માતાજીનો ગરબો

માત અંબે ભવાની નવરાત લાવી

આજ ગરબે ઘૂમવાની નવરાત આવી.

લોક  સોળે સજે શણગાર, ભવાની નવરાત લાવીજીરે જીરે ઝુમવાની નવરાત આવી..

 

માત ગબ્બરના ગોખેથી રુમઝુમ આવે,

એ તો સિંહ પર સ્વાર થઈ રમઝટ  લાવે

લઈ શેરીના ગરબાનો તાલ, ભવાની નવરાત લાવીખમ્મા ખમ્મા ભવાની નવરાત આવી..

 

માએ નવ નવ રાતે કંકણ પહેર્યાં,

બાંયે બાજુબંધ બેરખાં હરખે ધર્યા

ઊડે ચૂંદડીમાં  કંકુ-ગુલાલ, ભવાની નવરાત લાવી…જીરે જીરે ઝુલવાની નવરાત આવી..

 

નથણી,નૂપુર ને પાયલની સંગ,

ઝુમખા,લવિંગિયાને દામણીનો રંગ

આછી ઓઢણીમાં ચટકા ચાર,ભવાની નવરાત લાવી..ખમ્મા ખમ્મા સુહાની નવરાત આવી..

 

ગરબાને દીવડે સૂરજના તેજ,

ચંદાની ચાંદનીના છલકે છે નેહ,

મન-આંગણ પતંગ લહેરાય, ભવાની નવરાત લાવી..હોવે હોવે દિવાની નવરાત આવી..

 

                                                                                                                                                                     દેવિકા રાહુલ ધ્રુવ

                                                                                                                                                                         સપ્ટે.૧૯ ૨૦૧૭

સંપર્ક સૂત્રો :
શબ્દોને પાલવડે (બ્લોગ) – http://devikadhruva.wordpress. com

ઈ મેઈલ : Devika Dhruva : ddhruva1948@yahoo.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “માતાજીનો ગરબો

 1. Chiman Patel
  September 22, 2017 at 4:50 am

  સરસ!
  ડાંડીયા રમવાની નવરાત આવી!
  ટોળે ટોળે ઘૂમવાની નવરાત આવી!

 2. શૈલા મુન્શા
  September 23, 2017 at 11:33 pm

  ગરબે ઘુમે નવલી નાર
  પૂજે અંબે માત
  તવરાત્રીની રાત

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.