





– ઉત્પલ વૈશ્નવ
સંજોગો ગમે એટલા પ્રતિકુળ હોય તો પણ સકારાત્મક બની રહેવું કોને ન ગમે?
“સૂર્ય તરફ મોઢું કરીને ઊભા રહેવાથી..પડછાયો હંમેશ આપણી પાછળ પડશે.”
– વૉલ્ટ વ્હીટમેન
હું મહદ અંશે સકારાત્મક વ્યક્તિ છું. આજે હું જે કંઈ છું તેમાં આ સકારાત્મકતાનું યોગદાન ઘણું મોટું છે.
જો મારામાં સકારાત્મક પણે વિચારવાનો દૃષ્ટિકોણ ન હોત તો મારાં નાનાં ગામને મેં છોડ્યું ન હોત, કે ન તો મેં SelfHelpZen, ScrumZen, PMCraftની રચના કરી હોત, ન તો પુસ્તક લખ્યું હોત, કે ન તો વેબ ગુર્જરી પર આપ સૌની સમક્ષ હોત. ૨૦૧૨માં મેં ૧૫ કિલો વજન ન પણ ન ઉતાર્યું હોત કે ન તો છ આંકડાના પગારની કોર્પોરેટ નોકરી છોડી મારા પોતાના પગ ઉપર મારી કંપની શરૂ કરી હોત.
સકારાત્મક વિચારસરણીએ મારાં જીવનને બદલી કાઢ્યું છે – હા, બિલકુલ સાચું વિચાર્યું તમે – ખૂબ સકારાત્મક પરિણામો સાથે.
પણ થોડાં વર્ષો પહેલાં મારો વૈચારિક અભિગમ સકારાત્મક હતો નહીં.
હું એક સામાન્ય, નિરાશાવાદી હતો જે લગભગ હંમેશાં ખાલીખમ અને દુઃખી જીંદગી જીવી રહ્યો હતો. કંઈ ન થવાનાં હજારો કારણો અને તેમનાં હજારો અર્થઘટનોમાં હું ખૂપેલો રહેતો હતો.
એક દિવસે, એ બધું, સારા અર્થમાં, બદલી ગયું. હું જે હતો તેના સ્વીકાર અંગે મેં ગેરવ્યાજબીપણું સેવવા માંડ્યું અને હવે હું વર્તમાનમાં રહેવા લાગ્યો.મારાં નિરાશાવાદી હોવા અંગેની રસપ્રદ નિશાની એ હતી કે મારાં સકારાત્મક ન હોવાને કારણે સકારાત્મક થવા માટેની મારામાં જબરદસ્ત ભૂખ પ્રજ્વળી ઊઠી હતી.
સકારાત્મકતાવાળી વિચારસરણી ખીલવવા માટે જે ૨૦ માનસીક વલણોમેં અપનાવ્યાં, જેને કારણે મારૂં જીવન સકારાત્મક અર્થમાં બદલી ગયું, તે આપ સૌની સાથે વહેંચવા માગું છું
૧. તમારા અંદરના અવાજને ઓળખો.
૨. નકારાત્મક વિચારો છોડી દો.
3. સકારાત્મક વિચારસરણી જ આગળ વધવાનો એક માત્ર માર્ગ છે તેમ માનવા લાગો.
૪. અભાવની વિચારસરણીએ કોઈનું ભલું નથી કર્યું. વિપુલતાની વિચારસરણી કેળવો.
૫. તમને જે મળ્યું છે તે માટે હંમેશાં કૃતઘ્ન બની રહો.
૬. જાણી લો કે તમે જેવાં છો એવાંને પણ પ્રેમ કરનાર કોઈ વ્યક્તિ છે તો દુનિયાની સૌથી વધારે સમૃધ્ધ વ્યક્તિ પણ તમારા સિવાય કોઈ ન નથી.
૭. બીજાંની સાથે પોતાની સરખામણી કરવાનું બંધ કરી દો.
૮. સફળતાઓની ગાથાઓમાંથી પ્રેરણા મેળવો.
૯. તમારી સાથે જે કંઈ અવળું બને તેને છૂપો આશીર્વાદ માનો.
૧૦. જે સિક્કાની એક બાજૂ સફળતા છે એવી બીજી બાજૂ તરીકે અસફળતાઓને સ્વીકારો
૧૧. ટીકાને એક વધારાના દૃષ્ટિકોણની નજરે જૂઓ.તેને નમ્રતાપૂર્વક સમજો.
૧૨. ટીકાઓ કે સલાહોમાં નિરાશાના સુરને ધ્યાન પર ન લો.
૧૩. સભાવનાઓ વિષે વિચારતાં રહેતો લોકોનો સંગાથ કરો.
૧૪. જો કંઈ છોડી જ દેવું પડે એમ હોય યો પછી તેમાં ઢીલ ન કરશો.
૧૫. અને જો ચલાવી લેવું પડે તેમ હોય, તો પછી ફરીયાદ ન કરશો.પરિવર્તનના સૂત્રધાર બનો.
૧૬. એકંદરે સકારાત્મક અને ધાર્યું કરી બતાવનાર તરીકેની તમારી છાપ કેળવો.
૧૭. “The Secret” પુસ્તક વાંચો અને તેના સિધ્ધાતોને જીવનમાં અપનાવો.
૧૮. હાસ્ય ને હંમેશાં અવકારો.
૧૯. સદા હસતાં રહો.
૨૦. મળે એટલી તક ઝડપી લેવી એ અભિગમ કેળવો.
આ વિચાર કણિકાઓ વાંચીને મમળાવતાં રહો:
નિર્ણય – પ્રક્રિયા વિષે :
“હું સાચો નિર્ણય લેવામાં નથી માનતો. એક વાર નિર્ણય લઈ લીધા પછી હું તેને સાચો પાડું છું.~ મુહમ્મદ અલી ઝિન્નાહ
કોઈ તમને મરવામાં મદદરૂપ ન થઈ શકે :
“મહેફીલ બોલાવો, અને તમારો દરબાર ભરાઈ જશે
ઝડપ કરો અને દુનિયા ઝડપથી પસાર થઈ જશે
સફળ બનો અને સફળતા વહેંચો, તમને જીવન જીવવામાં મદદરૂપ થશે,
પણ કોઈ તમને મરવામાં મદદરૂપ ન થઈ શકે’
~ એલા વ્હીલર વિલકોક્ષ
જીવનનાં આશ્ચર્યો :
“જીવનમાં એટલાં આશ્ચર્યો ભર્યાં પડ્યાં છે કે એ આશ્ચર્યો બાબતે આશ્ચર્ય ન પામવા ટેવાઈ જવું સારૂં.’ – સુસાન મેડ્ડાઉ, સિન્ડ્રેલાનો ઉંદર
સૌથી વધારે માની ન શકાય એવું સ્થાપત્ય સ્વનું સ્થાપત્ય છે જે હંમેશાં બદલતું રહે છે.
તમે નાનામાં નાનાં જે કોઈ પણ કામમાં, સભાન કે અભાનપણે પણ, પરોવાઓ છો એ, તમારા માટે અને તમારી આજૂબાજૂનાં માટે કંઇક સારૂં બની શકવાની શક્યતા અચૂક ધરાવે છે. સકારાત્મક થવાનું જ પસંદ કરો.
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me
સંપાદકીય નોંધઃ
અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી વિષયના સંદર્ભને રજૂ કરવાના આશયથી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે.
બહુ સરસ લેખ.અભિનંદન.૫ માં એક નાનકડો સુધારો કરશો… કૃતધ્ન એટલે નમક હરામી એટલે અહી કૃતધ્ન નહિ પરંતુ કૃતજ્ઞ આવે અર્થાત આભારી હોવું…….