





— જલન માતરી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી.
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં ટોપલાં
મરવાની એટલે તો મેં ઉતાવળ કરી નથી,
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
‘સુખનવર શ્રેણી’ ( ૧૯૯૧) માંથી સાભાર..
* * *
સંપર્કસૂત્રો :-
ફોન – ૯૧-૧૧-૭૯૨-૫૩૫-૭૦૧૬
(જલન માતરી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. જલન, શુકન, સુખવતર, તપીશ જેવા પ્રસિદ્ધ ગઝલ સંગ્રહો, ઊર્મિની ઓળખ ભાગ ૧-૨, ઊર્મિનું શિલ્પ, ઊઘડી આંખ બપોરે રણમાં (જીવનકથા) સહિતના સંગ્રહો આપનાર આ કવિ વલી ગઝલ એવોર્ડ-૨૦૦૭, ઊઘડી આંખ બપોરે રણમાં આત્મકથાને સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક (૨૦૦૫) અને વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડથી સન્માનિત છે. ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સેવામાં જોડાઈને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદ્દા પરથી સને ૧૯૯૨માં નિવૃત્ત થઈ હાલમાં સાહિત્ય સેવામાં મગ્ન છે. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેમના સમગ્ર કવિતા-સર્જનને લઈ પ્રતિવર્ષ અપાતો ગુજરાતી કવિતાનો સૌથી વધુ ગૌરવપ્રદ નરસિંહ મહેતા એવોર્ડ – ૨૦૧૬ તેઓશ્રીને પૂ. મોરારિબાપુના વરદ હસ્તે અર્પણ થયો છે. – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)
માવજી ભાઈની ચેનલ ઉપર….
https://www.youtube.com/watch?v=qdykU0j7POM
કદાચ પુરૂષોત્તમ ભાઈને આટલી યુવાન ઉમરે આપણામાંના ઘણાંએ નહીં જોયા હોય.
Thank you very much , SureshbhaI..