





આરતી નાયર
મુંબઇની એક કંપની ‘કલ્ચર મશિન’માં ૭૫ મહિલા કર્મચારીઓ છે. આ જુલાઇ મહિનાથી તેમણે ‘પિરિયડ રજા’ –માસિક ધર્મના ખુબ જ પીડાદાયક પહેલા દિવસની હકરજા- શરુ કરી છે. મહિલાઓ તો જાણે જ છે આ પહેલા દિવસની પીડા. આપણા પેટ/પીંઠ/માથામાં તાણ, ઉલટી-ઉબકા, લો બીપી અને કેટલુંય. “મમ્મી, આનાથી કોઇ મરી ગયું છે ક્યારેય? લાગે છે હું તો મરી જ જઇશ.” આવું આપણે સહુએ પુછ્યું છે. એક તો આવો દુખાવો અને ઉપર મુડ સ્વિંગ. ગુસ્સો, ઉદાસી અને અશક્તિનો ત્રિવિધ મોરચો.
હા, એવી સ્ત્રીઓ પણ હશે જ, જે કહેશે, “હું સક્ષમ છું. મને આ રજાની જરુર નથી લાગતી.” સરસ. પણ વાસ્તવમાં આ રજાથી આપણે ‘નબળાં’ સાબિત નથી થતાં. આ પસંદગી નથી, પ્રાકૃતિક પીડા છે, કુદરતના નિયમોને આધિન. આ રજા મોજશોખ માટે નથી કે ગીલ્ટ થાય.
ઘણા પુરુષો કહેશે કે, ‘આ રજાનો દુરુપયોગ થશે.’ સાચી વાત તો એ છે કે તેમને માસિકધર્મની પીડા અને તકલીફોનો કોઇ અંદાજ જ નથી. એ સમજી પણ નહીં શકે. અને સમજદારને તો ઇશારો પુરતો છે. જાપાન, ચીન, તાઇવાન, ઇંડોનેશિયા અને નોર્થ કોરીયામાં તો આનો અમલ પણ થઇ ચુક્યો છે. અમેરિકા તૈયારીમાં છે. આપણે કેટલી રાહ જોઇશું?
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.