હરણાંને પાંખ ફૂટી

Facebooktwitterredditpinterestlinkedinmail

ઉત્પલ વૈશ્નવ

હરણ અને જંગલ વચ્ચેનો સંવાદ

‘શું વિચારમાં પડ્યું છો?” જંગલે હરણને પૂછ્યું

હરણે જવાબમાં કહ્યું “હું છોડી જવા વિચારૂં છું.”

આટલું સાંભળ્યા પછી પણ જંગલ પોતાના પ્રયત્ન ચાલુ રાખતાં કહે છે : “જંગલ તો હું છું અને હું જાણું છું કે હું શ્રેષ્ઠ જંગલ છું. અહીં તને કોઈ વાતે તકલીફ નથી.તને તારો ગમતો ખોરાક મળે છે, તું અહીં સાવે સાવ સુરક્ષિત છો. જંગલી પ્રાણી સાથે પણ તારે સારૂં બને છે. તે લોકો પણ તને હાથ નથી અડકાડતાં”

“હા”, હરણે આગળ ચલાવ્યું, “પણ વાત એ નથી. મને લાગે છે જો મારે મારી નિયતિ શું છે તે જાણવું હોય તો,મારે હજૂ મોટાં જંગલમાં જઈને મારાં જીવનને વધારે ઉત્કટતાથી જીવી જોવું જોઈએ.

જંગલે તેને સલાહ આપી “હરણો એક જંગલથી બીજાં જંગલમાં ભટકે નહીં. તેમને માટે તો ભલો તેમનો ખોરાક અને ભલી તેમની જંગલી પ્રાણીઓની સામે સુરક્ષિત જિંદગી.”

“હું હરણ છું એટલે મારે બીજાં હરણની જેમ જ વર્તવું જરૂરી છે? હું એમ નથી માનતું. જેમ કે મારાં જેવાં બીજાં કોઈ પ્રાણીઓ જંગલી પ્રાણીઓ સાથે મારી જેટલા સંબંધો ક્યાં બાંધી શાક્યાં છે?હું નાનું શું હરણ છું એ વાત સાચી, પણ મને મારાં અરમાનો છે, મારાં સ્વપ્નાં છે અને મારે તે સિધ્ધ કરવાં છે.’ હરણની વ્યાકુળતા હવે બહાર આવવા લાગી હતી.

“એ વાત ખરી, પણ બધાંને તારા વગર અહી ગમશે નહીં. કેટલું મજાનું, નાનકડું શું, રમતિઆળ છો તું. બધાંને તારા પર કેટલું હેત છે !” જંગલ હવે લાગણીમય થવા લાગ્યું હતું.

“ના, ના, મારાં પ્રિય જંગલ, મને તમારાથી કે બીજાં કોઈથી કોઈ જ વાંધો ફરિયાદ નથી.પણ આપણામાં જે કંઈ છે તેને પામવાનો આપણો હક્ક છે અને તે સિધ્ધ કરવા મારે નવાં નવાં જંગલોના અનુભવ કરવા જ રહ્યા.આ તો તે તરફનું પહેલું પગલું છે” હરણે સમજાવ્યું.

“તારા શબ્દોથી મને રીચાર્ડ બાકનું પુસ્તક Jonathan Livingston Seagull યાદ આવી ગયું” જંગલે કહ્યું.

“ખરી વાત. તમને ખબર છે, થોડા સમય પહેલાં મારે સીગલને મળવાનું થયું હતૂ. એણે મને જોનાથન લિવિંગ્સ્ટન સીગલની વાત કરી હતી અને કેમ તેણે એક વખત સાવ જ અશક્ય લાગતી એવી જીવનની ઉંચાઈઓ સર કરી હતી તે સમજાવ્યું હતું.” હરણ હવે ઉત્સાહમાં આવવા લાગ્યું હતું.”

“આખી વાત બહુ પ્રેરાણાજનક હતી, તેના કારણે મારા મનમાં પણ એક બીજ વવાયું – હું શું છું તેની ખોજ કરવાનું. તમને ખબર છે મને રિચાર્ડ બાખ પાસેથી એ પણ જાણવા મળ્યું કે તમારામાં સ્વપ્ન સિધ્ધ કરવાની ક્ષમતા તમારામાં રોપ્યા વગર તમારામાં એ સ્વપ્નો નથી અંકુરતાં.” હરણે જંગલને સમજાવ્યું.

“સારૂં. અને….?” જંગલ હજૂ થોડું અવઢવમાં હતું.

હરણ અને જંગલના રાજા લીયોનો સંવાદ

“જંગલના સિંહ રાજા લીયો સાથે પણ મારા સંબંધો ઘણા સારા, એટલે મારી ઈચ્છા વિશે વાત કરવા હું તેમની પાસે ગયું.”

“માનશો, લીયોએ મને આ મુજબ કહ્યુંઃ ‘મોટા ભાગનાં હરણાંઓને તો પોતાનું જંગલ છોડી મોટાં જંગલોમાં જવા જેવાં કોઈ અરમાન જ નથી હોતાં. પણ તું તો સાવ બચ્ચું હતું ત્યારથી જ બધાંથી જૂદું હતું.મને યાદ છે કે પહેલી જ વાર મારી સામે આવી ગયું હતું, ત્યારે પણ તું મારાથી ડર્યું નહોતું. ભાગી જવાને બદલે તેં મારી આંખમાં આંખ મેળવી હતી અને કહ્યું હતું ‘લીયો સાહેબ, કેમ છો?’તારી અંદરની હિંમત તારી આંખોમાં દેખાતી હતી. બસ, તે કારણે જ આપણે મિત્રો બની ગયાં.'”

આટલું સાંભળ્યું એટલે હવે મેં લીયોને પૂછી લીધું,”તમને શું લાગે છે, નવાં જંગલમાં હું ગોઠવાઈ જઈ શકીશ? આમ તો હજૂ હું નાનું અને બીનઅનુભવી છું.”

રાજાએ જવાબ દીધો “તારાં સ્વપ્નોનું જોશ તને સપનાં સિધ્ધ કરવા માટેના નવા નવા માર્ગ સૂઝાડશે.તારે તારી ખરી ઓળખ મેળવવી જ જોઇએ, હમણાં અને અહીં જ.એ માટે તારા માર્ગમાં કંઇ જ નહીં આવી શકે.”

હરણ થોડું લાગણીમય બની ગયું. “લીયો, મને તમારા વગર ગોઠશે નહીં, અને…. બીજું તો શું કહું”

સિંહની આંખમાં પણ થોડી ભીનાશ તરી આવી. “હું તારી સાથે જ હઈશ. જ્યારે તને મારી જરૂર પડે, મને યાદ કરજે, કોઈને કોઈ સ્વરૂપે હું તારી સામે આવીશ.”

થોડો સ્વસ્થ થઈને તે આગળ બોલ્યો, “પણ એક વાત તો નક્કી છે, આ તેં પસંદ કરેલો રસ્તો છે અને તેના પર તારે એકલાંએ જ સફર કરવાની છે.અમે તારી સથે હશું, પણ તારા વતી એ માર્ગ નહીં કાપીએ. હા, સુખેથી તારી ઓળખની મંઝિલ ભણી આગળ વધ. નવી પાંખો લગાડ અને સફળ થા.”

હરણ મુંઝાયું, ‘નવી પાંખૉ? એ વળી શું? અમને હરણને વળી આંખો ક્યાંથી ફૂટે?

સિંહ હવે રાજાપાઠમાં આવી ગયો હતો.“જરૂર ફૂટે. પોતાની નિયતિ સિધ્ધ કરવાનો એ એક માત્ર રસ્તો છે. તારે આમ અને આટલું જ કરવું જોઈએ એમ સકારણ કહેનારાં શુભચિંતક લોકો આ દુનિયામાં ઘણાં મળશે. પણ પોતાની નિયતિ પ્રાપ્ત કરવી હોય તો અકારણ બનવું જ રહ્યું.”

સિંહનો પણ આત્મવિશ્વાસ હવે બળુકો બનવા લાગ્યો હતો. “તને ખબર છે, અકારણ બનવાનો અનુભવ જ અનેરો છે.સિંહ હરણને ખાય એ સો ટકા સકારણ છે, પણ મેં તને ખાવાની ક્યારે પણ ઈચ્છા જ નથી કરી.તારી સાથે સમય પસાર કરવામાં મને જે આનંદ મળ્યો છે તે મને સિંહ બનીને જીવવામાં ક્યારેય નથી મળ્યો. એ એવો અલૌકિક અનુભવ છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.”

“તને પણ નવી પાંખોથી ઉડતાં આવડી જશે.તું હરણ છો, એટલે તને શારીરીક પાંખ તો નહીં ઉગે, પણ તારામાં આ નવી જે જાગૃતિ જન્મી છે તે તને પાંખોથી ઉડી શકવા જેવું જોશ પૂરૂં પાડશે. બસ, તારી આપાઅસ જે કંઈ છે, બની રહ્યું છે, તે વિષે સભાનપણે જાગૃત રહેજે, અનુભવોની ઉત્કટતાને વહેવા દેજે, બધું ઊંડાણથી સમજવા કોશીશ કરતું રહેજે અને એક એક પગલું આગળ વધતું રહેજે. હવે પાછું વાળીને જોતું નહીં.”

હરણને તેની નિયતિની ખોજમાં નીકળી પડે છે

“મારૂં મન હવે વિશ્વાસથી છલ્છલતું હતું.” હરણ કહે છે.”હું ચાલ્યું હવે મારી મંઝિલ તરફ.”

જંગલે તેને કહ્યું,“હા, હવે મને તારી વાત સમજાય છે. નીકળી પડ તારી નિયતિને પામવા. પણ, તારે એક વચન આપવું પડશે. એક વાર પાછું આવજે અને તારી મંઝિલની ખોજ કેમ સફળ રહીની તેની ગાથા અમને કહેજે.”

હરણે પણ એટલી લાગણીથી જવાબ આપ્યો, “હું જરૂર આવીશ અને મારી યાત્રાની વાત તમને બધાંને કહીશ. મારા દોસ્ત લીયોનું ખાસ ધ્યાન રાખજો હોં, એને બીચારાને મારા વગર ગમશે નહીં.”

“બેટા, તું પણ તારૂ ધ્યાન રાખજે. અમને ખબર છે અમારા વગર તું પણ સોરવાઈશ તો જરૂર.” જંગલે હરણને હામ પૂરી.

“અહીંથી ગયા પછી હું તમારા બધાં સાથે સંપર્કમાં જરૂર રહીશ, કારણકે હવે કારણ માટે કોઈ કારણ નથી. મારી નિયતિની ખોજના માર્ગે અકારણ થવા તરફનું એ પહેલું પગલું છે.’ હરણની વિચાર યાત્રા શરૂ થઇ ગઈ હતી.


શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me

1 comment for “હરણાંને પાંખ ફૂટી

 1. July 21, 2017 at 6:07 pm

  “તારા શબ્દોથી મને રીચાર્ડ બાકનું પુસ્તક Jonathan Livingston Seagull યાદ આવી ગયું”

  મને પણ.
  https://gadyasoor.wordpress.com/2006/10/01/post61/
  અદભૂત પુસ્તક.
  ———
  બન્ને કલ્પનાની વાતો હોવા છતાં ….
  જાગૃતિ આવે પછી ઘણી અશક્ય લાગતી વાતો શક્ય બનતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *