





– વલીભાઈ મુસા
પોલિસ મથકે,
હાથનાં આંગળાં પરોવી સામસામે, કરી છાજલી આંગળાંની,
ટેકવે ગરદન પછાડે, ખુરશી તણા અગ્ર પાયા ઊંચા કરી,
ખુરશી હિલોળે પાછલા પાયા પરે ને ચિંતન કરે વર્ધી એ ખાખી,
ગઈ રાતની લાખોની મતાની ઘરફોડ ચોરી પરે, ને ત્યાં દોડતો આવે એક કાછિયો! (૧)
‘સાબ, સાબ! રેંકડી લિફ્ટીંગનો કેસ નોંધો!
એક મહિલા, ચહેરે પિછાણું, કોણ એ જાણું નહિ,
પણ લઈ ગઈ મુજ નજર સામે ત્રણ ફૂટ લાંબી દૂધી!
કહે, છોકરાં ખાવા ચહે હલવો દૂધી તણો, પૈસા નહિ દઉં,
થાય તે કરી લેજે, તું દીસે અહીંયાં નવો, તને ક્યાંથી ખબર કે હું કોણ છું!’ (૨)
‘સાહેબ, હું ગરીબ માણસ!
કોથમીરનાં બે તગાં કે એકાદ લીલું મરચું, મફત દેવાના દિ’ ગયા,
અને આમ સો દોઢસોની દૂધી મફત ઊપડે મુજ નજર સમક્ષ,
હાઉ કેન આઈ બેઅર સચ અ ગ્રેઈટ ડિરેક્ટ લોસ, સર?’ ચમકે વર્ધી, સુણી અંગ્રેજી ફટાફટ!
‘આઈ એમ જોબલેસ એમ.કો.મ., એમ.બી.એ., સર!’ પૂછતાં એ વદે ઝટપટ! (૩)
‘કેસ નોંધવાના બદલે ચૂકવી દઉં રોકડા તો!’
’શીદ ને, સર, આપે દંડ ભરવો? શું ઓળખો છો, એ ભાયડા છાપ ટપોરી બાઈને?’
‘એ મત પૂછ. તું કહે તો કેસ ઠોકી દઈએ એ શરતે કે કેસ પાછો નહિ ખેંચવા દઉં, હા!’
‘કંઈક ભેદી વાત લાગે છે, સર! જાણ્યા વગર હું હા-ના કશું ન કહું!’
’તો સાંભળ, શી ઈઝ માય વર્સ હાફ એન્ડ આઈ વુડ મેક માય ડાયવોર્સ કેસ સ્ટ્રોન્ગ!’ (૪)
‘ઓ માય ગોડ! પણ, સર હું એવી હાય નહિ લઉં!
બટ, મે આઈ હેલ્પ યુ, સર? એ બાઈએ ‘છોકરાં માટે હલવો’ એમ કહેલું!
અને આમ બે અથવા બેથી વધારે છોકરાં તો હશે જ, અને તો પછી એમના ભાવીનું શું?
મારું એમ.બી.એ.નું ભણતર કામે લગાડું કાઉન્સેલીંગ થકી અને પ્રયત્ન કરી જોઉં,
ભંગ થતા કુટુંબને બચાવવા, ધંધાકીય સીક યુનિટ સરવાઈવ થાય, તો આ કેમ નહિ!’ (૫)
અને એ કાછિયાએ તો કરી કમાલ!
પેલી બાઈને એવી કટ ટુ સાઈઝ કરી દીધી કે કુટુંબ કટ થાતું બચી ગયું!
માત્ર એટલું જ નહિ, ખાખી વર્ધીની સાન આવી ઠેકાણે, બેકાર ડબલ પી.જી.ને જોઈને!
આમ પોતે પણ ભ્રષ્ટાચાર ન આચરવાનું પણ લઈ બનાવી દીધો એને ધર્મનો સાળો
અને છોકરાં કાછિયાને ‘ડબલ મધર, ડબલ મધર!’ કહી વળગી પડતાં ઉમંગે જ્યારે મળે! (૬)
# # #
નોંધ :-
[‘તો સાંભળ, શી ઈઝ માય વર્સ હાફ એન્ડ ……..!’
સમજૂતિ: અંગ્રેજીમાં પત્ની માટે better half શબ્દ છે. તેનો વિરોધી શબ્દ અહીં હાસ્ય નિષ્પન્ન કરવા અર્થે Worse half મૂકવામાં આવ્યો છે! (good–better–best; bad-worse-worst)]
– વલીભાઈ મુસા
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો
વાહ! તમારી કલ્પનાને સો સલામ. આવા વચાર યોંથી સૂઝે સે ? ચેટલી બદામ આરોગો છો? હારે અખરોટ બી લેતા લાગો છો ! પણ એમ.કોમ. કાછિયો તો એવ્વ્વો ન્ર એવ્વો લુખ્ખો જ ર્યો’ને?
———
જોક્સ એપાર્ટ….
બહુ જ સરસ કાઉન્સિલિંગ કથા.
એન્જોયો…
https://dhavalrajgeera.wordpress.com/2017/10/11/mcom/
Will anybody explain what ‘ડબલ મધર, ડબલ મધર!’ is? If my question is answered, I’ll be very glad; otherwise I’ll have to explain.
PL.EXPLAIN .WHAT IS MEANING OF DOUBLE MOTHER DOUBLE MOTHER. ,anil1082003@yahoo.com
Double Mother = Mother Mother = મામા !!!
બહુ જ , અત્યંત, અતિ સરસ , સુંદર અને સુમધુર !!!
વલીદા
તમે સવાલ પુછ્યો પણ અમને ના આવડ્યો. જવાબ વાંચી કાન પટ્ટી પકડી લીધી.
આવા બીજા શબ્દો ગોતવાનું અભિયાન શરૂ કરીશું ? !
મારાં બાના સગ્ગા મામાના દીકરા ભાઈ કે જે મને મામા જ થાય. એ મળે ત્યારે તેમને એક વખત ‘મે’ અને ત્રણ વખત ‘મા’ એમ કહીને તેમની મજાક કરતો. આનું રહસ્ય ઉધાર નહિ રાખું, તેમનું નામ ‘મેમદજી’ હતું, પણ ટૂંકમાં તેમને ‘મેમા’ તરીકે બોલાવાતા હતા. આમ ‘મેમા મામા’માં એક વખત ‘મે’ અને ત્રણ વખત ‘મા’ જ આવે ને !!!