ટ્રેનસવારીમાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આપણી હિન્દી ફિલ્મોમાં રજુ થતા ગીતો જુદા જુદા સ્થળો અને જુદા જુદા સાધનો સાથે ગવાયા છે જેમાનું એક સાધન છે ટ્રેન.

જુદા જુદા ભાવોને વ્યક્ત કરતા આ ગીતોમાંથી થોડાક પસંદ કરેલા ગીતોની લહાણ આ લેખમાં કરાઈ છે.

૧૯૫૮મા આવેલ ફિલ્મ ‘સોલવા સાલ’માં એક છેડતીભર્યું ગીત છે જે દેવઆનંદ પરોક્ષ રીતે વહીદા રહેમાનને સંભળાવે છે.

है अपना दिल तो आवारा
न जाने किसा पे आयेगा

મજરૂહ સુલાતાનપુરીના શબ્દોને સચિન દેવ બર્મને સ્વરબદ્ધ કર્યા છે અને તેને મસ્તીભર્યો કંઠ મળ્યો છે હેમંતકુમારનો.

દેવઆનંદ અને વહીદા રહેમાનની જોડી પર આવું જ છેડછાડવાળું ગીત છે ૧૯૬૦ની ફિલ્મ ‘કાલાબાઝાર’નું

अपनी तो हर आह एक तूफ़ान है
क्या करे वोह जन कर अनजान है

ટ્રેનના ઉપરના પાટિયે સૂતેલી વહીદાને ઉદ્દેશીને આ ગીત ગવાયું છે જેના રચનાર છે શૈલેન્દ્ર અને સંગીત છે સચિન દેવ બર્મનનું. સ્વર આપ્યો છે રફીસાહેબે.

ફરી એકવાર દેવઆનંદને સાંકળતું ગીત છે ૧૯૬૧ની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’નું. ટ્રેનમાં મુસાફરી કરતી રીસાયેલ આશા પારેખને મનાવવા આ ગીત દેવઆનંદ ટ્રેનની સાથોસાથ ચાલતી કાર ઉપર બેસીને ગાય છે. ગીતને અંતે આશા પારેખ કાન પકડી માફી માંગે છે.

ओ जिया ओ,
जिया ओ जिया कुछ बोल दो,
अरे ओ दिल का परदा खोल दो

રફીસાહેબે આ મસ્તીભર્યું ગીત ગાયું છે જેના સંગીતકાર છે શંકર જયકિસન અને ગીતકાર હસરત જયપુરી.

૧૯૬૨ની ફિલ્મ ‘પ્રોફેસર’માં પણ એક ટ્રેનવાળું ગીત છે. જો કે તે પૂરેપૂરૂ ટ્રેનમાં નથી ગવાતું પણ તે માણવાલાયક છે એટલે અહી તેની નોંધ લીધી છે.

मै चली मै चली पीछे पीछे जहाँ
ये ना पूछो किधर ये न पूछो कहाँ

કલ્પના અને શમ્મીકપૂરનાં આ યુગલ ગીતના ગાયક છે લતાજી અને રફીસાહેબ. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું.

ટ્રેનમાં ગવાતું છેડછાડવાળું એક વધુ ગીત છે ૧૯૬૮ની ફિલ્મ ‘મેરે હુઝુર’નું.

खुबसूरत गुनाह करने दो,
रुख से परदा हटाओ जाने हया

आज दिल को तबाह करने दो
रुख से ज़रा नकाब हठा लो मेरे हुज़ूर

માલા સિંહાને ઉદ્દેશેની ગવાતા આ ગીતના કલાકાર છે જીતેન્દ્ર. સંગીતકાર છે શંકર જયકિસન અને ગીતકાર હસરત જયપુરી. કંઠ છે રફીસાહેબનો

ઉપર જણાવેલ ૧૯૬૧ની ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’માં જેવું ગીત અપાયું છે તેવી જ રીતનું એટલે કે ટ્રેનમાં બેઠેલ શર્મિલા ટાગોરને સાથે સાથે ચાલતી કારમાં બેસી રાજેશ ખન્ના જે ગીત ગાય છે તે છે ૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નું.

मेरे सपनो की रानी कब आयेगी तू
आई रुत मसतानी कब आयेगी तू

સદાબહાર આ ગીતના ગાનાર કલાકાર છે કિશોરકુમાર જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત સચિન દેવ બર્મનનું.

દુનિયાથી ભાગી છૂટેલ બે પ્રેમી જ્યારે ટ્રેન ઉપર સવારી કરે છે ત્યારે તેમના મનોભાવ જે રીતે વ્યક્ત થાય છે તે છે ૧૯૭૪ની ફિલ્મ ‘અજનબી’નું.

हम दोनों दो प्रेमी दुनिया छोड़ चले
जीवन की हम सारी रस्मे तोड़ चले

રાજેશ ખન્ના અને ઝીનત અમાન આ ગીતના કલાકાર છે જેને સ્વર સાંપડ્યો છે લતાજી અને કિશોરકુમારનો. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર આર. ડી.બર્મન.

ઘણા બધા કલાકારોને લઈને ટ્રેનમાં ગવાતું એક સમૂહગાન છે ૧૯૮૦ની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’નું.

पल दो पल का साथ हमारा
पल दो पल के याराने है

સળગતી ટ્રેનમાં ગવાતા આ ફિલસૂફીભર્યા સમૂહગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે આર. ડી. બર્મનનું. ગાનારા કલાકારો આશા ભોસલે અને રફીસાહેબ.

રીસાયેલી નાયિકાને પટાવતું ટ્રેન ઉપર ગવાતું એક ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘ઝમાને કો દિખાના હૈ’નું.

પદ્મિની કોલ્હાપુરે રીસાઈને ટ્રેનની છત ઉપર સવાર થઇ ચાલી નીકળે છે. તે જોઈ રિશીકપૂર પણ ટ્રેનની છત ઉપર ચઢી જઈ ગાય છે

अरे होगा तुम से प्यारा कौन
हमको तो तुम से है हो कंचन
अरे हो कंचन प्यार

મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે આર. ડી., બર્મને જેને સ્વર મળ્યો છે શૈલેન્દ્ર સિંહનો.

બે મહાન કલાકારો દિલીપકુમાર અને શમ્મીકપૂર ટ્રેનના સહકાર્યકર હોય છે. એક નસીબમા માને છે અને બીજો પુરૂષાર્થમાં. બેમાંથી સાચું કોણની ચર્ચામાં એક ગીત નીકળે છે ૧૯૮૨ની ફિલ્મ ‘વિધાતા’નું.

हाथों की चंद लकीरों का
सब खेल है बस तकदीरों का

ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાનાર કલાકાર સુરેશ વાડકર અને અનવર.

આવા ગીતો લગભગ ટ્રેન ઉપર ચઢીને કે ટ્રેનમાં બેસીને ગવાતા હોય છે પણ ઊઘાડા ડબ્બામાં નૃત્ય કરીને ગાવું એ પણ એક અનન્ય વાત છે. આવું છે ૧૯૯૮ની ફિલ્મ ‘દિલ સે’નું આ સમૂહગીત.

जीन के सर हो इश्क की छाँव
पाँव के नीचे जन्नत होगी

चल छैयां छैयां छैयां छैयां
सारे इश्क की छाँव

શાહરૂખ ખાન, મલાઈકા અરોરા અને સાથીદારો પર આ ગીત ફિલ્માયું છે જેના રચયિતા છે ગુલઝાર અને સંગીતકાર એ.આર.રહેમાન. સ્વર છે સુખવિંદર સિંહ અને સપના અવસ્થીનો.

૨૦૦૫મા આવેલ ફિલ્મ ‘પરિણીતા’નું આ ગીત પણ સપનોની દુનિયામાં ખોવાઈ ગયેલા સૈફ અલી ખાન પર ફિલ્માયું છે.

कस्तो मजा है लेलैमा रमैलो ओ काली ओढाली
कस्तो मजा है लेलैमा रमैलो ओ काली ओढाली
ये हवाए गुनगुनाये पूछे तू है कहाँ

વિદ્યા બાલનની યાદમાં ગાતા ગાતા આ ગીતમાં તેને ઠેર ઠેર વિદ્યા બાલન દેખાય છે. ગીતના શબ્દો છે સ્વાનંદ કીરર્કીરેના અને સંગીત શાંતનું મોઈત્રાનું. સ્વર છે સોનું નિગમ અને શ્રેયા ઘોસાલના.

આશા છે રસિકજનો ઉપરના ગીતોને જરૂર માણશે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

4 comments for “ટ્રેનસવારીમાં ફિલ્મીગીતો

 1. Sunil Trivedi
  November 19, 2017 at 5:36 pm

  Forgot mention Aayee Bahar Aaj,Doctor,Toofan Mail,Jawab,Hum Chale Watan ki aur,Kasinath songs? They are probably initial train songs in films! Others have followed these songs.Nice article/compilation

 2. Niranjan Mehta
  November 20, 2017 at 12:04 pm

  આભાર, ધ્યાન દોરવા બદલ.

 3. Pravina
  November 30, 2017 at 7:30 pm

  નિરંજન ભાઈ તો ટ્રેન ઉપરનો બીજો ય ભાગ ભલે થઈ જાય. પણ ઉપર ના ગીતો સિવાય રેલ્વે પ્લેટ ફોર્મ પીકચર ને અને રેલ્વે ફોર્મને ય એટેચ કરજો.

 4. Niranjan Mehta
  December 1, 2017 at 1:36 pm

  આપનું મંતવ્ય નોંધ્યું. હજી એટલા જુદા જુદા વિષયોની યાદી બનાવી છે કે તે લગભગ આવતા ૧૨ મહિના સુધી ચાલશે. તમારૂં સૂચન ધ્યાનમાં રાખીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *