





– વીનેશ અંતાણી
ચેન્નઈમાં રહેતાં એક સડસઠ વરસનાં વડીલ મહિલાએ ઘર માટે કમ્પ્યુટર ખરીદવાનું નક્કી કર્યું છે. તેની પૂર્વ તૈયારીરૂપે એમણે કમ્પ્યૂટરનો ઉપયોગ કેમ કરવો તે પણ શીખવા માંડ્યું છે. તેઓ સરકારી ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયાં તે પછી બે વરસે એમના પતિનું અવસાન થયું. બે દીકરા કુટુંબ સાથે પરદેશ રહે છે. સૌથી મોટી પુત્રી મુંબઈમાં રહે છે. એ મહિલાએ જીવનમાં આવી ચઢેલી એકલતાથી બચવા માટે કમ્પ્યૂટર વસાવવાનો નિર્ણય લીધો છે. તેના દ્વારા તેઓ પોતાનાં કુટુંબીજનો સાથે અને જૂનાં મિત્રો સાથે સંપર્કમાં રહેવાની શક્યતા ઉઘાડી રહ્યાં છે. અલબત્ત, એમને ભય પણ લાગે છે કારણ કે અત્યાર સુધી જે કર્યું નથી તે હવે પાછલી વયે શરૂ કરવા માટે જરૂરી માનસિકતા એમની પાસે નથી. એમને અત્યારની પેઢીનાં લોકોની ઈર્ષ્યા થાય છે, “અમારા સમયમાં આવી સુવિધાઓ હતી જ નહીં.” છતાં એમણે કમ્પ્યૂટરની મદદથી પાછલી વયની એકલતા સામે લડવાનો દ્રઢ નિશ્ર્ચય કરી લીધો છે.
બીજો દાખલો: એક વડીલને ડાયાબિટીસ છે. હાઈ બ્લડ પ્રેશર પણ છે. એમણે શરીરમાં ઘર કરી ગયેલા રોગો વિશે વધારે માહિતી મેળવવાનું નક્કી કર્યું. કમ્પ્યૂટર ઘરમાં જ હતું. એમણે પૌત્ર સાથે બેસીને ઈન્ટરનેટ વગેરેનો કેમ ઉપયોગ કરવો તે શીખી લીધું અને એમને લાગુ પડેલા રોગો વિશે નેટ પરથી જાણવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું છે કે તેઓ પોતાના રોગો વિશે તો ઠીક, સાંજે ફરવાના સ્થળે ભેગા મળતા બીજા વડીલ મિત્રોને થતી તકલીફો વિશે પણ પૂરતી અને રસપ્રદ માહિતિ આપી શકે છે. એક વડીલ દંપતિ એકલાં રહે છે. એમનો સમય જતો નથી ત્યારે બંને સાથે મળીને કમ્પ્યુટર ગેમ્સ રમે છે અને સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. તેઓને હવે બેન્કમાં બહુ ઓછું જવું પડે છે. ક્યારેક ફિલ્મ જોવા જવાનું મન થાય ત્યારે ટિકિટ ખરીદવા ભીડ અને ધક્કામુક્કીમાં ઊભા રહેવાનું સાહસ કરવું પડતું નથી. એક વાચનપ્રિય વડીલને મન થાય છે ત્યારે તેઓ મનગમતાં પુસ્તકો ઓન લાઈન ખરીદવા લાગ્યા છે.
અમેરિકાની ૭૭ વરસની વડીલ મહિલાએ પણ ઈ-મેઈલ, ચેટ વગેરે કરવાનું શીખી લીધું છે. તે વિશે જણાવે છે: “ખાસ કારણ તો એ છે કે મારા હાઈ સ્કૂલના દિવસોની બેસ્ટ ફ્રેન્ડ કેલિફોર્નિયામાં રહે છે અને એ ખૂબ માંદી છે. એણે આગ્રહ કર્યો કે મારી પાસે કમ્પ્યુટર હોવું જોઈએ, જેથી અમે ઈચ્છીએ ત્યારે સંપર્કમાં રહી શકીએ. ના, મને આ ઉંમરે નવી ટેકનોલોજી શીખતાં ભય નથી લાગતો. હું ખુશ છું કારણ કે હું આગળ વધી રહી છું. પણ ઘણા લોકો નવું જાણવા માગતાં હોતાં નથી.”
વાત સાચી છે. છેલ્લાં થોડાં વરસોમાં ટેકનોલોજી – ખાસ કરીને ઈન્ફોર્મેશન ટેકનોલોજી –ના ક્ષેત્રમાં અકલ્પ્ય વિકાસ થયો છે. અત્યારના વડીલોની પેઢીનાં લોકોએ તે વિકાસને જોયો છે પણ તેની સાથે ઉછર્યાં નથી. અત્યારની પેઢી જે રીતે તે વિકાસનો હિસ્સો છે એવું તેમની સાથે બન્યું નથી. તે પેઢી માટે તો ટેક્નોલોજીના લાભોનો અર્થ રેડિયો, ટેલિવિઝન કે ટેલિફોન સેવામાં થયેલા ધરખમ ફેરફારો જેવો જ થાય છે. સેલ ફોનનો વિકાસ પણ પાછલી ઉંમરે જોવા મળ્યો. હવે ઘણાં વડીલો ઈ-મેઈલ, નેટ સર્ફિંગ, ફેસ બુક વગરેમાં સક્રિય થયાં છે, છતાં મોટા ભાગના લોકો માટે તે એક પ્રકારનું જુદું જ વિશ્ર્વ રહ્યું છે.
આજના સમયમાં જ્યારે એકલાં રહેતાં વડીલોની સંખ્યા વધી છે ત્યારે કમ્પ્યૂટરનો ઉપયોગ એમને ઘણી રીતે મદદ કરી શકે તેમ છે. ખાસ કરીને સમય કેમ પસાર કરવો તે વિશેની મૂંઝવણમાં ફરક પડી શકે. દૂર વસતાં કુટુંબીજનો અને મિત્રો સાથે સંપર્કમાં રહી શકે. નવું-નવું જાણી શકે. ઓન લાઈન ચાલતી ચર્ચાઓમાં ભાગ લઈ શકે. મનોરંજન મેળવી શકે. મોટો લાભ તો એ છે કે તેઓ કેટલીય બાબતોમાં સ્વતંત્ર અને ફરીથી પોતાની જાતે જ ઘણાંબધાં કામો પતાવી શકે છે. તેનાથી એમનામાં આત્મનિર્ભરતાનો ભાવ કાયમ રહે છે અને તેઓ બીજા કોઈની માથે પડ્યાં હોવાની લાચારીમાંથી બચી શકે છે.
વૃદ્ધ લોકોની સાથે કોઈ વાતચીત કરે તે બહુ જરૂરી બની ગયું છે. પ્રવર્તમાન સંજોગોને લીધે વૃદ્ધો સાથે કોમ્યુનિકેશન માટે સમય કાઢવો પાછલી પેઢીના લોકો માટે અઘરું બની ગયું છે. વડીલો દ્વારા કમ્પ્યૂટરના ઉપયોગથી આ સમસ્યાનો થોડો હલ નીકળી શકે. તે વિષય પર લખાયેલા એક લેખમાં વાંચ્યું હતું, “વૃદ્ધો માટે કોમ્યુનિકેશન બહુ મહત્વની વાત હોય છે. કમ્પ્યૂટર વડે તેઓ પોતાની જાતને વિવિધ રીતે અભિવ્યક્ત કરી શકે છે. તે દ્વારા તેઓ એમની એકલતા સાથે લડી શકે છે. આ સ્થિતિ જેમજેમ વધતી જશે તેમતેમ વૃદ્ધોમાં તેઓ હજી પણ મૂલ્યવાન લોકો છે તેવી ભાવના વિકસવા લાગશે અને તે બાબત વડીલ પેઢીની માનસિક તંદુરસ્તી માટે ખૂબ મહત્ત્વની છે.”
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
मनकी बात कही ।
वंदन सु.जा.जी .दिल कहे वो कर लेना अच्छा ! लड़ना कम,जुड़ना ज्यादा, नडना/सताना कम,किसीको मदद करना अच्छा …. खुशी देना,तक्लीफ़में सहायक बनना…
ખુબ જ સાચિ વાત. કમ્પ્યુટર ની સાથે સ્માર્ટફોન માં પણ માહિર થવું જોઈએ.સ્માર્ટફોન ફોન પણ એક કંમ્પયુપર જ છે.It is handy. You can use IT mobile way.Browse guggle anywhere anytime with tbe help of a smartphone.
સરસ વાત કહિ. મારા ૬૫ વર્ષિય માને બધુ શિખવાડવા મારા દીકરાએ સાઈટ શરુ કરી છેઃ http://www.machephy.com હવે તો મા એન્ડ્રોઈડ ફોનમા જાતે વ્હોટ્સ ઍપ કરે છે, ગુજરાતિમા લખે છે, ફેસબૂક જુએ છે, વિડીયો કૉલ કરે છે.
It is always good to take interest in all the subjects in the life.
Inspiring information.