ના, હો, અમદાવાદમાં છોકરી ના અપાય….

Facebooktwitterredditpinterestlinkedinmail

“તે હેં સવિતાબહેન, તમારી છોકરીનું તો અમદાવાદના છોકરા જોડે પાકું જ હતું, તો છેલ્લી ઘડીએ કેમ ના પાડી.”
“અમને તો ઘર-છોકરો બધું ગમ્યું હતું. છોકરાને જામેલો ધંધો હતો, ઘર પૈસે ટકે બરાબર હતું, પણ રોડને કારણે અમારે નિર્ણય ફેરવવો પડ્યો.”
“રોડને કારણે ? આમાં રોડ વચ્ચે ક્યાં આવ્યા ?”
“બેન, તમે અમદાવાદના રોડ જોયા છે. અરરર. … અમે છોકરો જોવા ગયાં, કારમાં ફર્યાં ને તોય આખા શરીરનાં હાડકાં હલી ગયાં. અમારી છોકરીને તો હરવા-ફરવાની બહુ ટેવ.. આવા રોડવાળા શહેરમાં રહે તો તે કોઈ દિવસ પથારીમાંથી ઊભી જ ના થાય.. ના, ભાઈ ના, આવા તૂટેલા-ફૂટેલા રોડવાળા શહેરમાં તો છોકરી અપાતી હશે ? હાથે કરીને છોકરીને કૂવામાં નખાતી હશે ?”

image

“તો એમ વાત છે, પહેલાં જ્યાં પાણીની તકલીફ હોય ત્યાં છોકરી ના દેતા, હવે નવો રિવાજ આવ્યો. રોડની તકલીફવાળા નગર-શહેરમાં છોકરી નથી આપતા.”

રમેશ તન્ના

+ + + +

ના, હો, અમેરિકામાં છોકરી ના અપાય….!

અમારા એક મિત્ર એમના દીકરા માટે છોકરી શોધવા ભારત ગયા, કોઇ એક મિત્રની ભલામણથી વાયા વાયા એક ફેમીલીના ઘરે માગુ લઇને ગયા, કોણ જાણે કેમ પણ મા બાપને હવે દીકરીઓને પરણાવી અમેરિકા મોકલવાનો મોહ ઓછો થઇ ગયો છે, પણ ખાસ કોઇ દીકરીને જોવા આવે, અને એ પણ અમેરિકાથી કોઇની ભલામણ સાથે.., તો માન ખાતર આગતાસ્વાગતા કરે, પણ ડાયરેક્ટ ના પાડવા કરતાં કોઇક બહાનું કાઢી છટકી જાય! વિચાર ના હોય તો ભણવાનું બહાનું કાઢે!

કહે.., ” અમારી દીકરી હજુ ભણે છે.”

” તો બે ત્રણ કલાક પછી તમારી દીકરી ભણી રહે પછી આવશું.” મહેમાને જવાબ આપ્યો! મહેમાનને એમ કે પરીક્ષાની સીઝન છે, એટલે બાજુના રૂમમાં ભણતી હશે!


મહેન્દ્ર શાહ : : mahendraaruna1@gmail.com

1 comment for “ના, હો, અમદાવાદમાં છોકરી ના અપાય….

  1. ઉમાકાન્ત વિ.મહેતા(ન્યુ જર્સી)
    September 14, 2017 at 4:38 pm

    ચેતવણી !
    અમદાવાદીઓને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *