ગ઼ઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

– દેવિકા ધ્રુવ

ઘણાં કરે સવાલ કે આ જિંદગી પછી શું છે?
હું પૂછું છું કે કહો, દિવાનગી પછી શું છે?

જનાર શું ગયા પછી કદી ફરી પરત થયા?
ખબર કશી ય કોને છે, રવાનગી પછી શું છે?

ફરે સદા પતંગિયું ફૂલો ઉપર લળી લળી,
બળે પછી ખબર પડે પસંદગી પછી શું છે?

ફળે, કળે, વળે ,બળે ઘણું બધું થયા કરે.
જવાબ છે, સવાલ ના હો, બંદગી પછી શું છે?

ભલે ને છાનું કેટલું, બધાંય રાખતાં હશે.
કયામતે થશે હિસાબ, ખાનગી પછી શું છે?


દેવિકા ધ્રુવ : સંપર્કસૂત્રો :-
ઈ મેઈલ : ddhruva1948@yahoo.com  ||બ્લોગ : શબ્દોને પાલવડે

1 comment for “ગ઼ઝલ

  1. July 23, 2017 at 6:12 pm

    ક્યામતે હિસાબ બધાંનો ના થાય !
    ——
    જોક્સ એપાર્ટ… જૈન દર્શન અપનાવીએ તો દરરોજ ‘સામાયિક’ કરતા થઈ જઈએ. રોજે રોજ હિસાબ ! લાંબા અને પ્રામાણિક સામાયિકના પ્રતાપે એ સતત બનતી પ્રક્રિયા પણ બની શકે છે.

    આલોચના, નિજ દોષ પરિક્ષણ, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *