ગ્રહણ ભાવનગરમાં ત્યારે અને અમેરિકામાં આજે

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

ગ્રહણ ભાવનગરમાં ત્યારે

“ઓ બા….ઘરણ સાલુ થ્યું, વાસીદું આપી દેજો”. વાઘરી કોમનાં લોકો ગ્રહણ ‘શાલુ’ થાય એટલે માગવા નીકળે. ભાવનગરમાં અમારા લત્તામાં રહેતા બ્રાહ્મણ કુટુંબોમાં ગ્રહણ પાળવાનો રિવાજ ! સૂર્ય ગ્રહણ કાચના ટુકડાને મેશવાળો કરી સૂરજ સામે જોઈએ ! બીજી રીત હતી કેમેરાના રોલની બગડેલી નેગેટિવમાંથી જોવાની, પણ આ વાઘરી લોકો પાણી ભરાયેલા ખાબોચિયાંમાં સૂરજનો ઓછાયો જોઈ ને માગવા નીકળે!

ગ્રહણના દિવસે શાળામાં રજા. ગ્રહણ સમય દરમ્યાન કોઈ પણ રાંધેલો ખોરાક રાખી ન મુકાય, એટલે માંગવાવાળાને આપી દેવાનો। પાણીયારાપર થી માટલાંઓ ખાલી કરી ઊંધા ગોઠવી દેવાના। ગ્રહણ શરુ થાય પછી ગ્રહ પ્રવેશ બંધ. બધા ઓસરીમાં કે ઓટલા પર બેસે, આજુબાજુવાળા બધા ભેગા થાય અને ગ્રહણની અસર કઈ રાશિ પર કેવી થશે તેની ચર્ચા ચાલે। આમ તો દરેક દૈનિકોમાં અઠવાડિક ભવિષ્યમાં ઠાંસી ઠાંસીને આ બાબતમાં લખ્યું હોય. ઘણા કુટુંબ માટેનાં શુભ કર્યો ગ્રહણના દિવસ સુધી મુલ્તવી રહે. આમેય શુકન માટે મંદિરમાં ગોરને પૂછો તો કહેશે કે સામી અમાસે શુભકાર્ય ન થાય.

ગ્રહણ નો સમસ્ય પૂરો થતાં ફરી પાછા વાઘરી લોકો નીકળે, “ઘરણ છૂટ્યું દાનમાં કઈ આપો”. મ્યુનિસિપાલિટીવાળા પાણી ચાલુ કરે અને અમે બધા માથાબોળ નાહિયે। બા અને કાકી છાલ સહિતના બટાકાની  ચીરી, જીરા અને ગોલર  મરચાનું શાક અને ભાખરી બનાવે, ભરવાડ ઘરે દૂધ આપી જાય જે જમવા સાથે પીરસાય।

આમ એ સમયે, લગભગ ૧૯૪૦ કે ‘૫૦ના દસકામાં ગ્રહણ એક ઉત્સવની જેમ ઉજવાતું।

ગ્રહણ અમેરિકામાં આજે

આજે, ૨૧મી ઓગસ્ટે, આ ખગ્રાસ ગ્રહણ પ્રશાન્ત મહાસાગરને કાંઠે ઓરેગોનમાં આવેલું ગામ મદ્રાસ*થી છેક એટલાન્ટિક મહાસાગરના કીનારા સુધી, 100 માઈલ જેટલા પહોળા વિસ્તારમાં 2 મિનિટ અને 20 સેકન્ડથી વધુમાં 2 મિનિટ 40 સેકન્ડ સુધી દક્ષિણ કેરોલિનામાં દેખાશે . ૯૯ વર્ષ પછી આવું સૂર્ય ગ્રહણ જોવા મળવાનું છે.

*[અહીં આ ઓરેગોન માં આવેલ ગામ મદ્રાસનું નામ બદલી ચેન્નાઇ કર્યું નથી!]

અમેરિકામાં લાખો લોકો ખગ્રાસ સૂર્ય ગ્રહણ જે વિસ્તારમાં જોવા મળવાનું છે ત્યાં ઉમટી પડવાનાં છે.આજનો દિવસ ૨૦૧૭નાં વર્ષમાં કદાચ સુધી વધારે મુસાફરીઓનો દિવસ બની રહેવાની પણ આગાહી કરાઈ છે. ટૂર આયોજકો, હોટલો, ખાસ ગોગલ્સના ઉત્પાદકો માટે તો આ એક મહામૂલો અવસર થઈ પડ્યો છે. દક્ષિણ કેરોલિનાની એક હૉટેલની આ જાહેરખબર તેનું બોલકું ઉદાહરણ છે:

Escape the city light to fully experience this unforgettable and life-altering phenomenon August 21, 2017 at 2:48 p.m. on the remote barrier island, Isle of Palms, SC. Book your stay for three or more nights August 18-22, 2017 with rates starting at $959/night for an experience like no other:

અન્ય દિવસોમાં 100 થી 150 ડોલરમાં આ હોટેલ રૂમ મળતા હોય છે.

ઍક હોટેલ વાળાએ તો વળી જાહેરાત કરી છે કે અમારા સ્વિમિંગ પુલમાં પડ્યા પડ્યા ગ્રહણ નિહાળો, સાથે આ પ્રસંગને અનુરૂપ અમે ખાસ બનવેલો ટુવાલ અને કાળાચશ્મા મફત.

અમેરિકામાં ગ્રહણ જોવાને બિઝનેસમાં કેમ ફેરવી નખાય તે જોવા માટે નીચે આપેલી કડી પરનો વિડિઓ જોવા જેવો છે.

http://on.today.com/2wSPNuO

નાસાએ તેનાં ઇમેજીસ બતાવવા માટે ખાસ વ્યવસ્થાઓ કરી છે.

નાસા ટેલીવીઝન પર અમેરિકા પરના ગ્રહણના આખા પટ્ટાનાંદૃશ્યો આ લિંક પર લાઈવ સ્ટ્રીમ માં ૧.૦૦ પી.એ.EDTથી જોઈ શકાશે.
https://www.nasa.gov/eclipselive-info


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

1 comment for “ગ્રહણ ભાવનગરમાં ત્યારે અને અમેરિકામાં આજે

  1. D
    August 22, 2017 at 2:45 am

    Great comparison papa! I really enjoyed reading your article.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *