જે તક ન ઝડપી એ એક ગુમાવેલો મોકો છે

ઉત્પલ વૈશ્નવ

મોટા ભાગનાં લોકો કરતાં તે વધારે અસફળ રહે છે. મોટા ભાગે તે નિષ્ફળ જાય છે – વાત સંબંધોની હોય કે જીવનની હોય .. કે પછી હોય વ્યવસાયની.. કોઈ પણ બાબતે.

એ વિચારે છે કે આટાઆટલી નિષ્ફળતાઓ કેમ મળી હશે.

તેને એક જ કારણ સમજાય છે – એ ઘણી બધી તકો ઝડપી લેતો રહ્યો છે. બધાં કરતાં વધારે તકો તે ઝડપતો રહ્યો છે અને બધાં કરતાં વધારે અસફળ પણ તે રહ્યો છે. પણ થોડો વધારે વિચાર કરતાં તે જોઈ શકે છે બધાં કરતાં તે વધારે સફળ પણ રહ્યો જ છે.

imageસ્ટીફન કૉવીએ કહ્યું છે કે ‘ જીવનમાં અર્થસભર પ્રગતિ કરવી હોય તો, એ ભૂલશો નહીં કે સફળતા એ નિષ્ફળતાનો બીજો છેડો છે.’ વાત તો સોએ સો ટકા સાચી. આ દુનિયામાં જે શ્રેષ્ઠ ગણાયાં છે તે બધાં એકથી વધારે નિષ્ફળતા ચાખી ચૂક્યાં છે. – વ્યાપાર ઉદ્યોગ વિશ્વનાં શ્રેષ્ઠ લોકો કે શ્રેષ્થ સંસ્થાઓ કે શ્રેષ્ઠ ખેલાડીઓ.. કે પછી શ્રેષ્ઠ ગણાતાં કોઈ પણ લોકો.

મારી દૃષ્ટિએ જીવન એ જેમ એક અલ્પકાલિક સ્થિતિ છે તેમ નિષ્ફળતા પણ એક સંક્રાતિની સ્થિતિ છે. નિષ્ફળતા ‘નિષ્ફળતા’ તરીકે તો જ ચીપકી રહે છે જો આપણે તેને વળગી રહીએ. હા, એ ઘડી પૂરતો એક વાર અટકી જઈને એમાંથી બોધપાઠ ખોળવો જોઈએ. પણ પછી તરત, આગળ વધવું જ જોઈએ.

જે તક ન ઝડપી એ એક ગુમાવેલો મોકો છે એ લોકોક્તિ સાથે હું સહમત છું.

તો ચાલો, આજથી જ, વધારે ને વધારે તકો ઝડપી લેવાનું શરૂ કરીએ.વધારેને વધારે અપેક્ષા કરવાનો આગ્રહ રાખો . તમારી પોતાની પાસેથી અને તમારી ટીમ પાસેથી પણ શ્રેષ્ઠતાનો જ આગ્રહ રાખો. માગો. બહુ બહુ તો જવાબ ‘ના’માં આવશે ને ! પણ ‘હા’ની શક્યતા પણ એમાં જ સંતાયેલી છે. માગ્યા વગર તો મા પણ નથી પીરસતી. એટલે માગ્યા વગર તો ‘ના’ જ મળવાની છે.

લડાઈ જીતવી હશે, તો લડવું તો પડશે.લડાઈ લડીશું, તો તેમાં હારી જવાની શક્યતા પણ છે. ઠીક છે.જો મૃત્યુને વરશું તો માનભેર યાદ કરાશું. જો લડાઇમાંથી જીવતા પાછા આવ્યા તો વધારે શક્તિશાળી બનીને પછીની લડાઈઓ જીતવાની શક્યતાઓ વધારે ઉજળી થશે.

હવે તેના ચહેરાપર મંદ મંદ હાસ્ય રેલાઈ રહ્યૂં. હવે એ ફરીથી લડાઈ લડી લેવા તૈયાર હતો.

તમે પણ તૈયાર છો ને?


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.