





– નીતિન વ્યાસ

મોહે પનઘટ પે નંદલાલ” ચિત્રકાર શ્રી મકબુલ ફીદા હુસેન
“મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે” રાગ ગારા માં સ્વરબદ્ધ થયેલી આ ઠુમરી (દાદરા) લખનૌના નવાબ વાજિદઅલી શાહના દરબારમાં ગવાતી અને તેના કંઈક આવા શબ્દો હતા:
“નિપટ ઝપટ મોરી સર કી ગાગરિયા ફોડી
ઔર ચુનરિયાં કસાઇ દિયો રે
મોહે પનઘટપે પર નંદલાલ છેડ લિયો રે
મોહે પનઘટપે પર નંદલાલ“
આ ઠુમરી સાથે નામ જોડાયેલું છે શ્રી કાલકા બિન્દાદિન. તેઓ છે- નૃત્ય સમ્રાટ પંડિત શ્રી બિરજુ મહારાજના વડ દાદા મહારાજ ઠાકુર પ્રસાદ અને તેમના વડ દાદા. શ્રી કાલકા બિન્દાદિન લખનૌના નવાબ વાજિદઅલી શાહના દરબારમાં કથ્થક ગુરુ અને રાજ ગાયક હતા.
લખનૌમાં આજે પણ જિર્ણ દશામાં એક હવેલી છે છે તેનું નામ છે “કાલકા બિન્દાદિન કી દયોધી” (Kalka-Bindadin ki Dyodhi)
પંડિત શ્રી બિરજુ મહારાજ અને તેમના સાથીદારોના પ્રયત્નો થી આ હવેલી ને કથ્થક અને લખનૌ ઘરાના નું મ્યુઝિયમ બનાવી રહ્યા છે.
સાલ ૧૯૩૦ ની આસપાસ એ ઝમાના ની ગાયિકા ઇંદુબાલા સ્વરમાં રેકર્ડ થયેલી આ બંદિશ સાંભળો:
ઉસ્તાદ ફૈયાઝ ખાં પણ આ ઠુમરી ગાતા પણ તેનું રેકોર્ડીંગ ઉપલબ્ધ નથી.
સાંભળીયે એવાજ એક મહાન ગાયક ઉસ્તાદ અઝમત હુસૈન ખાનના અવાજમાં આ ઠુમરી:
પનઘટાવા પે નંદલાલ છેડ લઇ રે
મેરી નાજુક ક્લીયા મરોડ ડાલી રે
ઉસ્તાદ અઝમત હુસૈન ખાનની ગાયકી સંગીતકાર નૌશાદ અલી ને બહુ પસંદ હતી, ફિલ્મ બૈજુ બાવરામાં અઝમત હુસેઈન ખાનને ગાવાનો આગ્રહ કરેલો, પણ કોઈ કારણોને લીધે શક્ય નહીં થઇ શક્યું।
દરમ્યાન નડિયાદમાં જન્મેલા અને ભારતીય રંગભૂમિ સાથે જોડાયેલા “રસકવિ” શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટે નાટક “છત્રવિજય” માટે આ જ મુખડાનો ઉપયોગ કરી ઠુમરી લખી સાલ ૧૯૨ ની આસપાસ, જેનાં શબ્દો છે:
मोहे पनघट पे नन्दलाल छेड़ गयो रे
मोरी नाजुक कलईया मरोड़ गयो रे
मोहे पनघट पे…
कंकरी मोहे मारी, गगरिया फोर डारी
मोरी सारी अनारी भिगोय गयो रे
मोहे पनघट पे…
नैनों से जादू किया, जियरा मोह लिया
मोरा घूँघटा नजरियो से तोड़ गयो रे
मोहे पनघट पे…
બનારસના ઘરાણાની ગાયકીની મજા અને ગુરુ – શિષ્યાની જુગલબંધી: એ પણ ગુરુ ભારત રત્ન અને શિષ્યા પદ્મશ્રી; ઉસ્તાદ બિસ્મિલાખાં શરણાઈ પર અને સાથે ડો. સોમા ઘોષ આ ઠુમરી ગાયનને ઉચ્ચતમ શિખરે લઇ જાય છે:
કાન પર સારાં હેડફોન લગાવી આ રાષ્ટ્પતિ ભવનમાં યોજાયેલ બેઠકનું રેકોર્ડિંગ સાંભળો:
ઠુમરી ગાયક નરાયણ પ્રભુ
ઠુમરી ગાયિકા શ્રીમતી રાજશ્રી ઘોષ, રાગ મિશ્ર ગારા
એક કોન્સર્ટમાં આશા ભોંસલે
હવે સાંભળીયે એક સંગીત પ્રતિયોગ્યતામાં નવી ગાયિકા નેહા ખાણકરીયલ ને:
એવી જ પ્રતિયોગ્યતામાં સોમા ભટ્ટાચાર્યની નૌશાદ સાહેબની હાજરીમાં પ્રસ્તુતિ:
સરીતા રહેમાન
સંજીવની ભીલાન્દે
મંજુશ્રી દાસ
ડો. વી એસ ગોપાલક્રિષ્ણન
રાજેન્દ્રા ચતુર્વેદીનું સુંદર નૃત્ય નિર્દેશન
મીનાક્ષી રાય
સૌમ્યા રેંગે
ઉર્મિલા વર્મા
કૃષ્ણ ઉત્સવમાં ઐશ્વર્યા મજમુદાર
મોસ્કોમાં તરંગ ગ્રુપની સુંદર પ્રસ્તુતિ
લીપિકા દાસ
કિરણ કિરણ નૃત્ય મંડળ
https://youtu.be/V7nAKlGC8Zo
ગાયિકા તાહીમા ચેટરજી અને નૃત્યાંગના શુભાંગના
કથકલી સ્કૂલની પ્રસ્તુતિ
ડી એસ ડાન્સ ગ્રુપ
મોહે પનઘટ પે નંદલાલ
વાદ્યરચના સિતાર અને સંતૂર
યાદ કરીયે તો એ મહાન સઁગીતકાર પદ્મ ભુષણ શ્રી નૌશાદ અલીની સંગીત રચનાઓ ઘણી જ લોકપ્રિય રહી છે, શુભ પ્રસંગે વરઘોડા વખતે બેન્ડવાજા બજાવતા કલાકારો માટે તો ખાસ કહી શકાય.
મોહે પનઘટ પે નંદલાલ આવી મંડળીઓ પાસે થી સાંભળીયે, અહીં તેઓ ક્લેરીયોનેટ, ટ્રમ્પેટ એન્ડ સેક્ષોફોન નો બખૂબી ઉપીયોગ પોતાના સંગીત માં કર્યો છે: અહીં બધા કલાકારો જાતમહેનતે સંગીત શીખેલા છે, નોંધ કરવા જેવી વાત એ છે કે કોઈ બજાવનારો કલાકાર ક્યાંય બેસુરો નથી થતો, (જોકે થતો હોય તો એટલા ઘોંઘાટમાં ખ્યાલ કોને આવે.)
રાજ બેન્ડની સુંદર પ્રસ્તુયી
વિશાલ બેન્ડ
સિદ્દીક બેન્ડ, રાયપુર
વિખ્યાત સંગીતકાર અને કથ્થક ગુરુ શ્રી લચ્છુ મહારાજ બહુ એક સરળ વ્યાખ્યા કહી છે કે “જે નૃત્ય દ્વારા કથા કહેવામાં આવે તેને કથ્થક કહેછે”, અને સાથે ઠુમરી ગાન નો સંગાથ – તેમના નૃત્ય નિર્દેશનમાં જુવો મધુબાલા ને ફિલ્મ મુગલ-એ-આઝમ, ફિલ્મમાં ગીતકાર શકીલ બદાયુનીને નામે આ ગીત હતું।
શ્રી નૌશાદ અલીની આ પ્રિય ઠુમરી ને એ મોગલોના ઝમનાનાં ગુણગાન ગાતિ ફિલ્મ માં શામેલ કરવા માટે મહારાણી જોધાબાઈ જે એક રાજપૂતાણી હતાં, તેમનાં પાત્રનો બખૂબી ઉપયોગ દિર્ગદર્શકે કર્યો, આખો જન્માષ્ટમી ઉત્સવનો પ્રસંગ ફિલ્મમાં જોડવામાં આવ્યો:
પનઘટપે નંદલાલ – ફિલ્મ મુઘ઼લ-એ-આઝમઃ
મુંબઈ થીએટર ગ્રુપ ના જાણીતા દિર્ગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા ફિલ્મ “મુગલ-એ-આઝમ”
પર આધારિત “Mughal-E-Azam, The Musical” સ્ટેજ પાર હાલ માં ભજવાઈ રહ્યું છે.
સેટ, પોશાક, નૃત્ય, સંગીત વગેરે પાછળ ઘણી મહેનત કરી આ નાટક મંચસ્થ થાય છે, સઁગીતમય નાટિકામાં કલાકારો ખુદ પોતે ગાય છે, આવો નાટ્ય પ્રયોગ ભારતીય મંચ પર ભાગ્યે જ જોવા મળે. અહીં પ્રસ્તુત છે તેનો અંશ:
આપણા દેશમાં સીનેમા ફક્ત લોકો નાં મનોરંજન માટે જ બનાવવામાં આવે છે, શરૂઆતમાં જ ટાઇટલ આવે કે આ ફિલ્મ કેવળ મનોરંજન માટે કાલ્પનિક વાર્તા ઉપરથી બનાવવામાં આવી છે – ઇતિહાસ સાથે કોઈ સબંધ નથી. બધું બરાબર માન્યું પણ ફિલ્મ શરુ થતા દેખાડેલો ભારતનો નકશો ફિલ્મ ના અંતમાં બદલાય જાય તે કેવું????
મોગલ-એ-આઝમ નું પહેલું દ્રશ્ય:
અને છેલ્લું:
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
અદ્વિતિય સંગ્રહ નીતિનભાઇ!
Dear Sir,
Thank you for your kind response.
My regards,
સુંદર સંકલન
I liked dance by Chaturvedi, performance was very close to Kathak. Spainish Flamingo dance is Kathak, the beginning starts with classical alap and major steps are also similar. On channel 11 PBS they had a TV presentation of similarity.
Shri Nitinbhai,
Very very nice work.
keep it up.
Thanks,
Very nice, Enjoyed it…Proud to be Gujarati..Mahendra
અદભૂત, મઝા આવી..
Wonderful collection. My favorite song.
Enjoyed. Thank you Nitinbhai.