૪૨ કિલોમિટર દોડ – સાડીમાં

Facebooktwitterredditpinterestlinkedinmail

રૂપાંતરકાર – સુરેશ જાની

 

image

હૈદ્રાબાદની ૪૨ કિલોમિટરની મેરેથોન દોડ – સાડી પહેરીને. હા! હૈદ્રાબાદની ૪૪ વર્ષની જયંતિ સંપત કુમારે એ માટે આઠ વર્ષ પ્રેક્ટિસ કરી હતી. ૨૦૧૬ની એ દોડ જયંતિએ પાંચ કલાક સતત દોડીને પુરી કરી હતી – સાડી અને પગમાં સ્લીપર પહેરીને !

clip_image002

clip_image004

૨૦૧૫ માં તેણે પહેલી વખત હૈદ્રાબાદની વિખ્યાત મેરેથોન દોડમાં ભાગ લીધો હતો, પણ તે પૂર્ણ કક્ષાની દોડ ન હતી – માત્ર ૧૦ કિ.મિ. જ. એ પહેલાં તેણે પાંચ કિ.મિ. ની દોડમાં તો ઘણી વખત ભાગ લીધો હતો, પણ તેને ખાતરી ન હતી કે, તે પૂર્ણ કક્ષાની દોડમાં ભાગ લઈ શકશે કે કેમ? પણ તેણે બીજા દોડવીરોની દોરવણી લેવા માંડી અને ૨૦૧૬ ની દોડમાં ભાગ લેવાનો અને તે પુરી કરવાનો દૃઢ સંકલ્પ પણ કર્યો.

અગાઉ તો તે સલવાર કમીઝમાં કે પાટલૂન પહેરીને દોડતી. પણ તેણે એક સમાચાર વાંચ્યા કે,આવી એક દોડમાં એક પુરૂષે બીઝનેસ સુટ પહેરીને દોડી રેકર્ડ સ્થાપ્યો હતો. આના પરથી તેના ફળદ્રૂપ ભેજામાં વિચાર આવ્યો કે, ‘સાડી પહેરીને દોડું તો? ‘ અને જયંતિનું સંશોધન શરૂ થઈ ગયું. ગિનેસ બુકમાં સ્થાન પામવા માટેની શરત એ હતી કે, ‘૪૨ કિ.મિ. ની મેરેથોન પાંચ કલાકમાં પુરી કરવી જોઈએ.’ મક્કમ દિમાગની જયંતિએ બીજો સંકલ્પ કર્યો, ’હું ૨૦૧૬ માં ૪૨ કિ.મિ.ની દોડમાં સાડી પહેરીને ભાગ લઈશ.’ આ સંકલ્પની પાછળ સ્ત્રીઓને સાડી પહેરવામાં રસ જગવવાનો વિચાર પણ જયંતિના મનમાં હતો.

આ ઉપરાંત ૨૦૧૫ ની મેરેથોન દોડમાં તેણે જોયું કે, ૭૦-૭૫ વર્ષની વયનાંઓ પણ હરખભેર અને ખુલ્લા પગે દોડતા હતા. જયંતિએ ત્રીજો સંકલ્પ કર્યો,’ હું ખાસ બુટ પહેરીને નહીં પણ સ્લીપર પહેરીને દોડીશ.’

આમ ત્રણ ત્રણ સંકલ્પોના બળ સાથે જયંતિની સાધનાના શ્રી-ગણેશ મંડાયા. અલબત્ત, સાડી અને સ્લીપર સાથે આટલું લાંબું દોડવાનું બહુ જ મુશ્કેલ હતું. આ માટે તેણે પ્રયોગો કરવાનું શરૂ કર્યું. તે ઘણી વખત પડી પણ ગઈ અને ઘવાઈ પણ ખરી. ૬ વાર, ૯ વાર લાંબી અને મરાઠી સાડીના પ્રયોગો પછી, તેને ‘સાડી પહેરવાની માડીસાર શૈલી’ થોડાક ફેરફાર સાથે માફક આવી ગઈ.

એક વર્ષની સાધનાના અંતે ૨૦૧૬માં જયંતિ વર્લ્ડ રેકર્ડ સ્થાપી શકી.

જયંતિના પતિનો આ માટે પૂરો સહકારની પણ આપણે નોંધ લેવી જ પડે. બન્ને સાથે ચાલવા કે ટહેલવા નહીં પણ દોડવા જાય છે!

માડીસાર સાડી આમ પહેરાય !


સાભાર – વિદ્યા રાજા, The Better India, ફોટા માટે – ધર્મા તેજા


સંદર્ભ –

https://www.thebetterindia.com/112911/hyderabad-resident-runs-full-marathon-in-saree/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

1 comment for “૪૨ કિલોમિટર દોડ – સાડીમાં

  1. deejay35(USA)
    September 3, 2017 at 10:16 pm

    આપણે જેમ ધોતી પહેરીએ તે રીતે સાડી પહેરીને દોડી શકાય પણ ગુજરાતી પહેરે તે રીતે શક્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *