ફિલ્મીગીતો સાથે સંકળાયેલ ફિલ્મના શીર્ષક (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

અગાઉની ફિલ્મોમાં તે ફિલ્મના શીર્ષકને તે ફિલ્મના એકાદ ગીતમાં સાંકળી લેવામાં આવતાં હતાં, જેમ કે આવારા, બરસાત, ઝનક ઝંનક પાયલ બાજે, નયા ઝમાના વગેરે. આવા તો અગણિત નામો મળી આવશે. પરંતુ કોઈ એક ગીતની પંક્તિ પરથી ઘણા સમય બાદ બનતી અન્ય ફિલ્મનું શીર્ષક તે પંક્તિનાં શબ્દો પરથી લેવાતું હોવાનું પણ જોઈ શકાય છે. આ લેખમાં ‘અ’ (A) અક્ષરથી શરૂ થતા તેવા થોડા ગીતો અને તેનાં શબ્દોને લઈને બનેલા શીર્ષકવાળી ફિલ્મોને સાંકળવાનો પ્રયાસ છે.

સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૧ની ફિલ્મ ‘અફસાના’ જેમાં ગીત હતું

अभी तो मै जवान हूँ

આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ હતી ૧૯૯૨મા. આ ગીતનાં શબ્દો એટલા પ્રખ્યાત થયા હતા કે ત્યાર પછી બીજી બે ફિલ્મોમાં તેને મુખડા તરીકે વપરાયા છે. ૧૯૯૩ની ફિલ્મ શ્રીમાન આશિકમાં અને ૨૦૦૬ની ફિલ્મ ‘ધ કીલર’માં.

૧૯૫૨માં આવેલી ફિલ્મ ‘દાગ’નાં ગીતના શબ્દો છે

ऐ मेरे दिल कही और चल

ફિલ્મમાં આ ગીત ત્રણ વાર આપ્યું છે. ऐ मेरे दिल શબ્દોનાં શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૮૩મા

૧૯૫૬મા આવેલી ફિલ્મ ‘ચોરી ચોરી’નું ગીત છે

आजा सनम …………..

https://youtu.be/SnGVT5sKljY < p>આ શીર્ષકવાળી બે ફિલ્મો બની છે એક ૧૯૭૫મા અને બીજી ૧૯૯૪મા.

૧૯૫૬મા એક બીજી ફિલ્મ હતી ‘સી.આઈ.ડી.’ જેમાં ગીત હતું

ऐ दिल है मुश्किल जीना यहाँ

આ ગીતના શબ્દો ऐ दिल है मुश्किल લઈને ફિલ્મ આવી હતી ૨૦૧૬માં

૧૯૫૭મા આવેલી ફિલ્મ ‘નૌ દો ગ્યારહ’નું ગીત છે

हम है राही प्यारके हम से कुछ न बोलीए

૧૯૬૦મા અને ૧૯૯૩મા એમ બે વખત બનેલી ફિલ્મોનાં શીર્ષકમાં हम है राही प्यारके શબ્દોનો ઉપયોગ થયો છે.

તો ૧૯૬૦મા આવેલી ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’નું જાણીતું ગીત છે

अजीब दास्तां है ये

આ શબ્દોના શીર્ષકવાળી ફિલ્મ આવી હતી ૧૯૯૪મા.

૧૯૬૧ની ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’ નું ગીત છે

आ अब लौट चले

૧૯૯૯મા આવેલી ફિલ્મનું શીર્ષક પણ આ જ શબ્દોને લઈને હતું.

आप की नझरोने समजा प्यार के काबिल हमें

આ છે ૧૯૬૩ની ફિલ્મ ‘અનપઢ’ના ગીતની પંક્તિ. તેના શબ્દો आप की नझरोने समजा લઈને ફિલ્મ બની હતી ૨૦૧૪મા. .

૧૯૬૪મા આવી હતી ફિલ્મ ‘સંગમ’. તેના બે ગીતોનો ઉલ્લેખ કરું છું.

मै का करूं राम मुझे बुड्ढा मिल गया.

આ ગીતના શબ્દો बुड्ढा मिल गया લઈને ૧૯૯૧માં આ શીર્ષકવાળી ફિલ્મ બની હતી.

તો અન્ય ગીત છે

बोल राधा बोल संगम होगा की नहीं

આ ગીતના શબ્દોનાં શીર્ષકવાળી ફિલ્મ बोल राधा बोल ૧૯૯૨મા આવી હતી.

૧૯૬૫મા આવેલી ફિલ્મ ‘ગાઈડ’માં એક ગીત હતું

तेरे मेरे सपने अब एक रंग है

https://youtu.be/ORFczJpiwfI

આ ગીતના શબ્દો तेरे मेरे सपनेને શીર્ષકમાં લઈને બે વાર ફિલ્મો બની છે એક ૧૯૭૧મા અને બીજી ૧૯૯૬મા.

૧૯૬૮ની ફિલ્મ ‘તીન બહુરાનીયા’નું ગીત છે

आमदनी अट्ठनी खर्चा रुपैया

આ જ શબ્દોવાળી ફિલ્મ આવી હતી ૨૦૦૧મા

૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’માં ગીત છે

आप मुझे अच्छे लगने लगे

આ જ શબ્દો લઈને ફિલ્મ બની હતી ૨૦૦૨માં.

૧૯૮૦ની ફિલ્મ ‘કુરબાની’નું ગીત છે

आप जैसा कोई मेरी जिन्दगी मे आये

आप जैसा कोई શીર્ષકવાળી ફિલ્મ છે ૨૦૦૪ની.

૧૯૭૫માં આવેલી ફિલ્મ ‘પ્રતિજ્ઞા’નું ગીત જોઈએ

मै जट यमला पगला दिवाना

આના શબ્દો यमला पगला दिवानाને શીર્ષકમાં લઈને ૨૦૧૧મા ફિલ્મ આવેલી

૨૦૦૪મા આવેલી ફિલ્મ ‘સ્વદેશ’નાં ગીતના શબ્દો છે

आहिस्ता आहिस्ता

આ શબ્દો સાથેની ફિલ્મ છે ૨૦૦૬ની

કદાચ હજી પણ આવા વધુ ગીતો અને ફિલ્મો મળી આવશે.

A પછી B શબ્દોને લગતી ફિલ્મો હવે પછી.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com