ પ્રતિભાવ ના અપાય . એમાં જોખમ છે !
————–
વેદિક સંસ્કૃતિની સમાંતરે અનાર્ય ગણાતા લોકોની ભક્તિ પ્રથા અતાર્કિક હતી, પણ ભાવ સભર હતી. ભક્તિ અને જ્ઞાનનો સમન્વય એ ભારતીય દર્શન – એમ કહેવાય?
ભારતીય દર્શન એટલે જ્ઞાન, ભક્તિ, કર્મ અને ક્રિયાનો સમન્વય! આર્ય અને અનાર્ય જેવો ભેદ પણ હતો નહિ!
૧.૩.૭ વિશે તમારું અર્થઘટન એમ સૂચવે છે કે પાણીની ઉત્પત્તિ અગ્નિમાંથી થઈ. બીજી બાજુ ઋગ્વેદમાં એક જગ્યાએ અગ્નિને જળમાંથી ઉત્પન્ન થયેલો બતાવ્યો છે. આપણે એમ જ માનીએ કે એ વખતે પણ આજની જેમ જુદી જુદી માન્યતાઓ પ્રચલિત હશે.
૦-૦ વેદના ઋષિઓ ધનધાન્ય વગેરે સામાન્ય માગણીઓ કરે છે, એવું તમારું અર્થઘટન બહુ વાસ્તવિક છે.
૧-૯૦, ૧-૯૧. ૧-૯૬માં ઋગ્વેદમાં જે દેવતાઓનાં નામ છે તે જ હોવાનું સ્વાભાવિક છે, કારણ કે સામવેદને ઋગ્વેદથી અલગ કરી શકાય તેમ નથી.
૧.૧૧.૨ માં તમે અગ્નિનાં પ્રાચીન સ્તોત્રો હોવાનું અનુમાન કરેલુ છે. તમારાં બન્ને અનુમાન સાચાં જણાય છે. આપણે એવો અર્થ કરીએ કે પ્રાચીન સ્તોત્રો હતાં એવો ખાસ ઉલ્લેખ છે, તો એમ પણ માની શકાય કે આ લાંબી પરંપરા હતી. કાં તો એ સ્તોત્રોની જગ્યા નવાં સ્તોત્રોએ લીધી અને તેમ છતાં ઋષિ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા પણ માગે છે.
૧.૧૧.૫માં સાત માતાઓ દ્વારા ઉત્પન્ન અગ્નિ વિશે વધારે સ્પષ્ટતા માટે બીજા સ્રોતો જોવા પડશે. આમ તો સપ્તમાતૃકાનું સ્થાન આપણે ત્યાં હતું જ. ધીમે ધીમે આપણી પરંપરા માતૃસત્તામાંથી પિતૃસત્તા તરફ વળતી ગઈ અને દેવીઓનું સ્થાન ગૌણ બનવા લાગ્યું. સામવેદના સમયમાં અગ્નિની માતાઓ વિશેની કથાઓ પ્રચલિત હશે.
૧.૧૧.૬માં તમે લખ્યું છે કે દેવો પાસે કોઈ ચમત્કારની અપેક્ષા રખાતી નથી. બહુ સાચું અર્થઘટન છે. એનો એમ પણ અર્થ થાય કે દેવો પણ મનુષ્યેતર જાતિ નહોતી.
સારું લખો છો.
દીપકભાઈ, તમારી બન્ને ટીપ્પણીઓએ મને બળ પુરુ પાડ્યુ છે!
અગ્નિ અને જળ બન્ને એકબીજામાથી ઉત્પન્ન થઈ શકે છે એ આજનુ વિગ્નાન કહે છે, એટલે બન્ને માન્યતાઓ સાચી ગણી શકાય.
નવી વાત સમજવા મળી.
Samvedas are also where Bharatiya classical music originated. Up until 1000 CE when the incursions from Afghans (Ghazanavi) , Persians, Turks, and eventually Moguls heavily influenced the original Aryan tradition in the most of India except the Karnatic belt. To this day Karnatic music continues in the Aryan traditions with its heavy influence on inflections and modulations of tone. This is how music that we in the north, west and east of India came to be known as Hindustani classical music ( Bharat was described by
the invaders as Hindustan, hence the name) whereas music in the southern part of India is called Karnataci classical music. Both are called classical because both are based on Raga and its improvisations.
સરસ માહિતી વિજયભાઈ
In my previous comments, meant “since 1000 CE (not up until 1000 CE)”