ભારતનાં વિશિષ્ઠ ગામડાં

Facebooktwitterredditpinterestlinkedinmail

રૂપાંતરકાર – સુરેશ જાની

ધૂળિયા રસ્તા, ઉકરડા, પછાત મનોદશા

ભારતના ગામડાંનું નામ વાંચીને આવો જ ખ્યાલ આવે ને?

પણ આ દસ ગામડાં વિશે જાણીને આપણને પ્રશ્ન થાય કે, ‘આમ પણ હોય?’. આવાં બીજાં પણ ગામ હશે. પણ ટૂંકમાં, આ દસ ગામડાં વિશે જાણો અને એમને સલામ કરો.

. ઉપ્પલાજલંધર, પંજાબ

કાળા રંગની , બીબાં ઢાળ પ્લાસ્ટિકની પાણીની ટાંકીઓ જોઈ કંટાળી ગયા હો તો આ ગામમાં જઈ વિવિધ વાહનોના આકારની પાણીની ટાંકીઓ જરૂર જોજો – કોઈક વિમાનના આકારની છે, તો કોઈક લશ્કરની ટેન્ક જેવી તો કોઈક બીજા આકારની !

. મલાણા, હિમાચલ પ્રદેશ

હિમાલયના ચન્દ્રખાની અને દેવ ટિબ્બા શિખરોની તળેટીમાં આવેલું આ ગામ જાણે કે, દેશથી અલગ જ વિસ્તાર છે. અહીંના લોકો એમ માને છે કે, તેઓ સિકંદરની સેનાના વંશજો છે. ગામના વહીવટ માટે લોકસભાની જેમ બે કનિષ્ઠાંગ અને જ્યેષ્ઠાંગ નામનાં બે ગૃહ છે ! માલિકની પરવાનગી વિના કોઈ ઘરને હાથ લગાવવાની પણ ચેષ્ઠા કરો તો ૧૦૦૦ ₹. થી ૨૭૦૦ ₹ સુધીનો દંડ ભોગવવા તૈયાર રહેજો ! અહીં મોગલ શહેનશાહ અકબરને અલ્લા જેવા ગણવામાં આવે છે.

. ધોકડાકચ્છ , ગુજરાત

આ ગામમાં શ્વેત ક્રાન્તિ હાજરાહજૂર છે – જાણે દૂધ, ઘીની નદીઓ વહે છે ! પણ કોઈ રહેવાસી વ્યક્તિ એનું વેચાણ નથી કરતી. જેમના ઘેર ઢોર ન હોય, તેમને મફત દૂધ આપવામાં આવે છે. ૫૦૦ વર્ષ પહેલાં પીર સૈયદના અહીં રહ્યા હતા. તેમની દરગાહ પણ છે, અને તેના મુખી અજિત જાડેજાના જણાવ્યા મુજબ પીરનું આ ફરમાન હતું.

. કોડીન્હીકેરાલા

અહીં ઘેર ઘેર જોડિયાં બાળકો જોવા મળે છે. ૧૦૦૦ માંથી ૪૫ માતાઓ અહીં જોડિયાં બાળકોને જન્મ આપે છે, જે સરેરાશ આંક કરતાં સાત ગણો વધારે છે.

. હિવરે બઝારઅહમદ નગર, મહારાષ્ટ્ર

હમ્મેશ અછતગ્રસ્ત એવો આ વિસ્તાર ખેડૂતોની આત્મહત્યા માટે કુખ્યાત છે. પણ આ ગામના રહીશો જાતમહેનત અને સંપથી ગજબની સમૃદ્ધિ પેદા કરવા સફળ થયા છે. ૧૯૯૦ માં પોપટરાવ પવાર સરપંચ તરીકે ચુંટાયા પછી આ સમૃધ્ધિ આવી છે. ૧૯૯૫ માં માથાદીઠ આવક ૮૩૦ ₹ હતી , જે ૨૦૧૨ માં ૩૦,૦૦૦ ₹ ની થઈ ગઈ છે. અહીં થોડો ઘણો જે પણ વરસાદ પડે તેનું ટીપે ટીપું સાચવી લેવામાં આવે છે. પશુપાલનની આધુનિક પદ્ધતિઓ પણ અમલમાં મુકવામાં આવી છે. અહીં ૬૦ કુટુમ્બો તો કરોડપતિ છે.

. પુંસરીસાબરકાંઠા, ગુજરાત

મોટા શહેરોમાં પણ ન જોવા મળે તેમ અહીં ઘેર ઘેર વિજળીના દીવા, પાણીના નળ અને ફ્લશ વાળા જાજરૂ, ગામની પોતાની સુએઝ પદ્ધતિ, ૧૭૦ લાઉડ સ્પીકર વાળી પબ્લિક એડ્રેસ સિસ્ટમ, વાઈ- ફાઈ, અગત્યની જગ્યાઓએ સુરક્ષા માટે ક્લોઝ સરકિટ ટીવી અને સોલર પાવરથી ચાલતી સ્ટ્રીટ લાઈટ છે. દરેક ગામવાસીનો એક લાખ ₹. નો જીવન વીમો અને ૨૫,૦૦૦ ₹. નો મેડિકેર વીમો છે સારા વહીવટથી આ ગામે સરકારી યોજનાઓનો ઉપયોગ કર્યો છે.

. શેતફળ, સોલાપુર, મહારાષ્ટ્ર

આ ગામમાં સાપ અને નાગની પૂજા માત્ર નાગ પાંચમે જ નહીં પણ હર હમ્મેશ કરવામાં આવે છે, ઘેર ઘેર સાપ અને નાગને રહેવાની વ્યવસ્થા છે. આશ્ચર્યજનક રીતે અહીં કદી કોઈને સર્પદંશ થયાનું જાણમાં નથી ! બાળકો બિનધાસ્ત સાપ સાથે રમતાં જોવાં મળે છે .

. શાની શિંગણાપુરઅહમદ નગર, મહારાષ્ટ્ર

૧૫૬ વર્ષ જૂના આ ગામમાં કોઈ ઘરને બારણું જ નથી. શાળા, પોલિસ સ્ટેશન વિ. સરકારી મકાનોને પણ નહીં. બહુ બહુ તો એકાદ પડદો લટકાવેલો જોવા મળે. આમ છતાં કોઈ ચોરી, લૂંટફાટ કે બળાત્કારનો કિસ્સો અહીં થયો નથી.

. ચપ્પરહરિયાણા

સ્ત્રીઓ પર ત્રાસ અને કનડગત માટે કુખ્યાત રાજ્યના આ ગામમાં દીકરીઓના જન્મને મીઠાઈ વહેંચીને ઉજવવામાં આવે છે. અહીં જાહેર રસ્તાઓ પર પણ સ્ત્રીઓ ઘૂમટો તાણ્યા વિના ફરતી જોઈ શકાય છે.

૧૦. કોક્કરે બેલ્લૂરમંડ્યા, કર્ણાટક

અહીં પક્ષીઓને દિવ્ય માનવામાં આવે છે. અહીં કોઈ ખેતરમાં ચાડિયા જોવા ન મળે. પક્ષીઓને ચણ નાંખવાના ચબૂતરા ઠેર ઠેર જોવા મળે છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે વ્યવસ્થા પણ છે. રંગીન બગલાઓ અહીં મુક્ત રીતે વિહાર કરતા જોઈ શકાય છે.

આ દસ ગામોની ઝલક આપતો આ વિડિયો પણ જોઈ લો.


સાભાર – માનવી કટોચ, The Better India


સંદર્ભ –

http://www.thebetterindia.com/111074/10-unique-indian-villages/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

1 comment for “ભારતનાં વિશિષ્ઠ ગામડાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *