સુશ્રી નયના પટેલની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ વેબ ગુર્જરી પર ધારાવાહિક સ્વરૂપે

સુરતમાં જન્મેલાં નયનાબહેન પટેલ ભારતમાં બી.એ. કર્યા બાદ ૧૯૬૮માં કાયમી વસવાટ માટે બ્રિટન આવ્યાં. બ્રિટનની તે સમયની વર્ણભેદની પરાકાષ્ઠામાં તેમને તેમની શૈક્ષણિક યોગ્યતા પ્રમાણે કામ ન મળતાં તેમણે  ફૅક્ટરીમાં કામ કર્યું. જો કે સમય વીતતાં તેમની પ્રતિભા તથા કેળવણીની કદર થઈ અને સામાજિક વિકાસના કાર્યક્રમોના વિસ્તાર માટે સરકારે તેમને નિયુક્ત કર્યાં. તેમની ખાસ કામગીરી ભારતીય ઉગમના હૃદયરોગ તથા ડાયાબિટીસના દર્દીઓના પુનર્વાસ માટે એજ્યુકેટર તરીકે હતી. એમણે ડાયાબિટીસ રીસર્ચના કાર્યક્રમમાં મુખ્ય અનુવાદકનું પણકામ કર્યું.

સાહિત્યમાં રુચિ હોવાથી તેમણે ગુજરાત સમાચારનાં મિડલેંડના રિપોર્ટર તરીકે સેવા આપી તથા એમ.એ.ટી.વી( ભારત બહાર યુ.કે.માં પહેલી સ્વતંત્ર ભારતીય કાર્યક્રમો આપતી ચેનલ) પર ગુજરાતી સમાચારનાં એડીટિંગ સાથે ગુજરાતી સમાચાર પ્રવક્તા તથા ‘સ્વયંસિદ્ધ’ કાર્યક્ર્મનું આયોજન, ડાયરેક્શન અને વિવિધ ક્ષેત્રે કામ કરી સ્વયં સિદ્ધિ પામ્યા હોય એ લોકો સાથે સંવાદ વિગેરે યોજવાના સફળ પ્રયોગો યોજ્યા.

એમની પ્રથમ ટૂંકી વાર્તા-‘અંત કે આરંભ’ને ગુજરાતી સાહિત્ય એકાદમી યુ.કે. દ્વારા દ્વિતીય પારિતોષિક મળ્યું. અને ‘રીડ ગુજરાતી’ વાર્તા સ્પર્ધામાં ‘ડૂસકાંની દિવાલ’ પ્રથમ પારિતોષિકને પાત્ર ઠરી., અને પછી નવનીત સમર્પણ, સંદેશ-અર્ધસાપ્તાહિક, ફીલિંગ્સ, વેબગુર્જરી, પ્રતિલિપિ, વગેરે મેગેઝિનો, સામાયિકો અને વર્તમાનપત્રોમાં ટૂંકી વાર્તાઓ પ્રસિદ્ધ થતી રહી.

ગુજરાત સમાચારમાં પ્રથમ નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ ધારાવાહિક ૪૨ અઠવાડિયાં માટે આવી જે પછી પુસ્તક રૂપે પ્રગટ થઈ. ૧૩ ઓગસ્ટ, ૨૦૧૭ના રવિવારથી વેબ ગુર્જરીના ડાયસ્પોરા સાહિત્ય વિભાગના ઉપક્રમે ‘કેડી ઝંખે ચરણ’ દરેક સપ્તાહે એક એક પ્રકરણના હિસાબે પ્રકાશિત કરવાનું આયોજન કરાયું છે.

વાચકોને કદાચ યાદ હશે કે વેબ ગુર્જરીમાં આ પહેલાં બ્રિટનમાં વસતા ભારતીય સમાજની “વર્ણ વ્યવસ્થા” તથા તેમની સમસ્યાઓ વિશે અમારા સાથી-સંપાદક કૅપ્ટન નરેન્કદ્ર ફણસેની શ્રેણી પ્રકાશિત થઈ હતી. નયનાબહેનની નવલકથા આ સમસ્યાઓનું વેધક દર્શન કરાવે છે. પૂર્વ આફ્રિકામાં ઉછરેલી પ્રજા અને તેમના ભારતથી આવેલા પત્ની કે પતિ વચ્ચેના સંબંધ, સંઘર્ષ અને પરિણામનું હૃદયસ્પર્શી અવલોકન આ નવલકથામાં જોવા મળશે.

અમને આશા છે કે આ શ્રેણી આપને ગમશે.

વેબ ગુર્જરીમાં નયનાબહેનનું સ્વાગત કરતાં અમે હર્ષ અનુભવીએ છીએ.

સંપાદક મંડળ, વેબ ગુર્જરી

.સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

4 comments for “સુશ્રી નયના પટેલની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ વેબ ગુર્જરી પર ધારાવાહિક સ્વરૂપે

 1. August 6, 2017 at 11:37 pm

  Welcome on WG, Nainabahen. Hope your novel will go interesting.

  • August 9, 2017 at 3:01 am

   I hope so too, Valibhai! And thanks for your worm welcome.

 2. Rajnikant Vyas
  August 8, 2017 at 10:35 am

  આભાર નયનાબેન અને વેબગુર્જરી.

  • August 9, 2017 at 3:03 am

   Hope you will give me your honest opinion when it will be published Rajnikantbhai!

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.