કાચની કીકીમાંથી :: ૨૨ :: કામ અને આરામ

Facebooktwitterredditpinterestlinkedinmail

ઈશાન કોઠારી

આ વખતની તસવીરકથામાં વિવિધ મુદ્રામાં નિરાંતે બેઠા હોય તેમજ વિવિધ પ્રવૃત્તિમાં રત હોય એવા માણસોને કેન્દ્રમાં રાખ્યા છે. દેખીતી રીતે વિરોધાભાસી જણાતાં આ કાર્યોમાં સામાન્ય હોય તો જે તે માણસોનું પોતાના કામમાં લીન હોવું- ચાહે તે કામ હોય કે આરામ.

· * * *

આ ફોટો દ્વારકામાં પાડ્યો હતો. દરિયાકાંઠે એક પાળી પર આ ચાર વડીલો નિરાંતે બેઠા હતા. તેમને ફોકસ કરતો હતો એ જ વખતે એમાંના એક ઊભા થયા અને જવા નીકળ્યા. એવું લાગ્યું કે જાણે આ ત્રણ કાકા પેલા ચોથા કાકાના જવાથી નિરાશ થયા હોય. ખરેખર આમ હતું નહીં, પણ ફોટો એ રીતે કમ્પોઝ થયો છે કે એવું લાગે.

****

આ ફોટો પણ દ્વારકામાં પાડ્યો હતો. આ ભાઈ માછીમાર છે એ ફોટા પરથી ખબર પડી જાય. આ ભાઈનો ફોટો તેમના વ્યવસાયનો ખ્યાલ આવે એ રીતે બૅકગ્રાઉન્ડ સાથે લીધો છે. આ ભાઈ સાથે થોડો સંવાદ કર્યો, વાતો કરતાં તેઓ હસ્યા અને કોઈક વાતે ખૂબ ખુશ થઈ ગયા. એ વખતે તેમનો ફોટો પાડ્યો. આ ફોટામાં તે સ્પષ્ટ દેખાય છે.

****

આ ફોટો અમે અમદાવાદ હેરિટેજ વૉકમાં ગયા હતા ત્યારે લીધો હતો. આ કાકા ઓટલા પર મસ્ત શાંતિથી બેઠા હતા. એવું લાગતું હતું કે કાકા પોતાના કામમાંથી થોડો આરામ લેતા હતા. ખાસ તેમનો પહેરવેશ અને તેમની મુદ્રા જોઈને તેમનો ફોટો પાડવાનું મન થયું.

****

આ ફોટો ચોમાસા દરમિયાન અમે મકાઈ ખાવા ઊભા રહ્યા તે વખતે લીધો હતો. અહીં જમણી બાજુએ એક શેડ દેખાય છે, જેના છાપરે કાચા મકાઈ મૂકેલા છે. તેમજ બીજો શેડ પણ છે જે દેખાતો નથી, પણ બહેનની પાછળ તેનો એક પાયો જોઈને તેનો ખ્યાલ આવે છે.

****

આ કાકા વર્ષોથી એક જ વ્યવસાય કરતા હશે અને એ છે સાઇકલ રિપેર કરવાનો. તેમની જૈફ ઉંમર અને અનુભવ દેખાઈ રહ્યાં છે. તેમની આસપાસ વિવિધ સાધનો જોઈ શકાય છે.

****

કોઈ સ્ટુડિયોમાં એક ફ્લોર પર પૌરાણિક ફિલ્મનો સેટ હોય, અને ચાલીને સહેજ આગળ જતાં કોઈ સ્ટન્ટ ફિલ્મનો સેટ આવે અને આખું દ્રશ્ય બદલાઈ જાય એવું જ અહીં છે. ઉપર બતાવેલી સાયકલની દુકાનથી બે-ત્રણ દુકાન છોડીને જ આ ચાવાળા ભાઈની દુકાન છે. અહીં આખેઆખો સેટ સાવ બદલાઈ ગયો છે.

****

દરજીકામ કરતા પોતાના મિત્રની દુકાને કદાચ આ બંને કાકાઓ બેસવા આવ્યા હશે. તેમની સાથે અંદર બેઠેલા દરજી પણ ઘડીક વિરામ લઈ રહ્યા છે.

****

બારડોલી નજીક રોડની બાજુએ આવેલી એક હોટેલમાં આ તરફની ખાસ વાનગી કંદપુરી તળાઈ રહી છે. તેને લાગતો બધો સરંજામ બિછાવીને આ કાકા પોતાના કામમાં મગ્ન છે. તેમણે પલાંઠી પણ ધ્યાનમાં બેઠા હોય એ રીતે વાળેલી છે. ‘કામ એ જ ધ્યાન’ એ તેમનો મુદ્રાલેખ હશે એમ લાગે છે.


ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.

3 comments for “કાચની કીકીમાંથી :: ૨૨ :: કામ અને આરામ

 1. Piyush Pandya
  October 25, 2017 at 8:53 am

  સાયકલ વાળા જૈફનો અને પછી ચા બનાવતા સજ્જનનો, એ બંને ફોટોગ્રાફ્સ અને એને લગતું ટૂંકું વર્ણન આખી પોસ્ટમાં જાન ભરી દે છે. લગે રહો, બહોત મજા આતા હૈ.

 2. samir dholakia
  October 25, 2017 at 2:04 pm

  There is a Chinese proverb that one picture equals thousand words. All pictures are just great and so natural. Thanks

 3. October 26, 2017 at 3:55 am

  દેશ અહીં આવી ગયો હોય એવી લાગણી થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *