પરિયોજના જીવનચક્ર (Project Life Cycle )

Facebooktwitterredditpinterestlinkedinmail

– ચિરાગ પટેલ


(http://baselnajjar.wikispaces.com/file/view/ProjectLifeCycleGraph.jpg/585348245/558×309/ProjectLifeCycleGraph.jpg)

દરેક પરિયોજના શરૂઆતથી અંત સુધી અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે (આપણા જીવનચક્ર પ્રમાણે જ). વળી, આયોજન નિર્ધારિત માર્ગે ચાલે તેમ જ અણધાર્યા વળાંકો સાથે પૂરું થાય છે! છતાંય આવી દરેક પરિયોજનાને એક ચોક્કસ પૂર્વનિર્ધારિત માળખામાં વિભાજીત કરી શકાય છે (વેપારીઓ ગમે તેમ કરીને ચોકઠું તો બેસાડી જ દે છે !).

) પરિયોજનાનો આરંભ

મૅનેજમૅન્ટના આયોજન પ્રમાણે પરિયોજનાનો આરંભ થાય છે.

આ તબક્કામાં પરિયોજનાની રૂપરેખા નક્કી કરવામાં આવે છે.

આ તબક્કે ખર્ચ અને સ્ટાફની વધુ જરૂર નથી હોતી.

જો કે પરિયોજનાના અંત વિષે સહુથી વધુ અનિશ્ચિતતા અને જોખમ પણ આ તબક્કામાં જ જોવા મળે છે!

) વ્યવસ્થાપન અને સુસજ્જતા

રૂપરેખા મુજબ આ તબક્કામાં વ્યવસ્થિત માળખું ઘડવામાં આવે છે.

સ્ટાફ અને ખર્ચનો અંદાજ પણ આ તબક્કે કરવામાં આવે છે.

) અમલીકરણ

આ તબક્કો સહુથી લાંબો અને સહુથી અગત્યનો છે.

પરિયોજનાના આ તબક્કે સહુથી વધુ સ્ટાફ અને સહુથી વધુ ખર્ચની જરૂર પડે છે.

અમલીકરણના તબક્કામાં અનેક ચઢાવ-ઉતાર સાથે અંતે પ્રોડક્ટ કે સર્વિસ પુરા થાય છે.

૪) સમાપન

આ તબક્કે પરિયોજના પુરી કરી સ્ટાફને બીજા કામે કે પરિયોજના તરફ વાળવામાં આવે છે.

ઘણી વાર પ્રોડક્ટ્નું ડોક્યુમેન્ટેશન, માર્કેટિંગ વગેરે શરુ કરવામા આવે છે.

આપણે અમુક પ્રોજેક્ટને આકૃતિઓની સહાયથી સમજવા પ્રયત્ન કરીએ.


(http://koofers-static.s3.amazonaws.com/flashcard_images/c403918b961aed7032cf9d614706bc38.png)

અહીં ટેલિકૉમ કંપની એના નેટવર્કના ગોઠવણની પરિયોજના એક જ તબક્કામાં પુરી થઇ જાય છે.


(http://projectprofy.ru/images/example-of-a-three-phase-project.jpg)

જોખમી કચરાની સફાઈનું આયોજન ત્રણ તબક્કામાં વહેંચી શકાય.


(https://www.gristprojectmanagement.us/guide/images/6182_11_8-schedule-project-management-phases.jpg)

નવી કારખાનાના બાંધકામનું આયોજન બે અલગ પરિયોજનાઓથી પૂરું કરવામાં આવે છે.

પૂર્વનિર્ધારિત પરિયોજનાનું જીવન ચક્ર નીચેની આકૃતિ મુજબ દર્શાવી શકાય.


(https://www.pmi.org/kasimage/767b8291-0f02-4557-a96f-e53b106090d7/3.jpg)

વેગુ જેવા પ્રોજેક્ટનું આયોજન પુનરાવર્તિત થતું રહે છે. એક કે વધુ તબક્કાને અમુક મહિને કે કોઈ સહયોગીની અસમર્થતાને લઈને પુનરાવર્તિત કરતા રહેવા પડે છે!


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *