‘ચાર લોકો શું કહેશે?- – એ ચારમાંથી એક તમે પણ છો(!?)

Facebooktwitterredditpinterestlinkedinmail

આરતી નાયર

એ આખા દિવસના કામ પછી થાકીને ઘરે પહોંચી ત્યારે રાતના સાડા દસ થયા હતા. એપ્રેઇઝલને કારણે થોડા મહીનાઓથી તે ખુબ મહેનત કરતી હતી. કેટલીક નજરો એને ચૂભી. એક પડોશી ‘આન્ટી’ રોજ મુજબ એમના પતિદેવ સાથે વોક પરથી પાછા આવી રહ્યા હતા. આમ તો આ એક સામાન્ય વાત, ભૂલી જવાય એવી. પણ, આ તો પડોશી ‘આન્ટી’ જે કશું જ ના ભૂલે. પરિણામે કૂથલીનો દૌર શરુ. “રોજ મોડી આવે છે, બોલો. નક્કી એના બોસ સાથે ચક્કર હશે. અરે, પેલો. એક દિવસ આને મૂકવા આવેલો એ. યાદ છે, આણે એ દિવસે ટુંકો ડ્રેસ પહેરેલો, કાળો? બસ એ જ.” અંતે, વાજતી-ગાજતી આ આખી વાત, એ છોકરીના ઘર સુધી જાય.

જો તમે આવા આન્ટી કે અંકલ હોવ, કોઇની અંગત જીન્દગીની વાતોમાંથી કૂથલીનો આનન્દ લેતા હોવ, એ પણ એમની તકલીફ સમજ્યા વગર, તો ભલે એમને કોઇ ફેર ના પડે પણ, તમારુ મન બિમાર છે. તમે આવા છો કે નહી એ જાણવાની એક સરસ યુક્તિ છે. પાંચ દિવસ સુધી, કોઇ પણ બે જણની બે સારી વાતોની ચર્ચા લોકો સાથે કરો. જો ના ફાવે તો પરિણામ તમારા હાથમાં છે. હા, બીજા તમારી આગળ કુથલી કરે, તો એ રોકવી પણ તમારા હાથમાં છે.

જો તમે એક આન્ટી છો, તો તમારા હાથમાં અલૌકિક શક્તિ છે. અને, “અલૌકિક શક્તિની સાથે આવે છે અલૌકિક જવાબદારી”


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *