શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા – ત્રીજો મણકો – ‘કચ્છની ગુજરાતી કવિતા : થોડા મહત્વના મુકામ’

Facebooktwitterredditpinterestlinkedinmail

ઈન્સ્ટિટ્યુટ ઑફ યુથ ડેવલેપમેન્ટ, ભુજ (કચ્છ- ગુજરાત) દ્વારા કચ્છના જાણીતા સ્વાતંત્ર્યસેનાની અને જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ આદરણીય શ્રી કાન્તિપ્રસાદ અંતાણીની સ્મૃતિમાં શ્રી કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા શરૂ કરાઇ છે.આ વ્યાખ્યાનમાળા અન્વયે કચ્છનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યક્ત્વ્યો દર વર્ષે યોજવામાં આવે છે.

૧૯ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ભુજ(ક્ચ્છ, ગુજરાત) ખાતે આ વ્યાખ્યાનમાળાના ત્રીજા મણકાના વક્તા ગુજરાતના મુર્ધન્ય કવિ અને વિવેચક શ્રી રમણીક સોમેશ્વર હતા.

તેમણે ‘કચ્છની ગુજરાતી કવિતા થોડા મહત્વના મુકામ’ વિષે તેમના મનનીય વિચારો રજૂ કર્યા હતા.

તેમનાં વ્યક્તવ્યમાં રમણીકભાઇ પદ્યમાંથી કવિતાને તારવી કચ્છની ગુજરાતી કવિતાનો પ્રવાસ ખેડે છે.

કચ્છી લોકસાહિત્યનો એક સરસ દોહરો

‘ઢકે ઢકે ને ઢકી જ, નિયાંઈ ઢકજે જીં,
બાફ નિકટ ઘી બાર, ત થાં પચંધા કી’.

ટાંકીને તેઓ જણાવે છે કે “નીંભાડાની આંચમાં વાસણ બરાબર પાકવાં જોઈએ, જો વરાળ, વચ્ચે જ નીકળી જાય તો વાસણ કાચાં રહી જાય.” કવિતાનો શબ્દ પણ એ ઊર્મિઓ કે ભાવનાઓની વરાળ વડે પાકવો જોઈએ. જે ટકોરાબંધ હોય તેનાં મૂલ થાય.

તેમનાં ખૂબ વિદ્વતાપુરણ વ્યક્તવ્યમાં, તેઓ શ્રોતાઓને કચ્છની ગુજરાતી કવિતાનાં કેવાં કેવં મૂલ થયાં છે તેનું વિહંગાવલોકન કારાવે છે.

‘કચ્છની ગુજરાતી કવિતા’નાં વ્યાપક ચિત્માં તેઓએ ૧૪૦ વર્ષ પહેલાંના ક્ચ્છી કવિથી લઈને છેક વર્તમાન સમયના કવિઓ, છેલ્લા બેએક દાયકાં પ્રકાશમાં આવેલ કવયિત્રીઓ અને કચ્છની બહાર રહીને ગુજરાતી કવિતા દ્વારા કચ્છ સાથે મૂળિયાંનો સંબંધ જાળવી રાખતા કવિઓનાં સાહિત્યનો પરિચય રમણીકભાઈએ બહુ જ સરળ શૈલીમાં રજૂ કર્યો હતો.

રમણીકભાઇ સોમેશ્વરનાં વ્યક્તવ્યને કે પુસ્તિકા સ્વરૂપે દસ્તાવેજિત પણ કરાયેલ છે. જે માટે પ્રકાશક શ્રી હરેશ ધોળકિયાનો ‘ન્યૂ મિન્ટ રોડ, ભુજ (ક્ચ્છ) – ૩૭૦૦૦૧’ અથવા dholakiahc@gmail.com પર સંપર્ક કરી શકાય છે.

અહીં કાર્યક્રમના સંક્ષિપ્ત અહેવાલને પ્રેસ નોટ પણ રજૂ કરેલ છે.

 
કાંતિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાનમાળા - ત્રીજો મણકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *