કાચની કીકીમાંથી : ૧૯ : કેટલાક અખતરા

Facebooktwitterredditpinterestlinkedinmail

ઈશાન કોઠારી

કેમેરા વડે એકના એક ફોટા લીધા કર્યા પછી ક્યારેક અવનવા અખતરા કરવાનું મન થાય અને મનમાં જાતજાતના તુક્કા સૂઝે. આ પોસ્ટમાં મેં કેમેરા વડે કરેલા કેટલાક અખતરાની વાત કરવી છે.

+ + + + + +

અમે એક્સપ્રેસ હાઈવે પરથી જઈ રહ્યા હતા ત્યારે ચાલુ વાહને આ ફોટો લીધો હતો. બહાર થોડુંક અજવાળું હતું, પણ મારે બૅકગ્રાઉન્ડમાં અંધારું આવે એવું કરવું હતું. રોડની પડખે, થોડા થોડા અંતરે આવેલી રેડીયમ સાઈન ચાલુ વાહનમાંથી જોતાં સળંગ હોય એમ લાગતું હતું, જે હું કેમેરામાં ઝડપવા માગતો હતો. તેના માટે કૅમેરાને ઓટો મોડ પરથી હું મેન્યુઅલ મોડ પર લાવ્યો. આઈએસઓ ઓછું કર્યું અને શટરસ્પીડને વધારી દીધી. આથી મારે જોઈતો ફોટો મળ્યો.

**** *** ***

અમે ચોમાસામાં વરસાદ પછી ફોટા પાડવા નીકળ્યા હતા. ફરતાં-ફરતાં અમે એક બિલ્ડિંગનું પ્રતિબિંબ પાણીમાં જોયું. એકલા પ્રતિબિંબનો ફોટો લેવાને બદલે ફ્રેમની વચ્ચોવચ બોર્ડર એ રીતે આવે કે ઉપલા ભાગમાં બિલ્ડીંગ દેખાય અને નીચલા ભાગમાં પ્રતિબિંબ દેખાય એ રીતે ફોટો લીધો. એ એક સામાન્ય ફોટો હતો. પણ પછી મેં આ ફોટાને ઊંધો ફેરવી દીધો. આથી તે જરા અલગ ફોટો બન્યો. જે અહિયાં મૂક્યો છે.

**** **** ****

આ ફોટો પાડવા માટે ખૂબ પ્રયાસ કર્યા અને બહુ મહેનતે આવું પરીણામ મળ્યું. આને ટ્રેલ/Trail ફોટોગ્રાફી કહેવાય છે. મોબાઈલ ફોનમાં રહેલી ટોર્ચ વડે મેં મારું નામ લખવાનો પ્રયત્ન કર્યો છે. પહેલાં સળગતી દિવાસળી, પછી સાદી ટોર્ચ વડે આ અખતરો કર્યો, પણ મઝા ન આવી. આ ફોટાને પાડવા માટે આઇએસઓ ઘટાડીને 100 કર્યું અને શટર સ્પીડ વધારીને 4 કરી. કેમેરાને ટાઈમર પર મૂકીને ખાસ્સી મહેનત કર્યા પછી કઈક સારો ફોટો પડ્યો જે અહીં મૂકેલો છે.

*** **** ***

આ ફોટો પણ આગલા ફોટા જેવો જ છે. આમાં તારાનો આકાર બનાવવા પ્રયત્ન કર્યો છે.

*** *** ***

બપોરના સમયે પડછાયો સૂરજ માથે હોવાથી પડછાયા એકદમ ઘેરા હોય છે. મેં મારા પોતાના પડછાયાનો ફોટો લેવાનું વિચાર્યું. આમાં મારા અસલ પગના પંજા મેં એ રીતે ગોઠવ્યા કે જેથી પડછાયામાં દેખાતા પગ સાથે યોગ્ય ઠેકાણે એ જોડાઈ જાય. એને કારણે હું ઊંધો ઊભો હોઉં એવો આભાસ ઊભો થાય છે.

**** **** ****

આ પ્રકારના ફોટાને લેવીટેશન/Levitation ફોટોગ્રાફી કહેવાય છે. હું અને મારો મિત્ર જાણે હવામાં ફાઈટ કરતાં હોઈએ તેવો ફોટો લેવાનો પ્રયત્ન કર્યો છે. આમાં શટર સ્પીડ 1/2000 રાખેલી હતી, જે ઘણી વધુ કહેવાય. તેમાં શટર તરત જ ક્લિક થઈ જાય છે, તેથી ટાઈમર પર પાડતાં ખૂબ મુશ્કેલી પડે. ટાઈમર સેટ કરીને દોડી જઈને આ રીતે કૂદવા જઈએ એ અગાઉ ક્લીક થઈ જાય એવી પૂરી શક્યતા રહે છે.


ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.

8 comments for “કાચની કીકીમાંથી : ૧૯ : કેટલાક અખતરા

 1. Neetin Vyas
  July 19, 2017 at 6:42 am

  You are doing some interesting experiments. Have you tried zoom lens on a cellphone camera?

 2. July 19, 2017 at 6:07 pm

  તમારી કારીગીરીને સો સલામ.

 3. Piyush Pandya
  July 19, 2017 at 6:40 pm

  આ ‘ટ્રેઈલિંગ’ ફોટોગ્રાફીનો અખતરો સૌથી વધુ ગમ્યો. નવું નવું કરતો રહે અને અહીં વહેંચતો રહે.

 4. Pravina
  July 19, 2017 at 7:30 pm

  સુંદર

 5. દાદુ શિકાગો.
  July 20, 2017 at 2:13 am

  ચેલાજી,
  ધીમી પણ સારી પ્રગતિ છે.
  ખતરા વગરના અખતરામાં જરાય વંધો નહીં..
  તારે માટે ચારેક ફોટા ઇમેલથી મોકલ્યા છે,
  જોઇ લેજે..
  મઝા પડશે..

 6. vivek
  July 20, 2017 at 8:13 am

  Good work

 7. JAYANT K JOSHI
  July 20, 2017 at 1:04 pm

  This is really very good experiment and all those who have Camera will certainly be inspired to do experiments. Thnx for sharing pictures.

 8. kalpana desai
  July 24, 2017 at 4:15 pm

  વાહ સરસ. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *