





નીતિન વ્યાસ
એક પારંપારિક રચના: ઠુમરી રાગ પહાડી -દાદરા
रंगी सारी गुलाबी चुनरिया रे
मोहे मारे नजरिया सांवरिया रे
जाओ जी जाओ, करो ना बतियाँ
ऐ जी बाली है मोरी उमरिया रे
मोहे मारे नजरिया सांवरिया रे
रंगी सारी गुलाबी चुनरिया रे
पहनी सारी गुलाबी चुनरिया रे
मोहे मारे नजरिया सांवरिया रे
जब गईथी जमुना के तट पे
पनघट पे छेड़े सावरियां रे
सौतन के गरवा लगये जो छैला
रंगी सारी गुलाबी चुनरिया रे
मोहे मारे नजरिया सांवरिया रे
આજે આ ઠુમરીનું રસદર્શનની રજૂઆત અન્ય કલાકારો દ્વારા પ્રદર્શિત નૃત્ય અને ગાયન દ્વારા માણીયે:
रंगी सारी गुलाबी चुनरिया रे એક પરંપરાગત લોકપ્રિય ઠુમરી
ઠુમરી ગાયકીમાં ગાનાર કલાકાર ભાવદર્શન સાથે જમાવટ કરે, એકજ મુખડો જુદી જુદી રીતે આરોહ અવરોહ અને વળી અન્ય રાગોમાં રજુ કરે, આ નજાકત અને હરકતો સાંભળનારા પ્રેક્ષકો રસતરબોળ થઇ જાય,
અહીં રસદર્શન વાંચવાનું નથી, પણ ગાયકી અને નૃત્યમાં માણવાનું છે.
શરૂઆત ગાયકી દ્વારા રસદર્શન – સાંભળીયે કૌશિકી ચક્રવર્તી :
જ્યારે ઠુમરીના ગાયન સાથે નૃત્ય ભળેછે ત્યારે એ જ નજાકત અને હરકત ભર્યા અલંકારો કલાકાર નૃત્ય દ્વારા ભાવ અને અભિનય સાથે દર્શાવે છે, અહીં એ જ ઠુમરી એક નવી ઉંચાઈએ જોવા અને માણવા મળેછે।
સુનૈના ગુપ્તા દ્વારા કથ્થક રજુઆત, સાથમાં ઠુમરી ગાયક અને સંજીદાઓ: જ્યોથિકા જોશી, મિહિર કુંડુ, શુશાંત ચૌધરી, અને ગુરુ પરમબાથ:
ઠુમરી ગાયનની સુપ્રસિદ્ધ ગાયિકા શોભા ગુર્તું
ગુરૂ અક્ષય કુમાર કથક શીખવાડે છે અને ડાન્સ ડિરેક્ટર પણ છે, અહીં તેની બે શિષ્ય જોડે મોસ્કો માં એક સ્ટેજ શૉ
ઉસ્તાદ સુજાત હુસેન ખાન
ભોજપુરી લોક ગાયિકા કલ્પના પતોવરી ફ્યુઝન
સુદેષ્ણા ચેટર્જી નો અવાજ અને સુંદીપ્તો મજમુદાર નું સંગીત
ગાયિકા માલિની આવસત્થી
અત્રિ કોટલનું ગાયન
ઠુમરી ગાયિકીના ગુરુ ધનશ્રી પંડિત રાય
પંડિત જીતેન્દ્ર અભિશેકીનાં શિષ્યા શ્રીમતી ગૌરી પથારે
અંતરા મજમુદાર ફક્ત 11 વર્ષ ની ઉંમરે રાગ, સુર અને તાલમાં માહિર
જયપુર ઘરનાના ગુરુ ગીતાંજલિલાલનાં શિષ્યા સ્વાતિ વાગું તિવારીની કથ્થક નૃત્યમાં રજુઆત
સિએટલ સ્થીત પ્રતિધ્વનિ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાધના અને સમ્પદા દ્વારા સુંદર રજૂઆત
થોડાં ફયુઝન – નવો તાલ, વાધ્યો અને ગાયકો દ્વારા ગાયેલી ની આજ ઠુમરી કંઈક જુદા સ્વરૂપે:
મધુસુદન બાગચી અને સુચલ ચક્રવર્તિ
યોગિતા અને મધુ પ્રસન્નાનો સરસ અંદાઝ રાજા રવિ વર્માના ચિત્રો સાથે
થોડી આડ વાત:
ઉત્તર પ્રદેશ માં બાંદા જિલ્લાને અલ્પવિકસિત જાહેર કરેલ છે, મોટાભાગ ની વસ્તી અનુસૂચિત જનજાતિના લોકોની છે, આ વિસ્તાર બધી રીતે પછાત છે, અહીંના એક ગામડામાં એક 12 વર્ષની દીકરીના લગ્ન થાય છે, તે અબુધ છે અને તેનો પતિ અત્યાચારી છે, ધીરે ધીરે સમજણ આવતાં તે પતિ સામે બળવો પોકારે છે, પતિ હાથમાં લાકડી લે તે પહેલા પોતે ડાંગ ઉપાડેછે,
હવે તેની ઉમર 16 વરસ ની છે અને પોતાનામાં હિમ્મત આવીછે. અહીંથી તે આગળ વધી તેના જેવી આજુબાજુ રહેતી સ્ત્રી ઓ જે આવા અત્યાચારોનો ભોગ બનતી આવી છે તે બધાને અન્યાયનો સામનો કરવા ઉશ્કેરે છે. રાક્ષસની જેમ વર્તન કરતા પુરૂષોને જાહેરમાં માફી માગવા મજબુર કરેછે. આ હિંમતવાન વ્યક્તિ એટલે સંપત પાલ દેવી.
સંપત દેવીના કાર્યોની વાતને ઘણી પ્રસિધ્ધિ મળેછે અને એક સમાજ સેવક શ્રી જય પ્રકાશ શિવાય તેના સંસર્ગમાં આવે છે. અને તે સંપત પાલ અને તેના સાથીદાર મહિલાઓ ને એક સંગઠન બનાવવા પ્રેરે છે. એ સંગઠનને નામ આપે છે “ગુલાબી ગેંગ”:. આ ગેંગ હવે જમીનદારો દ્વારા થતા શોષણ સામે પણ લડેછે.
સને 2006થી શરુ થયેલા આ જન આંદોલન પર એક દસ્તાવેજી ફિલ્મ:
Oprah Winfrey Network દ્વારા
આ સંપત પાલ દેવી ની સંઘર્ષકથાથી થી પ્રેરાઈ ને દિર્ગદર્શક શ્રી સૌમિક સેને એક હિન્દી ફિલ્મ બનાવી “ગુલાબી ગેંગ” . ફિલ્મ માં સંપત દેવી ની ભૂમિકાને માધુરી દિક્ષીતે ભજવી છે.
સંપત પાલ દેવી અને ફિલ્મમાં તેની ભૂમિકામાં માધુરી દીક્ષિત
હવે ફરી આપણે ઠુમરી, “રંગી સારી ગુલાબી ચુનરિયા” પર આવીયે
ફિલ્મ માં આ ઠુમરી માધુરી અને સ્નેહલતા દિક્ષિત સાથે અનુપમ ના અવાજમાં:
https://youtu.be/VE17ZzXdyy
મહેફિલ
શરૂઆતમાં આપણે ઠુમરી ગાયન માં ભાવદર્શન અને તેની સાથે નૃત્ય કલાકાર ની અભિનય દ્વારા પ્રદર્શિત થતા રસદર્શન ની વાત કરી અને અન્ય ગાયકો અને નૃત્યકારોની કલા માણી.
હવે જોઈએ એક મહેફિલ:
વિશાળ નહેરૂ સેન્ટર નાં એક હોલમાં થોડા શોખીનો ભેગા થઇ અને મહેફિલ માણે છે તેનો આ વીડિઓ છે.
વાત ઠુમરી ગાયકી અને અભિનય કળાની છે. આ મહેફિલમાં જે જમાવટ થાય છે તે માણવા જેવી છે. જોયા પછી તમને પણ લાગશે કે આવી મહેફિલ્મમાં સામેલ થવાનો લ્હાવો મળે તો મજા પડી જાય.
અહીં ઠુમરી ગાયક છે શ્રીમતી ગિરીજા દેવી અને બાજુમાં બેઠેલા શ્રી બિરજુ મહારાજ અભિનય દર્શાવે છે, સાથે અનુરાધા પાલની તબલા પર સંગત કરે છે:
અહીં પ્રસ્તુત વિડીઓ કોઈએ પોતાના મોબાઈલ ફોનથી રેકોર્ડ કરેલો છે:
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.
સરસ.
Akdam mast. .Thanks. Nitinbhai. ..Bahu samay pahela Bhavnagar man shobha gurtu ne sanbhlva no lahvo malel. .ane aaje tame sher karyu . Adbhut Aprtim. ..
As always, very well done,
Bakul
Brings back to memory, William Shakespeare, and his play As You Like It- “All the world’s a stage and all the men and women merely players; they have their exits and their entrances, And one man in his time plays many parts . . . ” This tradition of reinterpreting a classical and semi-classical/folk songs in various styles and mediums
is unique to Indian music. I loved it. Thanks
Nitinbhai,
very good work.hat off.
What a treat? Thank you Nitinbhai-Kanakbhai
સરસ.આનંદ આનંદ,આભાર.