વ્યંગ્ય કવન : (૧૫) : કીમિયાગીરી

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

જંકશન રેલવેસ્ટેશને,
ટ્રેઈન થોભી ન થોભી;
અને, ત્યાં તો
આવી ઊભો ટિકિટચેકર,
પ્લેટફોર્મે
એક ડબ્બાદ્વાર સમીપ,
ખુદાબક્ષ કો’ મુસાફરને
ઝડપી લેવા જ તો!  (૧)

બે જણ ઊતર્યા,
જેમાંનો એક,
સામાન સોંપતાં અન્યને,
નાખે ગજવે હાથ
અને કરે અભિનય,
જાણે ટિકિટ કાઢતો હોય તેમ! (૨)

પણ, આ શું?
એ તો માંડ્યો ભાગવા અચાનક!
અને ટિકિટ ચેકર પણ ભાગ્યો તેની પાછળ
રંગે હાથ ઝડપવા! (૩)

પ્લેટફોર્મના છેડા સુધી
બંને ભાગતા જ રહ્યા, બસ ભાગતા જ રહ્યા!
આખરે પેલો ઝડપાયો તો ખરો,
પણ ટિકિટ ધરી દીધી ત્વરિત મલકતા મુખે! (૪)

પણ ભાગ્યો કેમ મૂરખ,
ટિકિટ હતી તોયે?
ખંધુ હસતો તે વદે,
’શું કરું, સાહેબ? પણ, સાથી હતો ને ખુદાબક્ષ!’  (૫)

 

                                                                   *****

સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

5 comments for “વ્યંગ્ય કવન : (૧૫) : કીમિયાગીરી

  • August 17, 2017 at 10:40 am

   ભાયા, ઇક લંબે અરસે કે બાદ આપને વલદાકો ‘હાસ્ય દરબાર’ પહુંચા હી દિયા! કોઈ બાત નહિ, આપ સબ ખુશ તો મૈં ભી ખુશ! ધન્યવાદ

 1. Jay
  August 16, 2017 at 9:01 pm

  Heard this type of ideas many times before in different ways. This idea is not unusual but also not practical.

  The con man can be subjected to the charges of aiding the criminal as well as purposely distracting the officer,

 2. Anila Patel
  August 17, 2017 at 8:26 pm

  Ketalak Drs. Mental hospitalni mulakate gaya. Ek Dr. Sate vat karta ek pagal bjagyo, ene pakadava dr ane ketalak karmachario te pachhal bhagya, ekad kilometer bhagya pachhi railway station avyu, pagal trainma chadhi gayo ane biji bajuthi utari gayo, chhevate ey thakyo etale ubho rahi gayo ane dr.ne pakadine kaheke “out”. Hu to pakad-dav ramto hato.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *