





દર્શા કીકાણી
હાથમાં કારોબાર રાખ્યો તેં, ને મને બારોબાર રાખ્યો તેં!
એક ડગ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તેં!
કોણ છું કોઈ દી કળી ન શકું, ભેદ પણ ભારોભાર રાખ્યો તેં!
આંખમાં દઈ નિરાંતનું સપનું, દોડતો મારોમાર રાખ્યો તેં!
શ્વાસની સાથે જ ઉચ્છવાસ દીધા, મોતની હારોહાર રાખ્યો તેં!
– મનોજ ખંડેરિયા
માણસ જીવનભર ગમે તેટલું કમાઈ લે, ગમે તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લે, દુનિયા આખી જીતી લે પણ ક્યારેક તો તેને મનમાં એ વસવસો રહેવાનો જ કે પોતે જગત આખું જીતી લે પછી પણ બોલબાલા તો ઈશ્વરની જ છે! ઈશ્વર કહો, ભગવાન કહો, અલ્લાહ કહો, પયગંબર કહો, કુદરત કહો કે બીજા કોઈ પણ નામે પોકારો…… હુકમનું પત્તું તો તેણે પોતાના હાથમાં જ રાખ્યું છે! જો એમ ના કર્યું હોત તો આ માણસ નામનું પ્રાણી શું નું શું કરી નાંખત!
કોઈની પણ દેખીતી હાજરી વગર દુનિયાનો કારોબાર કેટલો વ્યવસ્થિત ચાલ્યા કરે છે! આ વ્યવસ્થાથી હેરત પામેલ માણસને થાય છે કે ભગવાને મને આ કારોબારમાંથી સાવ બાકાત કરી નાખ્યો! હું કેટલો હોશિયાર પણ ઈશ્વર તો પોતાનું ધાર્યું જ કરે છે! અને મને સદાય સચેત કે સાવધાન રાખવા ખીણની ધારોધાર રાખે છે કે જેથી હું મનમાન્યું એક પગલું ય ના ભરી શકું! કહેવાને પૂરી સ્વતંત્રતા આપી પણ વાસ્તવમાં તો એક ડગલું પણ જાતે માંડવાનો અધિકાર નહીં! જન્મ પણ તેના હાથમાં અને મૃત્યુ પણ તેના હાથમાં!
હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું સાચું સ્વરૂપ શું છે (પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્ર યાદ આવ્યા?) એ બધાનું મને (માણસને) કંઈ જ્ઞાન નથી. ભગવાને એ ભેદ પણ મોઘમ જ રાખ્યો છે! કોઈક વિરલ જ્ઞાની જ તેને પામી શકે! અને જે આ ભેદ કળી જાય તે કોઈને જણાવે નહીં. એટલે આ ભેદ તો ભારોભાર જ રહેવાનો. કોઈ તેને નસીબની બલિહારી કહે તો કોઈ તેને કર્મના ખેલ કહે કે વિધાતાના લેખ કહે. નામ ગમે તે આપો પણ ભેદ તો પકડવાનો નહીં!
જીવનભર માણસ દોડધામ કર્યા જ કરે અને છતાંય તે જરા પણ થાકીપાકી ના જાય કે નિરાશ ના થઈ જાય એટલે ઈશ્વરે તેની આંખમાં દોડધામ પછીની શાંતિનું કે નિરાંતનું સ્વપ્ન સેવી દીધું. શાંતિ કે નિરાંતની આશામાં, એ ઝાંઝવાના નીરની આશામાં જીવનભર માણસ માર્યો માર્યો દોડતો જ રહે છે. મિત્રો સાથે ગળાકાપ હરીફાઈ કરતો જ રહે છે. ધંધામાં પ્રગતિ કરવાની કે સોસાયટીમાં લીડર થવાની મહેચ્છામાં ઘરનાં સભ્યોની આહુતિ આપતો જ રહે છે. વાહ રે ઈશ્વર, શું કરામત છે તારી!
હે ઈશ્વર! આ જિંદગી તો તેં માણસને આપી પણ તેના શ્વાસની ગણતરી તેં પોતાના કબજામાં રાખી. આ નિરંતર ચાલતો શ્વાસ ક્યારે અટકી જશે તે માણસ જાણતો નથી. ગુમાનની હવાથી ફુગ્ગો થઈ ઊડતો માણસ ક્યારે પીન વાગી નીચે પટકાશે તે જાણતો નથી. કઠપૂતળી જેવા માણસની દોર ક્યારે કપાશે તે પણ તે જાણતો નથી. બધું આપ્યાં છતાં તેં માણસને કેવો ભીંસમાં રાખ્યો છે! કેવું દ્વૈત રચ્યું છે તેં, હે અદ્વૈત! સલામ છે તને!
સુશ્રી દર્શા કીકાણીનો સંપર્ક darsha.rajesh@gmail.com સરનામે થઈ શકશે
Saras lekh che’jivan nu staya samjay jay tarat mutyu aavi jay che.ej to lila che
સાચી વાત કરી, નાગજીભાઈ! ઈશ્વરની લીલા અકળ છે !
It is absolutely true “ani lila akal che”.but I think take some time off & go within our silence will see so much strength comes out…think that is the nature of consciousness….very nice article.
Very true, Minal. Going within gives lots of strength and that is the nature of consciousness…
Thanks.
આ નિરંતર ચાલતો શ્વાસ ક્યારે અટકી જશે તે માણસ જાણતો નથી. ગુમાનની હવાથી ફુગ્ગો થઈ ઊડતો માણસ ક્યારે પીન વાગી નીચે પટકાશે તે જાણતો નથી.
———-
એ જાણવું જરૂરી છે ખરું? દરેક શ્વાસ જોતા થઈએ તો વર્તમાનમાં જીવવાનો મ્હાવરો પડે. પછી જ ‘જીવવાનું’ શરૂ થાય.
શ્રી સુરેશભાઈ, દરેક શ્વાસ જોતા થવું કેટલું સહેલું છે ? સામાન્ય માણસ માટે શક્ય નથી. તમારી વાત સાચી છે કે દરેક શ્વાસ જોતા થઈએ તો વર્તમાનમાં જીવવાનો મ્હાવરો પડે. પછી જ ‘જીવવાનું’ શરૂ થાય.
આભાર.
Excellent ! This poem shows the reality of life.
Thanks, Hasmukhbhai! Keep reading!
Yes we learned early that there is cloud before birth and after death
So it is not possible to think of life after death
Only wise people try to explain it as best as possible
So life is made as a dream to follow and experience
Wow…! You have put it very nicely : Life is made as a dream to follow and experience !
Thanks Surenbhai!
Very nice article Ma’am.
Thanks, Kishorbhai!
મનોજ ખંડેરિયાની સરસ મજાની કવિતા અને આપનુ વિવરણ અત્યન્ત તર્કબદ્ધ અને તત્વગ્નાન થી સભર છે.
પોતાને સર્વ શક્તિમાન સમજતા મનુશ્યને પોતે પ્રક્રુત્તિ પાસે કેવો પામર છે તેનુ ભાન કરાવે છે.
કદાચ – ઉપરોક્ત લેખ એ ઈશ્વરની અકળ શક્તિનો સ્વિકાર છે.
Thanks, Ketanbhai!
Man is busy increasing the “Pass book balance” but in the process lat the cost of the “Swas (breathing) book” balance with never ending greed……
Jagat Kinkhabwala