ફિલ્મીગીતોમાં अकेला

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

अकेला એટલે એકલો – અસહાય. આપણી ફિલ્મોમાં પણ આવી એક પરિસ્થિતિ હોય છે ત્યારે કેટલીક વખત ગીત નીકળી આવે છે – ક્યારેક દુ:ખનું ક્યારેક ફિલસૂફીભર્યું તો ક્યારેક રંગીલું.

એક દુ:ખભર્યું ગીત છે ૧૯૫૪ની ફિલ્મ ‘દોસ્ત’નું.

आये भी अकेला जाए भी अकेला
दो दिन की ज़िंदगी है दो दिन का मेला

પાર્શ્વભૂમિમાં આ ગીત ગાય છે તલત મહેમુદ જેના શબ્દો છે વર્મા મલિકના અને સંગીત છે હંસરાજ બેહલનું

૧૯૫૭ની ફિલ્મ ‘નૌ દો ગ્યારહ’માં એક મસ્તીભર્યું ગીત છે

એક બાજુ દેવઆનંદ પોતાની મજબૂરી વર્ણવે છે અને કલ્પના કાર્તિકને કહે છે

ओ आजा पंछी अकेला है

તો સામે કલ્પના કાર્તિકનો જવાબ મળે છે

ओ सो जा निंदिया की बेला है

ગીતના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત છે સચિન દેવ બર્મનનું. કંઠ મળ્યો છે આશા ભોસલે અને રફીસાહેબનો.

ફિલસૂફી દર્શાવતું એક ગીત છે ૧૯૬૨ની ફિલ્મ ‘બાત એક રાત કી’નું.

अकेला हु मै इस दुनिया में
कोई साथी है तो मेरा साया

દેવઆનંદ એટલી હદે એકલતા અનુભવે છે કે તે કહી ઊઠે છે કે પડછાયા સિવાય હવે તેનો કોઈ સાથી નથી.

મજરૂહ સુલતાનપુરીનાં શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે રફીસાહેબનો.

એક રોમાંટિક ગીત જોઈએ. શર્મિલા ટાગોરનો પીછો કરી રહેલ શમ્મીકપૂર કહે છે:

अकेले अकेले कहा जा रहे हो
हमें साथ ले लो जहाँ जा रहे हो

૧૯૬૭ની ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પારીસ’ના આ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત છે શંકર જયકિસનનું. ગાનાર કલાકાર રફીસાહેબ.

૧૯૬૭ની એક અન્ય ફિલ્મ ‘જાલ’માં માલા સિંહાને ઉદ્દેશીને બિસ્વજીત કહે છે:

अकेला हूँ मै हमसफ़र ढूंढता हूँ

ગીતના શબ્દો રાજા મહેંદી અલી ખાનના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર રફીસાહેબનો.

તે જ રીતે પ્રેયસીનાં વિરહમાં ગવાયેલું ગીત છે ૧૯૬૭ની જ ફિલ્મ ‘રાઝ’નું.

अकेले है चले आओ जहाँ हो
कहाँ आवाज़ दु तुम को कहाँ हो

રાજેશ ખન્ના પર આ ગીત રચાયું છે જેને કંઠ મળ્યો છે રફીસાહેબનો. ગીતના શબ્દો છે શમીમ જયપુરીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું.

આ જ ગીત બીજીવાર બબીતા પર ફિલ્માવાયું છે જેને સ્વર મળ્યો છે લતાજીનો. આ ગીતના અન્ય શબ્દોમાં ફેરફાર છે.

૧૯૬૯ની ફિલ્મ ‘સંબંધ’નું આ ગીત જુદા પ્રકારનું છે. ફિલસૂફીભર્યા શબ્દો છે કવિ પ્રદીપના જેને સ્વરબદ્ધ કર્યા છે ઓ.પી.નય્યરે.

चल अकेला चल अकेला चल अकेला
तेरा मेला पीछे छूटा राही चल अकेला

સુમાંશુર ધૂનવાળું આ ગીત આમ તો દેવ મુખરજી પર દર્શાવાયું છે પણ તે શરૂઆતમાં ફિલ્મના ટાઈટલની સાથે પાર્શ્વભૂમિમાં ફિલ્માયું છે. ગીતને સ્વર આપ્યો છે મુકેશે.

આ ગીત આપણને રવીન્દ્રનાથ ટાગોરના પ્રસિદ્ધ ગીત ‘એકલા ચલો રે’ નું ગુજરાતીમાં રચાયેલ ગીત ‘એકલો જાને રે’ની યાદ અપાવે છે. મૂળ બંગાળી ગીતનો ગુજરાતી અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો છે

મૂળ બંગાળીમાં: કિશોરકુમારના સ્વરમાં

એક દર્દભર્યું ગીત છે ૧૯૭૭ની ફિલ્મ ‘ઘરોંદા’નું જેમાં નાસીપાસ અમોલ પાલેકર પોતાના એક્લાપનને આમાં વાચા આપે છે.

एक अकेला इस शहर मे, रात में और दोपहर में
आबुदाना ढूंढता है, आशियाना ढूंढता है

અત્યંત મંદ સ્વરમાં આ ગીત ગાયું છે ભુપીન્દરે જેના સંગીતકાર છે જયદેવ અને ગીતકાર ગુલઝાર.

એકલાપણું હોવા છતાં તેમાં આનંદ લેવાની વાત કરે છે દેવઆનંદ ૧૯૮૦ની ફિલ્મ ‘મનપસંદ’માં.

मै अकेला अपनी धुन में मगन
झिन्दगी का मझा लिए जा रहा हु

અમિત ખન્નાના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રાજેશ રોશને અને સ્વર છે કિશોરકુમારનો.

अकेलाના જુદા જ અર્થમાં ૧૯૮૦મા આવેલી ફિલ્મ ‘કુરબાની’માં એક રંગીલું ગીત છે:

लैला मै लैला ऐसी हूँ लैला
हर कोई चाहे मुझको मिलना अकेला

અમજદખાન, ફિરોઝખાન અને ઝીનત અમાન ઉપર આ ગીત રચાયું છે. ગીતકાર ઇન્દીવર અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. ગાનાર કલાકારો કાંચન અને અમિતકુમાર.

બાઝીગરના પ્રેમમાં ડૂબેલી કાજોલ ગાય છે :

ओ मेरा दिल था अकेला
तूने खोला ऐसे खोला
तेरी याद में जागु रात भर

૧૯૯૩ની ફિલ્મ ‘બાઝીગર.ના આ ગીતના શબ્દો છે નવાબ આરઝૂના અને સંગીત અનુ મલિકનું. ગીતને ગાયું છે અલકા યાજ્ઞિકે અને કુમાર સાનુએ.

એકબીજાની યાદમાં એકલા થવાથી દિલની શું હાલત થાય છે તેવું ગીત છે ૨૦૦૦ની ફિલ્મ ‘મેલા’માં:

दिल मेरा अकेला है ख्वाबो का मेला हम हो गए गुम
धड़कन में तुम साँसों में तुम नींदों में तुम यादो में तुम

આમીરખાન અને ટ્વીન્કલ ખન્ના પર રચાયેલ ગીતના ગાયક છે અલકા યાજ્ઞિક અને કુમાર સાનુ. સમીરના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રાજેશ રોશન અને અનુ મલિકે.

આમ જુદા જુદા રંગોમાં એકલતાને વર્ણવતા થોડા ગીતો આપ્યા છે જે વાચક માટે રસપ્રદ થઇ પડશે એમ માનું છું.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “ફિલ્મીગીતોમાં अकेला

 1. November 11, 2017 at 3:07 am

  આ સદા બહાર ગીતો ‘એકલા’ જ સાંભળવા જોઈએ !
  ——
  एक और …
  अकेली मत जइयो राधे जमुना के तीर
  ओ जी ओ
  तू गंगा की मौज मैं जमुना का धारा
  हो रहेगा मिलन, ये हमारा
  हो हमारा तुम्हारा रहेगा मिलन
  ये हमारा तुम्हारा

  http://www.lyricsindia.net/songs/1823

  • November 17, 2017 at 2:29 pm

   માનું છું કે તમે તે ‘એકલા’ જ માણ્યું હશે. બીજું બાવ્રાનું ગીત હંમેશાં ‘તું ગંગા કી મોજ…..’થી જાણ્યું હતું એટલે તે ચૂકી ગયો. ધ્યાન બદલ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *