





૨૦૧૪માં આપણે દેવિકાબહેનનું ‘આઝાદી’ કાવ્ય પ્રકાશિત કર્યું હતું. વેબ ગુર્જરીની સાઈટ તકનીકી કારણો સર તૂટી પડી, એટલે એ કાવ્ય પણ તેના કાટમળ તળે દબાઈ ગયું.
આજે દેવિકાબહેને એ કાવ્યને નવાં સ્વરૂપે નવપલ્લવિત કર્યું છે.
-સંપાદકો
‘મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,
કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી.
રુધિરથી લથબથ થતી લાશો નજર સામે ફરી,
કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી.
પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી.
સિત્તેર વરસની વીરતાને પૂછતી રંગીન ધજા,
ક્યાં કોણ છે આઝાદ? સો પ્રશ્નો ઊઠ્યા આજે ફરી.
રાતો ગઈ,વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.
**************************************
અને બીજી આ એક નવી, ટૂંકી, વ્યંગ અછાંદસ રચના…
સ્વતંત્ર દિન !
સૌ ઝંખે આઝાદી..
પણ.. છે સમયની ગુલામી.
સંજોગની ગુલામી.
ખુરશીની મોહજાળ ને,
કાયા–માયાની ગુલામી.
કોને છૂટી?
હં..સ્વતંત્ર દિન!!!!!
– દેવિકા ધ્રુવ : http://devikadhruva.wordpress. com
2nd.October aave tyare deshmana badhaGandhijina pootalao parthi dhool khankheray ane fool. Hartora ane khadiniaanti chadhavay tem 15th August ane 26th January ave etale Aazadina geeto bechar divas gunje ane pachhi vesarata jaya. Aavu kem? E mane nathi samjatu.
સરસ રચના દેવીકાબેન… અભિનંદન.
લતા હિરાણી
અનિલાબેન અને લતાબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.