





વેબગુર્જરી પર પર્યાવરણ વિશે એક નવી શ્રેણી શરૂ કરીએ છીએ. આ શ્રેણીના લેખક છેઃચંદ્રશેખર પંડ્યા.દર મહિનાના બીજા શુક્રવારે આ શ્રેણીનો એક લેખ આપીશું. પહેલો લેખ આવતા શુક્રવાર ૧૪મી તારીખે પ્રકાશિત થશે, ત્યાર બાદ દર મહિને બીજા શુક્રવારે આપ આ લેખમાળાનો લાભ લઈ શકશો.
શ્રી ચંદ્રશેખર પંડ્યા વિવિધ પ્રોફેશનલ સંસ્થાઓ જેવી કે ‘સધર્ન ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ’ (કોઇમ્બતુર), ‘સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ કોલેજ કમ રિસર્ચ સેન્ટર’ (આસામ), ‘વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇંડિયા’ (દેહરાદૂન) અને ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ ઍકેડેમી’ (દેહરદૂન) ખાતે ફોરેસ્ટ્રીમાં અનુસ્નાતક થયા અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગમાં ૩૬ વર્ષની સેવા બજાવ્યા પછી ૨૦૧૨માં નિવૃત્ત થયા.
એમને પોતાના કાર્યક્ષેત્ર ઉપરાંત ગીત અને ગઝલ અને જૂની ફિલ્મોનાં ગીતોમાં પણ ઊંડો રસ છે. અખંડ આનંદ તેમ જ ગુજરાત સામાયિકોના દીપોત્સવી અંકોમાં તેમની કાવ્યરચનાઓ પ્રકાશિત થાય છે. સાહિત્ય અને સંગીત પ્રત્યેની અભિરૂચી વારસાગત ઉતરી આવી છે. કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નથી.
ચંદ્રશેખરભાઈ રોટરી ક્લબ ઓફ બરોડાના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે અને હાલ, કલબની વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે છે.
તો, ૧૪મી શુક્રવારે રાહ જૂઓ, “પરિસરનો પડકાર” શ્રેણીના પહેલા લેખની.
ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:
ઈ-મેઇલ : chp4491@gmail.com
મોબાઈલ નંબર: +૯૧૯૮૨૫૦ ૩૦૬૯૮
અહીં વિભાગોના લીસ્ટમાં ડાયાસ્પોરા નથી તેનું આશ્ચર્ય થાય છે. સંપાદક મંડળ વિષેની માહિતી પણ ઉપરના ચિત્રો નીચે ઈપુસ્તકો ના લેબલ પાસે ક્લીક કરી શકાય તેમ હોય તો સરળતા રહે !
વેબ ગુર્જરીની સાઈટ એપ્રિલ, ૨૦૧૭માં ક્રેશ થઇ ગયા પછી તેને નવાં કલેવરમાં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું ત્યારે સાઈટની ડીઝાઈન (તકનીકી સ્વરૂપે) ‘હળવી’ રહે એવા પ્રયાસ કરવાનું વિચાર્યું હતું.
આ કારણથી વિભાગોનું વર્ગીકરણ ઓછામાં ઓછું રહે તેમ કર્યું. પહેલાંની જેમ વિષય કે વિભાગનું વધારે વર્ગીકરણ ટેગમાં મૂકીએ છીએ.