પ્રશ્ન નિરાકરણ અને નિર્ણય શક્તિ

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

પ્રાસ્તાવિક:

જીંદગી એટલે પ્રશ્નોની હારમાળા; શૈશવના પ્રશ્નો, અભ્યાસ-શિક્ષણનાં પ્રશ્નો, કારકિર્દીના પ્રશ્નો, યુવા અજંપો, દાંપત્ય જીવન-કૌટુમ્બિકના પ્રશ્નો, સામાજીક સમસ્યાઓ, આવક-મિલકતના મુદ્દાઓ, તંદુરસ્તીની બાબતો, રીટાયર થાય તો નિવૃત્તિના પ્રશ્નો.

આ પૃથ્વી પર એવી એક પણ વ્યક્તિ એવી નથી કે જેને પ્રશ્નો-સમસ્યા ન હોય અને પૃથ્વી પર એવી કોઇ સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. સમસ્યા અંગે વિચાર કર્યા કરવાથી બહાનાં દેખાશે અને સમાધાનનો વિચાર કરવાથી ઉકેલ મળશે.

સંતા: જીવનમાં કોઇ પણપ્રશ્ન હોય તો ક્યાં શું કરવું? ક્યા જવું?

બંતા: ખેડુત પાસે જવું

તો સંતા પુછે છે કેમ?

બંતાનો જવાબ: ખેડુત પાસે હલ હોય છે.

જીંદગી ને આસાન-સરળ નહી બનાવી શકાય, બલ્કે પોતે મજબુત બનવું પડશે. પ્રશ્ન પરત્વે આપણો અભિગમ એકદમ સહજ એક્દમ ચીલાચાલુ રહેતો હોય છે. પ્રશ્નને પ્રશ્ન તરીકે જોવાની દ્રષ્ટિનો સદંતર અભાવ પણ, કમનસીબે, એટલી જ રોજિંદી જોવા મળતી ઘટના થઇ પડી છે. પ્રશ્નો – સમસ્યાનું જે દર્દ આપણે આજે ઉપાડીએ છીએ તે આવતી કાલ માટે તાકાત બની રહી શકે છે.

પ્રશ્ન – સમસ્યા: અભિગમ – વ્યાખ્યા:

 • સમસ્યા એટલે “વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર.” આ અંતર જેટલું વધારે એટલી સમસ્યા વિકટ
 • એવી પરિસ્થિતિ જે આપણે બદલી કાઢવા માગીએ છીએ.
 • નિરાકરણ અર્થે વિચાર શુન્યતા એ જ પ્રશ્ન યા સમસ્યા છે

પ્રશ્ન નિરાકણ – સામાન્ય રીત:

પ્રશ્ન નિરાકરણની વ્યવહારુ રીત શું? શા માટે? કોણ? ક્યાં? ક્યારે? અને કેવી રીતે? જેવા પ્રશ્નોનોના વિચાર દ્વારા ઉકેલ મેળવાય છે જે 5W+1 H તરીકે પ્રચલીત છે.

શું? What?

         ખરેખર હું શું હાંસલ કરવા માંગુ છું? વાસ્તવિકતા શું છે? નિર્ણય ન લેવાય , ઉપચાર ન મળે તો શું થાય? મને આ નિર્ણય માટે શેની જરુર પડે?

શા માટે? Why?

         શા માટે હું સિધ્ધિ હાંસલ કરવા માંગુ છું? પ્રશ્ન શાથી ઉદભવ્યો છે? શા માટે મારે નિરાકરણ લાવવાનું છે?

કોણ? Who?

         હું કોણ છું કે કોને ખુશ કરવાના પ્રયત્ન કરું છું? આ પરિસ્થિતિની સંભાળ કોણ રાખે છે? કોણ સંકળાયેલ છે? કોને માહિતી થી વાકેફ કરવાનાં છે?

ક્યાં? Where?

       પ્રશ્ન ક્યાં ઉદભવેલ છે? તેની અસર ક્યાં હતી? શું ક્યાં મહત્વનું છે? જો હા, તો શા માટે?

ક્યારે? When?

       પ્રશ્ન ક્યારે ઉદભવેલ છે? આપણી ભુમિકા ભજવવાની જરુરીયાત ક્યારે છે? તે ક્યારે દુર કરવાનું રહેશે?

કેવું-કેવી રીતે? How?

      પરિસ્થિતિ કેવીક અલગ હશે? માહિતી કેટલી વ્યાજબી છે? હું કેવી રીતે વિશેષ શોધી શકું? યોગ્ય વ્યક્તિઓને હું કેવી રીતે સામેલ કરી શકું?

મૅનેજમૅન્ટ ક્ષેત્રમાં પ્રશ્ન નિરાકરણની વિવિધ પધ્ધતિઓ અમલમાં છે : 3 તબક્કાસરનું પ્રશ્ન નિરાકરણ, ૫ તબક્કાસરનું પ્રશ્ન નિરાકરણ

પ્રશ્ન નિરાકરણ પ્રક્રિયા:

3 તબક્કાસરનું પ્રશ્ન નિરાકરણ:

પહેલો તબક્કો # પ્રશ્ન-મુદ્દા-વિગતોની સમજ:

હેતુઓ

૧.વાસ્તવિકતાનું વિશ્લેષણ:

પ્રશ્નની સ્પષ્ટતા:

૨. વાસ્તવિકતા – પરિસ્થિતિનું મુલ્યાંકન

શું બાબત હતી? ઘટના શું – શું થયેલ? કેવી રીતે બનેલ? શું ન થયેલ?

તબક્કો બીજો # ઉપચારની ખોજ:

૧.વૈકલ્પિક વિચારો ખોજવા:

વિચારોની યથાર્થતાનું મૂલ્યાંકન:

૨. વિકલ્પો: કેટલા શક્ય, વ્યાજબી-વ્યવહારુ, યથાર્થ

3. સંભવીત યોગ્ય ઉપચાર અંગે નિર્ણય

નિર્ણય = માહિતી + મત મહત્તમ ઉપયોગીતા, ટકાઉ તેમજ વ્યાજબી અને પોષણક્ષમ:

તબક્કો ત્રીજો# કામગીરીનું આયોજન:

હેતુઓ:

૧. વ્યક્તિ અને વ્યવસ્થા પરની અસરનો વિચાર

૨. કામગીરી આયોજન

3. પરિણામ અંગે વિચાર

તબક્કાસરનું પ્રશ્ન નિરાકરણ:

૧. પ્રશ્નનું સ્પષ્ટીકરણ

સમસ્યા શું છે અને શા માટે છે?

૨. ઉપાયો અને આયોજન-પગલાંના વિકલ્પો વિકસાવવા

હવે પછી શું શું કરી શકાય? એ માટે શું કરવું પડે?

૩. યથોચિત વિકલ્પની પસંદગી

૪. અમલ

૫. મુલ્યાંકન:

૧. પ્રશ્નનું સ્પષ્ટીકરણ:

કારણ અને અસર CAUSES & EFFECT: “કારણ વગર કંઇ જ પણ કાર્ય થતું નથી.” પ્રશ્નનો ઉપાય શોધવાનો સૌથી સહેલો રસ્તો છે તેને પ્રશ્ન તરીકે જોવાનું બંધ કરવું.

જો તમે પ્રશ્ન સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી શકો તો પછી ઉપાય તમારા હાથવેંત હશે. – સ્ટીવ જૉબ્સ

પ્રશ્ન પ્રત્યે દ્રષ્ટિબિંદુ-વલણ: પ્રશ્ન નિરાકરણ નો સરળ માર્ગ એ છે કે તમારી માન્યતા સ્પષ્ટ કરવી, એ જ પ્રશ્ન હોય છે.

પ્રશ્ન એ પ્રશ્ન નથી, પ્રશ્ન તો પ્રશ્ન પરત્વે તમારૂં વલણ છે. સમજાય છે કે?-જેક સ્પેરો.

જ્યારે તમે પ્રશ્ન પર ધ્યાનને કેન્દ્રીત કરો છો, ત્યારે તમે ઘણા પ્રશ્નોનો સામનો કરો છો, પરંતુ તમે જ્યારે નિરાકરણની સંભાવના કેન્દ્રીત કરો છો ત્યારે ઘણી તક જુઓ છો.

પ્રશ્નની સ્પષ્ટતા:

જો મારી પાસે પ્રશ્નના ઉકેલ માટે ૬૦ મિનિ ટ હોય તો હું ૫૫ મિનિટ પ્રશ્નની સ્પષ્ટતામાં ખર્ચુ અને ૫ મિનિટ તેનાં નિરાકણમાં. – આલ્બર્ટ આઇન્સ્ટાઇન.

જો તમે પ્રશ્નનું કારણ સમજી નહી શકો તો, તેનો ઉકેલ શોધવો અશક્ય થશે.

જો તમે તો પ્રશ્નને સાચી રીતે વ્યાખ્યાઇત કરી શકો તો તમારી પાસે નિરાકરણ છે. પ્રશ્નનું મુળ મૂળ કારણ: મૂળ કારણ વિશ્લેષણ જેવું કંઈ હોય છે??

સંચાલન વિદ્યાના એક વ્યાખ્યાતા વર્ગને “ગુણવત્તા’ વિષે સમજાવતા હતા.

વ્યાખ્યાતા : આપણે જાણીએ છીએ કે રામને ૧૪ વર્ષ વનવાસ ભોગવવો પડ્યો અને ત્યાં સીતાનું ‘ગુણવત્તા’ને લીધે અપહરણ થઇ ગયું હતું.

વિદ્યાર્થી- સાહેબ, આમાં ગુણવત્તાને શું લેવા દેવા?

વ્યાખ્યાતા : સીતાએ વનવાસ દરમ્યાન કેમ રામ સાથે જવાનું નક્કી કર્યું?

વિદ્યાર્થી : કારણકે તે રામનાં પત્ની હતાં અને રામના દરેક નિર્ણયને માનપૂર્વક સ્વીકારતાં હતાં.

વ્યાખ્યાતા : સારૂં ચાલો, તો પછી રામને કેમ વનવાસ ભોગવવો પડ્યો?

વિદ્યાર્થી : કેમકે તેમના પિતાએ તેમને એમ કરવાનું કહ્યું હતું અને રામ તેમના પિતાના આદેશનું કદી પણ ઉલ્લંઘન કરતા નહીં.

વ્યાખ્યાતા : ચાલો એ પણ ઠીક. તો પછી દશરથે રામને વનવાસ માટે કેમ કહેવું પડ્યું?

વિદ્યાર્થી : દશરથે તેમનાં પત્ની કૈકેયીને બે વરદાન માગવા કહેલું. કૈકેયી તેનો ભવિષ્યમાં ઉપયોગ કરવાનું માગેલ.હવે તેણે માગ્યું કે તેનો પુત્ર ભરત ગાદીએ બેસે અને રામને ૧૪ વર્ષ વનવાસ મળે.

વ્યાખ્યાતા :દશરથે કૈકેયીને બે વરદાન કેમ આપવાં પડ્યાં હતાં?

વિદ્યાર્થી : એક વખત સંબાસુર સાથેની લડાઈ દરમ્યાન દશરથના રથનું પૈડું નીકળી ગયું. કૈકેયીએ પોતાની આંગળી વડે એ પૈડાંને ચાલતું રાખ્યું. તેમની આ હિમ્મત અને સમયસૂચકતાથી રાજી થઈને દશરથે તેમને બે વરદાન માગવા કહેલું.

વ્યાખ્યાતા : તો હવે મૂળ કારણ મળ્યું ને. રથનાં પૈડાંની ધરીની ગુણવત્તા બરાબર નહોતી તેની અસર સીતાનાં હરણમાં પરિણમી.

[આમ, ૫-વાર કેમ? પૂછવાની રીત ગુણવત્તાના વિષયમાં ખૂબ જ મહત્ત્વની છે. જો રથનાં પૈડાંની ધરીની ગુણવત્તા બરોબર હોત તો રામાયણ રચાઈ જ ન હોત.] (આ છે મૂળ કારણ વિશ્લેષણની રીતનું એક તરત સમજાય એવું ઉદાહરણ.)

કારણ વિના કાંઇ પણ કાર્ય થતું નથી.

૫-વાર કેમ? પૂછવાની રીત: કેમ? કેમ ? કેમ ? કેમ ? કેમ  ?

સમસ્યાની અંદર શું રહેલું છે તે જાણવા પહેલી વાર ‘આમ કેમ થયું?” પૂછો’ પછી એ કેમ? પૂછતાં જઈને પ્રશ્નનાં ઊંડાણમાં ઉતરતાં જાઓ. મોટા ભાગના કિસ્સાઓમાં પાંચમા કેમ? સવાલના જવાબ સુધીમાં તમને મૂળ કારણ મળી જશે.

૨. વિકલ્પો વિકસાવવા: –

વૈકલ્પિક વિચારો અને આયોજનો ખોજવાં:

વિચારોની યથાર્થતાનું મૂલ્યાંકન

3. શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી:

સૌથી વધારે ઉચિત વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન નિરાકરણ ક્ષેત્ર: નિર્ણય = માહિતી + મત

નિર્ણય મુક્ત મને, સર્વાંગી વિચાર બાદ જ લેવો. “ખુશીમાં વચન આપશો નહી, ગુસ્સામાં ઉત્તર કે જવાબ ન નક્કી કરજો અને દુ:ખમાં નિર્ણય લેશો નહી.” સાચા નિર્ણયથી વિશ્વાસ બમણો થાય છે અને ખોટા નિર્ણયથી અનુભવ બમણો થાય છે.એટલે ગમે તે પરિસ્થિતિમાં મુંઝાવાની જરૂર નથી, બસ કામ કર્યે જાઓ. જીંદગીનાં અમુક વળાંક એવા હોય છે, જ્યાં સત્ય અને સમજણ હોવા છતાં, નિર્ણય નથી લઈ શકાતા.

હું યોગ્ય નિર્ણય લેવામાં માનતો નથી, હું નિર્ણય લઉં છું અને પછી તેને સાચો કરું છું.: રતન ટાટા

૪. અમલ: –

જે કંઈ વિચાર્યું અને આયોજન કર્યું તેનો અમલ કરો.

. મુલ્યાંકન: –

ઉપાય કારગત રહ્યો?

હા.

ના.


આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: મો.: 98254 33104

Email: hiranyavyas@gmail.com

Web. www.hiranyavyas.yolasite.com

2 comments for “પ્રશ્ન નિરાકરણ અને નિર્ણય શક્તિ

 1. August 18, 2017 at 5:37 pm

  બહુ જ સરસ લેખ. અહીં વાપર્યો.

  https://gadyasoor.wordpress.com/2017/08/18/problems/

  ‘નાનકડી શિસ્ત’ સૌ જરૂર વાંચે.

 2. August 18, 2017 at 6:20 pm

  પ્રશ્નની ખૂબ સુંદર છણાવટ કરી છે.

  મારા મત પ્રમાણે દરેક ‘સમસ્યાનો હલ છે’.

  નજર બદલો નજારો બદલાઈ જશે.

  હૈયા કૂટશો તો તમે ફેંકાઈ જશો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *