ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં : ૫૧ : શબ ખ઼ુમાર-એ-શૌક઼-એ-સાક઼ી…

Facebooktwitterredditpinterestlinkedinmail

મિર્ઝા ગ઼ાલિબ

વલીભાઈ મુસા (સંકલનકાર)

 

શબ ખ઼ુમાર-એ-શૌક઼-એ-સાક઼ી રુસ્તખ઼ેજ઼-અંદાજ઼ા થા
તા-મુહીત-એ-બાદા સૂરત ખ઼ાના-એ-ખ઼મ્યાજ઼ા થા

યક ક઼દમ વહશત સે દર્સ-એ-દફ઼્તર-એ-ઇમ્કાઁ ખુલા
જાદા અજજ઼ા-એ-દો-આલમ દશ્ત કા શીરાજ઼ા થા

માના-એ-વહશત-ખ઼િરામી-હા-એ-લૈલા કૌન હૈ
ખ઼ાના-એ-મજનૂન-એ-સહરા-ગર્દ બે-દરવાજ઼ા થા

પૂછ મત રુસ્વાઈ-એ-અંદાજ઼-એ-ઇસ્તિગ઼ના-એ-હુસ્ન
દસ્ત મરહૂન-એ-હિના રુખ઼્સાર રહન-એ-ગ઼ાજ઼ા થા

નાલા-એ-દિલ ને દિએ ઔરાક઼-એ-લખ઼્ત-એ-દિલ બ-બાદ
યાદ-ગાર-એ-નાલા ઇક દીવાન-એ-બે-શીરાજ઼ા થા

                                          * * *

હૂઁ ચરાગ઼ાન-એ-હવસ જૂઁ કાગ઼જ઼-એ-આતિશ-જ઼દા
દાગ઼ ગર્મ-એ-કોશિશ-એ-ઈજાદ-એ-દાગ઼-એ-તાજ઼ા થા

બે-નવાઈ તર સદા-એ-નગ઼્મા-એ-શોહરત ‘અસદ’
બોરિયા યક નીસ્તાઁ-આલમ બુલંદ આવાજ઼ા થા

 

* * *

શબ્દાર્થ :

(પ્રારંભના પાંચ શેરના શબ્દાર્થ આપી શકાશે, પછીના બે શેર મારા સ્રોતના સંકલનમાં મૂળમાં છે જ નહિ; પરંતુ મેં તેમને અન્ય સ્રોતેથી મેળવ્યા છે. ગ઼ાલિબની ગ઼ઝલોના સંપાદનમાં ઘણી જગ્યાએ આમ જોવા મળતું હોય છે. લાંબી ગ઼ઝલને ટૂંકી કરવા ઘણા ગાયકો પણ કેટલાક શેર જતા કરતા હોય છે. અહીં છેલ્લા બે શેરના શબ્દાર્થ ન આપી શકવ બદલ ક્ષમાયાચના.)

શબ= રાત; ખ઼ુમાર-એ-શૌક઼-એ-સાક઼ી= મદિરાલયમાં સાકી (શરાબ પાનાર) ન હોવાથી થતો આવેશ; રુસ્તખ઼ેજ઼-અંદાજ઼ા= કયામતનો નમૂનો; તા-મુહીત-એ-બાદા= મદિરાની પરિઘિ સુધી; સૂરત ખ઼ાના-એ-ખ઼મ્યાજ઼ા= અંગડાઈનું તસ્વીર ઘર; યક ક઼દમ વહશત=દહેશત તરફ્નું એક અથવ પહેલું પગલું; દર્સ-એ-દફ઼્તર-એ-ઇમ્કાઁ= સંભાવના રૂપી પુસ્તકનો પાઠ; જાદા= રસ્તો; અજજ઼ા-એ-દો-આલમ દશ્ત= આલોક અને પરલોકનો અંશ; શીરાજ઼ા= એકત્રપણું, બંધન; માના-એ-વહશત-ખ઼િરામી-હા-એ-લૈલા= લૈલાના માર્ગ ઉપરનો અવરોધ; ખ઼ાના-એ-મજનૂન-એ-સહરા-ગર્દ= જંગલમાં આવારા ઘૂમવાવાળા મજનૂનું ઘર; બે-દરવાજ઼ા= દરવાન વગરનો દરવાજો; રુસ્વાઈ-એ-અંદાજ઼-એ-ઇસ્તિગ઼ના-એ-હુસ્ન= સૌંદર્યની નિસ્પૃહતાની શાનનો તિરસ્કાર; રુખ઼્સાર= ગાલ, કપાળ; રહન-એ-ગ઼ાજ઼ા= પાવડરનો આભારી; નાલા-એ-દિલ= આર્તનાદ; ઔરાક઼-એ-લખ઼્ત-એ-દિલ= દિલના ટુકડાનાં પાનાં; બ-બાદ= હવાને; યાદ-ગાર-એ-નાલા= આર્તનાદની સ્મૃતિ;

દીવાન-એ-બે-શીરાજ઼ા= વિખરાયેલું સંકલન;

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)

* * * * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *