દુનિયા ધુતારી (ગ઼ઝલ)

વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

            (છંદવિધાન : લગાગા લગાગા લગાગા લગાગા)

આ દુનિયા ધુતારી, એ ઠગતી સદાયે
થયું ખિસ્સું ખાલી, ન બાકી જરાયે

હું તપતો રહ્યો છું, દુ:ખોના પ્રતાપે
વિસામા તણું કો, તરુ ના જણાયે

ગયાં સૌ નિકટનાં, કબરની મહીં જ્યાં
ખભો ના મળે કો, રુદન કાજ ક્યાંયે

સખાની જુદાઈ, કઠંતી કલેજે
હું ઝંખું દિલાસો, જો દિલ હળવું થાયે

છે ખારો સમંદર, નજર જ્યાં ફરે ત્યાં
મધુ જળની આશા, ન રાખું કદીયે

ને કંટક નડે છે, કદમ હર કદમ પર
કદમ મુજ શિરે તો, ધરું કેમ હાયે

હું દર્દી થયો છું, મરણ પામવાને
તબીબો જીવાડે, ન જીવવું છતાંયે

ખુદાનો સહારો, ખરી એ જ આશા
ન છો હાથ લાગ્યો, એ શોધ્યો ઘણાંયે

‘વલી’ શું રડે જ્યાં, નડ્યાં વાલાં-દવલાં
જલ્યાં તનનાં કપડાં, કરું શું શિકવાયે

                                                                                   (તા.૧૯૦૯૧૭)

                                                                                       માર્ગદર્શક – સુશ્રી દેવિકા ધ્રુવ

નોંધ :

આ ગ઼ઝલને ફિલ્મી ગીતો ‘આંસુભરી હૈ યે જીવનકી રાહેં’ અને ‘મહોબ્બતકી જૂઠી કહાની પે રોયે’ના રાગમાં ગાવાનો પ્રયત્ન કરી શકાશે.

* * *

સંપર્કસૂત્રો :-

ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com>
મોબાઈલ + 91-93279 55577 (W.app) // + 91-94261 84977
નેટજગતનું સરનામુ :
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

* * *

(‘વલદાનો વાર્તાવૈભવ’થી સુપ્રસિધ્ધ માનનીય શ્રી વલીભાઈ મુસાએ સાહિત્યનાં બીજાં પણ ઘણાં સ્વરૂપો ખેડ્યાં છે. તેમના અર્ધી સદીના સાહિત્યિક જીવન પછી આજે પ્રથમ વાર તેમની ગ઼ઝલ પ્રસ્તુત થઈ રહી છે તે વલીભાઈના ઉત્સાહ, હોંશ અને ધગશનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે. તેના કારણમાં થોડી પૂર્વભૂમિકા આ પ્રમાણે છે કે, આ ગઝલને તેમણે કોઈક ફિલ્મી ગીતના લયને આધાર બનાવીને સર્વપ્રથમ લખી હતી, જે જોગાનુજોગ પ્રથમ નજરે ‘લગાગા’નાં ચાર આવર્તનો સાથે મળતી આવતી હતી. પછી તેમણે પદ્યવિભાગના મારા સંપાદન કાર્યને કારણે મને અભિપ્રાય અર્થે મોકલી આપી હતી. અમારી વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલ્યો અને તેના પરિપાકરૂપે તેમની ગઝલ આખરી આકાર પામી શકી છે. મને પૂરો વિશ્વાસ છે કે, જો તેઓશ્રી આ રીતે ગઝલની સાધના ચાલુ રાખશે તો તેમને એમાં જ્વલંત સફળતા મળશે જ. મારી સંપાદકીય નોંધ સાથે ‘વેગુ’ ઉપર તેમનું આ પ્રથમ સાહસ પ્રસિદ્ધ થાય તો તેમને ‘વેગુ’ના વિદ્વાન વાચકો તરફથી ચાલક/પ્રેરક બળ (Motivation) મળી રહે તેવી તેમની દિલી વિનંતી મુજબ તેમની ગઝલને અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “દુનિયા ધુતારી (ગ઼ઝલ)

  1. November 11, 2017 at 3:03 am

    માશાલ્લા. બહોત ખુબ. આપ લિખતે રહીયે.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.