ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ‘ગ્રીડ્સ’ અને ડાયસ્પોરા એન્ડ માઈગ્રેશન રિસર્ચ સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા આયોજિત “શ્રીમતી દેવિકા ધ્રુવ અને શ્રીમતી નયના પટેલનું પ્રદાન – પરિસંવાદ” કાર્યક્રમ તા.૧૧-૧૧-૨૦૧૭, શનિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગીતા હોલ, ભવન્સ કેમ્પસ, ભવન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાનપુર, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્ર્મનું સંચાલન મૃણાલિનીબેન ઠાકોરે સંભાળ્યું હતું.
અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા લેખિકા (‘વેબગુર્જરી’ના સાહિત્ય વિભાગનાં સંપાદન સદસ્યા અને લેખિકા) શ્રીમતી દેવિકાબહેન ધ્રુવ તથા બ્રિટીશ ગુજરાતી ડાયસ્પોરા લેખિકા (‘વેબગુર્જરી’નાં લેખિકા અને હાલમાં જેમની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ની શ્રેણી ચાલી રહી છે) શ્રીમતી નયનાબહેન પટેલ દ્વારા લખાયેલ પત્રશૃંખલા ગ્રંથ ‘આથમણી કોરનો ઉજાસ’નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સભાનું અધ્યક્ષ સ્થાન અમેરિકાથી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઈમ્સ’ના અમદાવાદ સ્થિત બ્યુરોચીફ તથા એન.આર.જી. સેન્ટરના સદસ્ય શ્રી દિગંત સોમપુરાએ નિભાવ્યું હતું. આ પ્રસંગે ‘ડાયસ્પોરા એન્ડ માઇગ્રેશન રિસર્ચ સેન્ટર’, ગુજરાત યુનિવર્સિટીનાં માનદ નિયામક ડો. નિરજા ગુપ્તા તથા ગુજરાતી ભાષા ભવન, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક અને અધ્યક્ષ ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં ગુજરાતીના ધુરંધર સાહિત્યકાર અને ગ્રીડ્સના માનદ નિયામક ડો. બળવંત જાની, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી બી. કે. વણપરિયા અને ભવન્સ કોલેજનાં આચાર્યા શ્રીમતી નિરજા ગુપ્તા યજમાનપદે બિરાજમાન હતાં. સભામાં બંને લેખિકાઓના પતિદેવો શ્રી રાહુલભાઈ ધ્રુવ અને શ્રી જયંતભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા.
કાર્યક્રમની શરૂઆત મંગલ પ્રાર્થના અને દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વક્તાઓએ પ્રસંગને અનુરૂપ પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. પ્રવચનોમાં પુસ્તકનાં લેખિકાઓ અને પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો હતો. પુસ્તકની આગવી ખાસિયત એ હતી કે આ પ્રકારની પત્રશ્રેણીનું પુસ્તક કદાચ વિશિષ્ટ હતું કે જેમાં બંને લેખિકાઓ પક્ષે પત્રરૂપે વિચારોની આપલે થઈ હતી. ગુજરાતી સાહિત્યમાં આવા પત્રગ્રંથો અવશ્ય પ્રસિદ્ધ થયા છે, પણ તેમાં એકપક્ષીય લખાયેલા પત્રો સંગૃહિત કરવામાં આવેલા છે, જેમાંથી સામેવાળી વ્યક્તિના પ્રત્યુત્તરોની આપણને જાણ ન થાય. પરંતુ આ પુસ્તકમાં વર્ષ દરમિયાનના દર શનિવારે સામસામે લખાતા જતા ઉભય પક્ષના છવ્વીસ-છવ્વીસ પત્રો મળીને કુલ બાવન પત્રોનું સંકલન કરવામાં આવ્યું છે. ભલે પશ્ચિમના જ હોય છતાં ભિન્ન એવા અમેરિકા અને ઈંગ્લેન્ડ દેશોમાં વસતી બંને લેખિકાઓ વાસ્તવમાં તો કોલેજકાળની બહેનપણીઓ જ હતી. તેમના પત્રો માત્ર અંગત માહિતી ધરાવતા ન બની રહેતાં તેમણે વિવિધ વિષયો અને મુદ્દાઓ ઉપર વિશદ ચર્ચાઓ કરી છે. બિનસાહિત્યકાર અને સાહિત્યકાર પત્રલેખકોની લેખનશૈલીમાં તફાવત હોય, જ્યારે પુસ્તકની બંને લેખિકાઓ તો સિદ્ધહસ્ત સાહિત્યસર્જક છે. તેઓ પોતપોતાનાં સાહિત્યેતર ક્ષેત્રોમાં જે સેવાઓ આપે છે તેની વાતો પણ પત્રવ્યવહારમાંથી ફલિત થયા સિવાય રહેતી નથી.
અઢીએક કલાક સુધી ચાલેલી આ સભામાં નોંધપાત્ર હાજરી રહી હતી. આ કાર્યક્રમમાં આપણી ‘વેબગુર્જરી’નું પ્રતિનિધિત્વ શ્રી વલીભાઈ મુસાએ નિભાવ્યું હતું.
‘વેબગુર્જરી’ પરિવાર શ્રીમતી દેવિકાબહેન ધ્રુવ અને શ્રીમતી નયનાબહેન પટેલને તેમને મળેલા સન્માન બદલ ધન્યવાદ પાઠવે છે અને હર્ષ વ્યક્ત કરે છે.
–‘વેગુ’ સાહિત્યસમિતિ






દેવિકાબહેન અને નયનાબહેનને ખૂબ ખૂબ અભિનંદન.
દાવડા સાહેબ,આપનો ખૂબ આભાર.
ખૂબ આભાર દાવડાસાહેબ
દેવિકાબેન અને નયનાબેને બાવન પત્રો દ્વારા પોતાના અનોખા વિચારોને ખુબ સાહજિક અને રસાળ રીતે વાંચક સમક્ષ રજૂ કર્યા હતા. આ પત્રશૃંખલા ખરેખર પ્રશંસનિય પ્રયોગ હતો.
દેવિકાબેન અને નયનાબેનને હાર્દિક અભિનંદન અને ભવિષ્યમાં પણ એમની કલમનો, એમના શબ્દોનો ઉજાસ દસે દિશા સુધી પથરાય એવી શુભેચ્છા.
રાજુલબેન,તમારો આભાર નહિ માનુ !!!!
બસ,તમારી મૈત્રીનો આનંદ અને આપણા પ્રેરક બળ શશીકાંતભાઈને નમન.
આભારની ઔપચારિકતાના બદલે આ આત્મિયતા ગમી ગઈ. તમારી સાથે પહેલી વાર મળવાનું થયું અને જે રીતે પપ્પાને મળવાની તમે ઉત્સુકતા દર્શાવી એ જ ઘડીએ તમે મને બહુ જ મારા લાગ્યા હતા. પપ્પા સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ મારે ક્યાંક આસપાસ છે એવું મને હંમેશા લાગ્યુ છે.
આભાર રાજુલબેન, આપ સૌના પ્રતિભાવોએ અમારા પત્રોમાં પ્રાણવાયુ પૂર્યો છે, તે માટે અને શુભેચ્છા માટે ધન્યવાદ
Very nice!! We are proud of you. Congratulations Devika.
Love, Saryu.
Thank you,Saryuben.
આભાર સર્યુબેન
Very nice Devika been and Nayana been. Heartiest congratulations
ધન્યવાદ ભોંડેજી
બંને સર્જકમિત્રોને ખૂબ ખૂબ સ્નેહાભિનંદન અને સ્નેહકામનાઓ….
ખૂબ ખૂબ આભાર, ભોન્ડે…
વિવેકભાઈ, સુરત આવી સૌ સર્જકમિત્રોને મળવું હતું. હવે આવતા વર્ષે… નયના પટૅલ અત્યારે સુરતમાં જ છે.
આપનો ખૂબ આભાર.
વિવેકભાઈ, પ્રથમ તો આભાર અને બીજું સુરતમાં જ ૫ માર્ચ સુધી છું, મળવું ગમશે. મારો નં: ૯૪૨૬૧૩૫૪૪૭
એમાંના ઘણા પત્રો તેમના બ્લોગ પર વાંચેલાં અને માણેલાં છે. બન્ને બહેનોને હાર્દિક અભિનંદન.
એક જ સ્ટેટમાં રહેતા આપણે મળ્યા નથી છતાં એકબીજાંથી ઘણા પરિચિત છીએ. આપ જેવા વડિલને મારું લખાણ ગમે તે મારું સદ્ભાગ્ય. વંદન સહ સ્વીકાર..
ધન્યવાદ સુરેશભાઈ
વલીભાઈ,વે.ગુ.ના પ્રતિનિધિ તરીકે તમે આવ્યા,ઘણે દૂરથી આવ્યા,ખાસ ચાહીને આવ્યા અને તરત જ આંખે દેખ્યો અહેવાલ લખ્યો તેનું મારે મન ખૂબ મહત્વ છે.વે.ગુ.નો મંચ પણ મારી પ્રગતિનું એક સોપાન હોઈ આપણી સંપાદન સમિતિના દરેક સભ્યોની ૠણી છું. સૌનો દિલથી આભાર..
અફસોસ એક જ વાતનો રહ્યો કે સમયની મર્યાદાના કારણે આપ બંને બહેનો સજોડે અમારાં મહેમાન ન બની શક્યાં.
આ. વલીભાઈ, પ્રથમ તો કાર્યક્રમમાં ખાસ હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. મહેમાન બનવાની વાત તો પછી આવે આપણને ‘કેમ છો’ કહેવા સિવાય વાત કરવાનો પણ સમય મળ્યો નથી! વેબગુર્જરી પર સવિસ્તર અહેવાલ આપવા માટે ધન્યવાદ.
આ પત્રશ્રેણી નું સંકલન વાંચતા બંને વ્યક્તિઓ વચ્ચે પ્રશાન્ત મહાસાગર જેટલું અંતર ભૂલી જવાય છે, ઘણી સંવેદના સાથે આ પત્રોમાં લખાણો છે: દાખલ રૂપે નિનબેન લખે છે:
‘ડૂબતાને બચાવવા કિનારે ઉભા રહી દોરડું ફેંકનાર કદાચ મિત્ર ન પણ હોય.
પરંતુ જેના સુધી પહોંચવાની ઝંખના, હલેસા બની સામે કિનારે પહોંચાડે એ તો મિત્ર જ હોય…..
જયારે દેવિકાબેને એક પત્રમાં એક મુક્તક લખેછે:
ज़िन्दगी में ना ज़ाने कौन सी बात “आख़री” होगी,
ना ज़ाने कौन सी रात “आख़री” होगी..
मिलते, जुलते, बातें करते रहो यार एक दूसरे से,
ना जाने कौन सी “मुलाक़ात” आख़री होगी..
બંને ને અભિનંદન
નિતીનભાઈ અને બક્ષીબાબુ,👍🙏…
સંદર્ભ આપી અભિનંદન આપવા માટે ખૂબ ધન્યવાદનીતિનભાઈ.
abhinandan ahi tamaare rah jiyayachhe
Thanks બક્ષીજી
આ પત્રો ફક્ત પત્રો નહિ પણ પૂર્વ અને પક્ષિમની સંસ્કૃતિનુ મિશ્રણ છે, જીવનના અનુભવો છે જે કદાચ ક્યાંક આપણી જીંદગી સાથે જોડાયેલા છે.
બન્ને સખીઓને ખુબ અભિનંદન.
આભાર.
apnu anmaan ae sahitay nishthni falshruti nu ane sadhnanu sanmaan chhe , banne likhika snnario ne mara antarna ovarnaa sathe abhinadan—jitendra padh -usa