





– આરતી નાયર
નાનપણમાં ‘બાવાને બોલાવું?’, ‘બાવો તને ઉપાડી જશે’વાળી ધમકીઓ તો બધાંએ જ સાંભળી હશે અને લગભગ બધાંને યાદ પણ હશે. તોફાનમસ્તી કંઈ પણ કર્યાં હોય, બાવો બોલાવવાનો ડર અમોધ શસ્ત્ર પરવડતું. મજાની વાત તો એ લાગે છે કે બાવાનું પાત્ર હંમેશ પુરૂષ જ રહેતું. છોકરાં વશમાં રહે એ માટે કાલ્પનિક બાવાનું આ પાત્ર માબાપને હંમેશાં હાથવગું રહેતું.બાળકે – અને એમાં પાંગરી રહેલાં ભવિષ્યનાં ‘મોટાં’ થનારાં વ્યક્તિત્વને – શું કરવું , કે ન કરવું,ની એવી ટેવ આમ તેને બાલ્યવયથી જ પડવા લાગે છે. એ બાળક મોટું થયા પછી ‘બાવા’થી ડરવાનું નથી. એટલે તેને હવે બ્લૅક્મેલ કરવા બીજી લાકડી કામે લગાવાઈ- એ લાકડી છે ‘સમાજ’.
સમાજની વ્યાખ્યા તમે શું કરશો? ચાલો, વ્યાખ્યા કરવાને બદલે તમારા મનમાં જે છાપ ઉભરે છે, ચિત્ર સામે આવે છે તે કેવું છે? બે ઘડી આંખ બંધ કરીને સમાજ વિષે વિચારો. શું લાગે છે એ સમાજ? મને ‘સમાજ’ શબ્દની સાથે સમાજનાં રખેવાળ ‘કાકા’ કે ‘માસી’ નજર સામે તરવરે છે.’સમાજ’ વિષેના આપણા મોટા ભાગના ખયાલો નિષેધાત્મક ડરના જોવા મળશે – તેમાં પણ જો તમે સ્ત્રી હો તો ખાસ. કોઇ વાર કોઈ ચોક્કસ ‘કાકા’ કે ‘માસી’નું ચિત્ર સામે આવશે, તો કોઈકવાર કોઈક ધુંધળી છબી દેખાયા કરશે.તમે કાંઈ પણ કરતાં હો પણ સમાજનાં આ રખેવાળોની હાજરી તો તમારી ચોતરફ અનુભવાશે.
મૂળભૂત રૂપે, સમાજનું ચિત્ર સુખ કે દુઃખમાં કોઈનો સાથ આપવો એવા બહુ સુદંર વિચારનું છે. તમારી સુખની પળ કોઈની સાથે વહેંચી શકો કે દુઃખ કોઈને કહી શકો એવી વ્યક્તિ તમારી સાથે હોય, આવી પરિસ્થિતિઓમાં તમે એકલાં ન હો એવી આ વ્યવસ્થા છે. લાગણી વિચાર કે સંવેદનાને એક સમાન સ્તરે હોવાને કારણે તમારી બરનાં લોકો સાથે એક પ્રકારની સલામતી અનુભવાય છે કેમકે તેમાં સ્ત્રીઓની છેડતી ન કરવી કે મોટી ઉમરનાં માબાપને ઘરમાંથી કાઢી મૂકવાં જેવી બાબતો અસભ્ય પણ ગણાય છે. તમને તમારા પૈસા કે માલમિલકતનું ગમે તેટલું નુકસાન થયું હોય પણ ઘરનો આશ્રય તો તમારા માથે હંમેશાં સુરક્ષાછત્ર તરીકે ઉપલબ્ધ હોય છે.
સમાજની કાલ્પનિક વ્યાખ્યાની સમસ્યા એ છે કે એ તમને એક જ સમાન મૂલ્યો, એક સરખી વર્તણૂક, બધાંને માટે એક જ કાયદાકાનૂન જેવાં નિયમનોથી ઘડાયેલાં એક સરખાં બીબાંમાં ઢાળવા માગે છે., જેથી તમે એક ફરફ ઉચ્ચાર્યા વિના એકની પાછળ બીજું એમ સીધેસીધાં ચાલ્યા જ કરો. તમારી દૃષ્ટિએ તમે વાંકમાં આવો એવું ભલે કશું ન કર્યું હોય તો પણ જો જરાક કદમ આજૂબાજૂ પડ્યું તો એ સમાજનું અપમાન ગણાય છે. આવું કંઈ ખોટું થઈ પણ ગયું હોય ત્યારે સમાજ પોતાની નિર્દેશિકાઓ અને અનુસરવા માટેની જે ફરજ પાડે છે, તે ખૂંચે છે.
આપણે નક્કી એ કરવાનું છે કે સમાજે “બાવો”બનવું છે કે પછી એવી વ્યક્તિ બનવું છે જે લોકોને સન્માન આપે અને લોકો તેને પ્રેમથી સામે સન્માન આપે.
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.
સરસ ચિંતન . ગમ્યું.
દરેક ચીજને સારાં અને નરસાં બન્ને પાસાં હોય છે. એમ જ સમાજને પણ હોય જ; છે જ. માણસ સામાજિક પ્રાણી છે, એને સમાજ વિના ચાલવાનું નથી.
હળવા મિજાજે… બાવાઓનો પણ સમાજ હોય છે , અને બાવીઓનો પણ !
*બાવા થી બિવડાવું*જેવા અનેક પચાલિત પ્રવાહો,-સારા,નરસા- સમાજમાં ક્યાંથી?? બાવાની પણ જમાત, ભારતીય સમાજ માં,
સંરક્ષણ માટેજ ઉભી થયેલી.,,,, સમાજ સાથે વ્યક્તિ પણ જોડાયેલ છે જ. અધ:પતન આ સમયમાં સમાંજ-વ્યક્તિ દિશાશૂન્ય બનતા,,આ જે વ્યક્તિ-અહમમાં ટુકીદૃષ્ટિનું મૂલ્યાંકન!!!
નવું સર્જન, નવો પ્રાણ, વિચાર જરૂરી,,,,,,,,,,,,