હૈ સબ સે મધુર વો ગીત : ભગવાન થાવરાણી :: સંકલિત સંસ્કરણનાં પ્રકાશનની ભૂમિકા

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

આપણા દેશની ફિલ્મોમાં ગીતોનું અજોડ સ્થાન રહ્યું છે. મોટા ભાગની ફિલ્મો આપણા સ્મૃતિપટ પર અંકિત થઈ જવાનું કારણ પણ ગીતો જ હોય છે. સિનેમાને ગીત-સંગીત અને નૃત્ય વિદ્યાઓ જૂની રંગભૂમિ તરફથી વારસામાં મળી. પશ્ચિમી ફિલ્મ સર્જન પદ્ધતિથી પ્રભાવિત ચોખલિયા વિદ્વાનો કદાચ આ પસંદ ન કરતા હોય તો પણ સાચી વાત એ છે કે ભારતીય ફિલ્મોનું દુનિયામાં આ વિધાઓને કારણે જ અલગ પહેચાન બની છે.

આમ તો સિનેમા મનોરંજનનું માધ્યમ છે, પરંતુ ઉત્તમ સાહિત્યકૃતિઓના આધારે બનેલી ફિલ્મો પણ સાહિત્યની તોલે આવી ગઈ. ગીત-સંગીત કલા પણ વખત સાથે સમૃદ્ધ થતી ગઈ અને તેમાં સામાજિક સરોકારવાળા દિગ્દર્શકો, લેખકો, કવિઓ પણ જોડાયા. આઝાદી માટેનો સંગ્રામ, નવા ભારતનું નિર્માણ માટે તેમ જ દારુણ ગરીબાઈ અને બીજી સામાજિક વિષમતાઓ જેવા વિષયો ફિલ્મોના આધાર બન્યા. ગીતો પણ એવાં જ રચાવા લાગ્યાં.

આઝાદી પહેલાં પ્રગતિશીલ સ્વાતંત્ર્યપ્રેમી કવિઓ, લેખકો, અભિનેતાઓ અને નાટ્યકારો એકઠા થયા અને એમણે ‘ઇંડિયન પીપલ્સ થિએટર ઍસોસિએશન’ (IPTA)ની સ્થાપના કરી. એમાંથી સાહિર લુધયાનવી, મજરૂહ સુલતાનપુરી અને શૈલેન્દ્ર ઇપ્ટામાંથી જ ફિલ્મી દુનિયામાં આવ્યા. ત્રણેય બહુ જ ઉચ્ચ કક્ષાના કવિઓ, પરંતુ શૈલેન્દ્રે જનજીવનમાંથી અને લોકભાષાઓમાંથી પણ પ્રતીકો અને કલ્પનો લેવાનો પ્રયાસ કર્યો અને એ રીતે એ લોકોની વધારે નજીક આવ્યા.

એક બાજુથી આર્થિક વ્યવસ્થા દ્વારા થતું કઠોર શોષણ, બીજી બાજુથી વ્યક્તિગત ભાવનાઓનું નિષ્ઠુર દમન. મજબૂર સંવેદનો અને છટપટાતી માનવતા. શૈલેન્દ્ર અંગત જીવનમાં પણ આ બધું અનુભવતા હતા. પરંતુ એમની અંદરનો કવિ વ્યક્તિગત સમસ્યાઓના મૂળ સુધી પહોંચીને સામાજિક દર્શન રૂપે, પરિસ્થિતિજન્ય અજંપાના ભાવ તરીકે પ્રગટ થાય છે, તો ક્યારેક બધું મૂકીને ‘પેલે પાર’ જવાની આધ્યાત્મિકતામાં પણ સરકી પડે છે.

ફિલ્મ ક્ષેત્રની અપાર ક્ષમતાઓને ગંભીરતાથી લઈને એનો આસ્વાદ માણનારા વર્ગમાં ભગવાન થાવરાણીનો સમાવેશ થાય છે. એમનાથી વેબગુર્જરીના વાચકો અજાણ્યા નથી. એમની એક શ્રેણી હૈ સબ સે મધુર વો ગીત.” વેબગુર્જરી પર પ્રકાશિત થઈ ચૂકી છે. આ શ્રેણીમાં એમણે શૈલેન્દ્રનાં ગીતોનો આસ્વાદ કરાવ્યો હતો. ફિલ્મની દુનિયાનાં આ ખૂબ જ ઝળહળતાં રત્નો છે – મધુર, તેમ છતાં પૂર્ણતઃ કાવ્યમય.

જબ કભી ખુદ પે તરસ ખાઓ તો ઘર જાના

ગર્દિશે વક્ત સે ઘબરાઓ તો ઘર જાના

જ્યારે પણ તનમન થકી ગયાં હોય ત્યારે આ ઈ-બુક ખોલીને ભગવાનભાઈની પ્રસ્તુતિ અને તે સાથે શૈલેન્દ્રની રચનાઓના સંગીતબદ્ધ રૂપોમાં સધિયારો શોધશો તો ઘરે પાછા આવ્યાનો અહેસાસ થયા વિના નહીં રહે.

 

0-0-0

 

 
હૈ સબ સે મધુર વો ગીત

 

 

પાદ નોંધઃ

‘હૈ સબ સે મધુર વો ગીત’ના મણકાઓમાં જે ગીતોનો આસ્વાદ વણી લેવાયો છે તે ગીતો એક જ જગ્યાએથી સાંભળવા માટે પ્લેલિસ્ટની આ લિંક પર ક્લિક કરો.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

7 comments for “હૈ સબ સે મધુર વો ગીત : ભગવાન થાવરાણી :: સંકલિત સંસ્કરણનાં પ્રકાશનની ભૂમિકા

 1. November 1, 2017 at 8:15 am

  થાવરાણી સાહેબ જેવા ગુણીજન ખરેખર સાહિત્ય ની ધરોહર છે…જે આપણને આંગળી પકડી ને ,ખભે હાથ મૂકી ને બતાવે છે કે જુવો મોતી અહીઁ વેરાયેલા છે બટોર લ્યો…..
  ધન્યવાદ….આભારી છીએ…..તમારા…
  આભાર વેબ ગુર્જરી….આવા ગુણીજનો ને પ્રકાશ મા લાવી અમારા સુધી પહોંચાડવા બદલ…

 2. mahesh joshi
  November 1, 2017 at 9:30 am

  Highly appreciate the efforts put in by Webgurjari to compile the valuable articles of -Hai subse madhur who geet – by Sri Thavraniji in e-book form to be enjoyed by music lovers of golden era.

 3. November 1, 2017 at 1:59 pm

  આપણી સાઈટના મથાળાં પાસે જે ટેબ્સ છે તેમાં એક ટેબ “ઈપુસ્તકો’નો છે. “હૈ સબસે મધુર વો ગીત’ હવે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકાશે.

 4. vijay joshi
  November 9, 2017 at 8:40 pm

  Thank you, Thavraniji for the incomparable compilation and for Dipakbhai for highlighting it.

 5. vijay joshi
  November 9, 2017 at 8:51 pm

  I could not resist the urge and temptation to comment on the poor cinematic quality of some of the poorly depicted scenes. What a waste of Shailendra’s heart piercing lyrics and wonderful tunes!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *