ઘરથી દૂર રહેવું? કે નહીં?

Facebooktwitterredditpinterestlinkedinmail

આરતી નાયર

અમારા એક મિત્ર સાથે જીઆરઈના વર્ગો વિષે વાત થતી હતી. વાત તો શું થતી હતી,એ મને ગોદા જ માર્યા કરતો હતો કે, “ઓહ, હું તો ઈચ્છું છું કે તમે એક વાર અમેરિકા જતાં રહો. ઘરથી દૂર રહેવાથી આખી જિંદગી બદલાઈ જાય છે.” અરે, જ્યાં સુધી તમે એક ઘરથી દૂર રહ્યાં ન હો ત્યાં સુધી જિંદગીમાં તમે શું ખોયું છે એ સમજાશે જ નહીં.” “તમને કાંઈ ખબર જ નથી.”

બસ, એ એક જ વાતને જૂદી જૂદી રીતે કહેતો જ રહેતો હતો. પોતાના પગ ઉપર રહેવાના જિંદગી જીવવાનો, અનુભવ અલગ જ હોય, ભલે તેને કારણે ઘણી બધી વ્યવ્સ્થાઓ વેરવીખેર કરી કદાચ થઈ જતી હોય, એ વાત સાથે અસહમત ન થવાનો મારી પાસે કોઈ રસ્તો જ નથી. હું ક્યારે પણ અસહમત થઈ પણ નથી. પણ એ વાત તો આપણે સજવી જ રહી કે આજની પેઢીને ઘરથી દૂર રહેવાનો વાયરો લાગ્યો છે.જાને આજની આખી પેઢી વિદ્રોહી બની ગઈ છે. પરંતુ, બધાં માટે એ સાચું નથી.

વિચાર કરીએ તો થશે કે આપણે ઘરથી દૂર રહેવાનું કેમ પસંદ કરીએ છીએ?

૧. બધાં આપણી બાબતોમાં બહુ ડખલ કર્યા કરતાં હશે, બહુ સાહેબગીરી કર્યા કરતાં હશે, માતાપિતા કે કુટુંબ આપણને મળવી જોઈએ એટલી મોકળાશ કદાચ નહીં આપતાં હોય..

૨. પૂરતી તકો નહીં મળતી હોય.

હું એને પૂછું છું, “પણ જો તમે તમારાં લોકો સાથે ખુશ હો, તમને પૂરતી તકો મળતી હોય, તો પછી ઘરથી દૂર થવાની જરૂર શી?”

“કરવું જ જોઈએ કારણ કે તો જ તમને કંઈ કેટલા સંઘર્ષોનો સામનો કરવાની તક મળશે!”

આપણી પેઢી પોતાનો કક્કો ખરો કરવા માટે ‘સંઘર્ષ’ કરવા તૈયાર બેઠી છે. જિંદગીમાં જો સંઘર્ષ ન હોય તો પોતા માટે સંઘર્ષ પેદા કરો. સગવડભરી જિંદગી જીવવી એ એક પાપ છે. જો તમે ખુશ રહેતાં હો તો તમને ગુન્હાહીત લાગણી થવી જોઈએ.કોર્પોરેટ કર્મચારીઓને કોમેડીઅન થવું છે.કોમેડીઅનોને બોલીવૂડના કલાકાર બનવું છે. બોલીવીડના કલાકારોને સુપર સ્ટાર કે પછી આંતરરાષ્ટ્રીય કલાકાર બનવું છે.

મોટાં ભાગનાં લોકોને ઘરથી દૂર રહેવા ગયા પછી ઘરે સહેલાઈથી મળતાં ભાવતાં ભોજન અને બીજી સગવડોની કિંમત સ્મજાય છે. ઘરથી દૂર રહેવાનો અનુભવ કરવા જેવો એ ખરૂં, પણ એ એવી ‘સિધ્ધિ’ તો નથી જ જેને આંખો બંધ કરીને જીવનનું લક્ષ્ય બનાવવું જેવું તો ન કહેવાય.

“મારે તો અનુભવ મેળવવા માટે જ મારાં કુટુંબથી દૂર રહેવું છે.” આ તો સીધેસીધી મૂર્ખામી જ છે. સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે પોતે શું મેળવવું છે અને તે મેળવવા માટે શું શું કરવું જોઈએ. આ તો સરે આમ ચિંતાળુ લોકો માટે છે, એવાં લોકો જે હંમેશાં ઉચાટથી, અકળાતાં અકળાતાં રહે છે. આ એવો વર્ગ છે જે ગમે તેટલી મહેનત કરતાં રહેવા છતાં પોતાનાથી ક્યારે ય સંતુષ્ટ નથી રહેતો. (હું પણ એમાંની એક છું!) જો તમે ‘ડીઅર જિંદગી’ જોયું હશે તો તમને આ સંવાદ જરૂર યાદ હશે – ‘આપણે શા માટે હંમેશાં મુશ્કેલ માર્ગ પસંદ કરવો જોઈએ? ક્યારેક સરળ માર્ગ પસંદ ન કરી શકાય?’[i]


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.


[i]

2 comments for “ઘરથી દૂર રહેવું? કે નહીં?

 1. July 26, 2017 at 7:23 pm

  જ્યાં રહો ત્યાં….
  આનંદમાં રહો – આનંદ વહેંચો. આપવાનો આનંદ મેળવવાના આનંદ કરતાં ચઢિયાતો હોય છે.

 2. July 26, 2017 at 9:41 pm

  ઘરનું વાતાવરણ બહુ વધારે સુરક્ષિત હોય તો પણ વ્યક્તિનાં વ્યક્તિત્વમાં ઘણાં નબળાં પાસાં વિકસતાં રહે એવી પણ શક્યતા રહે. એ સંજોગોમાં જો બહારની ‘મુશ્કેલ’ દુનિયામાં રહેવા મળે તો પેલી કચાશોની કરચલીઓને સાફ કરી નાખવાની તક મળી શકે છે.
  દરેક પરિસ્થિતિના પોતપોતાના ગુણદોષ હોય છે અને શું સાચું અને શું ખોટું એ તારણ તો એ સમયના સંદર્ભમાં જ સાચુંં (કે ખોટું) કહી શકાય, અને તે પણ મોટા ભાગે માત્ર પશ્ચાતવર્તી જ્ઞાનના આધારે જ.
  જો કે એકંદરે તો ‘ડીઅર જિંદગી’નો સંવાદ ખરેખર મનનપ્રેરક છે,.અઘરૂં એટલે સારૂ કે સહેલું એટલું ખરાબ એવાં ઉતાવળાં તારણ તો ન જ બાંધી લેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *