





–કૃષ્ણ દવે
થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો?
થોડો બાવળને આવ્યો કંટાળો.
સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો.
થોડો બાવળને આવ્યો કંટાળો.
ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો.
થોડો બાવળને આવ્યો કંટાળો.
ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને? બાવળ કહે કે ભાઈ ઑ.કે.
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો.
થોડો બાવળને આવ્યો કંટાળો.
* * *
સંપર્ક સૂત્રો :
કૃષ્ણ દવે :મોબાઈલ – + ૯૧ ૯૪૨૬૫ ૬૩૩૮૮
ઈ મેઈલ – Krushna Dave < kavikrushnadave@gmail.com > , < krushnadave@yahoo.co.in >
સહયોગ : http://mavajibhai.com (બ્લોગ) ઈમેઈલ – mavjibhai@gmail.com
વાહ! શું કલ્પના છે !
————–
તંતરીઓ જોગ…
સુઘરીના માળાની વાત માળી ભાયા, આ જણને છે ભાવી તો ખુબ
એક વાત કહી દંઉં ? લો કીધી આ વાત, જરા સાંભળજો ખોલીને કાન
ચિતરામણ શીદને ના ચીતરતા આપ સૌ, રૂડા એ માળાની ભાત?
ચઢી બોતેરના આ બાવળને રીસ !
सुगरी क्यां बावननी छे छगन (सुजान )भाया) ?! ई तो हजी पैणीय नहीं होय ! कुदरती कैं छळ जेवी चळ उपदेश अचानक तो शुं करे? व्यवस्था-आयोजन तो करवुं पड़े के नैं?
કૃષ્ણભાઈને જ આવી અનોખી કવિતા ઉગે.
સરયૂ પરીખ
This is the way to build “Home”. Imagination is wonderful. Loved it.
Environmentaly, this is true narration and imagination by poet