





– દેવિકા ધ્રુવ
કહું છું આજ મનની વાત, ક્યારે તમને જોયા છે.
ફરે છે રંગ કુદરતના, મેં ત્યારે તમને જોયા છે.
ઢળી’તી આંખ જોઈને ખરેલાં પાન વૃક્ષોનાં,
પરોઢે ફૂટતી કૂંપળની કોરે તમને જોયા છે.
સજાવે લોક મંદિરો ભરી, સોના-રૂપા થાળે,
મેં ભૂખ્યાં બાળનાં લોચનની ધારે તમને જોયા છે.
સુંવાળી સુખની શય્યા કરી પૂજાવ છો ખોટા,
ખરેખર તો ખરા ભક્તોની વ્હારે તમને જોયા છે.
હવે લાગે છે કે, અવતાર લેવા બંધ કીધા છે.
નહિતર કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”!
* * *
સંપર્ક સૂત્રો :
શબ્દોને પાલવડે (બ્લોગ) – http://devikadhruva.wordpress. com
ઈ મેઈલ : Devika Dhruva <ddhruva1948@yahoo.com>
– હરીન્દ્ર દવે યાદ આવી ગયા…….પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા.
વાહ! બહુ સરસ રચના.
સરયૂ