સીધી અને દેખીતી બાબતોનું અસરકારક સંચાલન – એક અલગ દૃષ્ટિકોણ

તન્મય વોરા

તમે એક વ્યાવસાયિક હો કે સંચાલક હો કે પછી એમ રોજબરોજનું જીવન જીવતી સામાન્ય વ્યક્તિ હો, આપણામાંનાં ઘણાંનો અનુભવ રહ્યો છે કે – પરિસ્થિતિના અહેવાલો સાથે કદમ મેળવવામાં, દુનિયાની ઘટનાઓના અનુભવોને આંકડાઓના રૂપમાં ખાંડ્યા કરવામાં, અને એમ ન હોય ત્યારે કંઈને કંઈ નવું જાણવા કરવાની માયાજાળમાં, આપણે ભરાઈ પડેલાં જ રહેતાં હોઈએ છીએ. જ્યારે જ્યારે આમ થતું અનુભવાય ત્યારે એક વાત ખાસ ભૂલવા જેવી નથી – સાદી અને દેખીતી બાબતોને સારી રીતે કરવી એ ઘણી વાર સૌથી વધારે અસરકારક કામ નીવડી શકે છે.

આ સંદર્ભમાં મને યાદ આવે છે એક બહુ જ મહત્ત્વની વાત કહેતી, લન્ડન બીઝનેસ સ્કૂલની સાઈટ બીઝનેસ સ્ટ્રેટેજી રીવ્યૂ પર પ્રકાશિત થયેલ પૉસ્ટ – “Finding more time for real management”. આ પૉસ્ટમાં એક મહત્ત્વનો સવાલ ઊઠાવાયો છે –

બહુ જાણીતું ઉદાહરણ લોકોની સાથે કામ કરવા વિષેનું છે. કામ સ્વાયત્તતા, તમે જે કંઈ કરો છો તે મહત્ત્વનું છે તે ખબર હોવી, પહેલી હરોળનાં સંચાલકોનું મહત્ત્વ જેવા સિદ્ધાંતોનું જેટલું વ્યાપક દસ્તાવેજીકરણ થયેલ છે, તેટલા જ કદાચ વાસ્તવિક જિંદગીમાં તે નજ઼રઅંદાજ પણ થતા રહ્યા છે.હવે જો તેમાંના કેટલાકનો, પૂરી નિષ્ઠાથી, જીવનમાં અમલ કરવાનો રસ્તો શોધી શકીએ તો શું થાય?

આ પૉસ્ટમાં લેખકો જુલીઅન બીર્ક્રીન્શૉ અને સીમૉન કૌલ્કીન એક ઈન્સ્યુરન્સ કંપનીની સ્ટૉકહૉલ્મ ઓફિસની એક વેચાણ અને સેવાઓની ટીમ સાથે કરેલા પ્રયોગ વિષે જણાવે છે. આ પ્રયોગમાં તેમણે ટીમનાં મૅનેજરને ટીમનાં સભ્યોને થોડું વધારે કામ સોંપીને અને મિટીંગ્સ વગેરેમાં ટીમનાં અન્ય સભ્યોને મોકલીને થોડો સમય ફાજલ કરવાનું જણાવાયું. ટીમને આ વ્યવસ્થા અંગે જાણ નહોતી કરવામાં આવી. મૅનેજરે પોતાના સમયમાંથી હવે લગભગ બે કલાક દરરોજ ટીમ સાથે વિચારમંથનમાં ભાગ લેવો, તેમનાં નાનાં કામો જાતે કરીને કામમાં સુધારણાના નવા વિકલ્પો વિષે પ્રયોગો કરવા જેવી પ્રવૃતિઓ માટે ફાળવવાનું શરૂ કર્યું. ત્રણેક અઠવાડીયા પછી વાતાવરણમાં નાટકીય ફેરફારો દેખાવા લાગ્યા. વેચાણમાં ૫%નો વધારો જોવા મળ્યો, ટીમના ઉત્સાહમાં મોટો સુધારો જોવા મળ્યો, અને પરિણામે બધાંની કાર્યપધ્ધતિઓમાં આપોઆપ થયેલા સુધારા પણ દેખાવા લાગ્યા.

આ વાંચીને મને એક બહુ મહ્ત્ત્વની વાત ધ્યાન પર આવે છે :

કંપનીની પ્રક્રિયાઓ જેવા સુધારણા કામોનાં પરિવર્તનો વિશે આયોજન અને અમલ કરતી વખતે મોટા ભાગે ભાત ભાતની નવી ટેકનીક્સના પ્રયોગ કરવા વિષે વધારે ભાર મૂકાતો હોય છે. આમ ન કરવું એવું કહેવાનો આશય નથી, પણ ઘણીવાર ટીમના સભ્યોને હાથોહાથ માર્ગદર્શન આપવું કે સમીક્ષા દરમ્યાન બહાર આવેલાં તારણોને પરિવર્તન પ્રક્રિયા સાથે કેમ સાંકળી લઈ શકાય જેવી બહુ સીધી સાદી પ્રવૃત્તિઓનાં પરિણામો ઘણાં સારાં આવતાં હોય છે. ટીમનાં સભ્યોને પ્રક્રિયામાં હાથોહાથ સામેલ કરવા જેવી બાબતોનું અગત્ય કેટલું હોઈ શકે એ આવા ખરાખરીના સમયે બહુ અચરજભરી રીતે સ્પષ્ટ થતું જોવા મળે છે, અને તેમ છતાં આવી પધ્ધતિઓ મોટા ભાગે નજરાંદાજ થતી પણ એટલી જ જોવા મળે છે.

અહીં આ પહેલાં જેનો ઉલ્લેખ કર્યો છે એ પૉસ્ટ – Finding more time for real management– આખી વાંચવા માટે ખાસ વિનંતિ કરીશ. એમાં ઘણી બાબતો વિચારવાકાયક, અને અચૂક અમલ કરવા લાયક છે.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “સીધી અને દેખીતી બાબતોનું અસરકારક સંચાલન – એક અલગ દૃષ્ટિકોણ

  1. September 8, 2017 at 4:47 pm

    એક ખેડૂતની જૂની અને જાણીતી વાત…
    જાઓ અને ચાલો.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.