





– નિરંજન મહેતા
હિન્દી ફિલ્મીમાં ગીતો માટે અવનવા વાહનોનો ઉપયોગ થાય છે જેમાંનું એક વાહન છે સાઈકલ.
૬૦ વર્ષ પર આવેલ ફિલ્મ ‘એક હી રાસ્તા’માં સહકુટુંબ સાઈકલ સવારી માણતા જે ગીત ગવાય છે તે છે:
सावले सलोने आये दिन बहार के
ज़ुमते नज़ारे जुमे राग उगार के
મીનાકુમારી અને ડેઇઝી ઈરાની સાથે સહેલગાહે નીકળેલ સુનીલ દત્ત સાઈકલ સવારી કરતા કરતા આ ગીત ગાય છે. કુદરતી સૌન્દર્યને વર્ણવતા આ ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર છે હેમંતકુમાર અને લતાજીનો.
ત્યાર પછીના વર્ષે એટલે કે ૧૯૫૭માં આવેલ ફિલ્મ ‘પેઈંગ ગેસ્ટ’ના આ ગીતમાં જો કે શરૂઆતમાં જ દેવાનંદ અને નૂતન સાઈકલ સવારી કરતા દેખાય છે પણ મસ્તીભર્યા આ ગીતને કારણે તે રજુ કરવાની લાલચ રોકી શકતો નથી.
छोड दो आँचल जमाना क्या कहेगा
हा हा हा इन अदाओ का ज़माना भी है दिवाना
મસ્તીભર્યા સ્વરમાં ગવાયેલ આ ગીતને કંઠ આપ્યો છે આશા ભોસલે અને કિશોરકુમારે. ગીતનું શબ્દાંકન મજરૂહ સુલતાનપુરીનું છે અને સંગીત સચિનદેવ બર્મનનું.
તે જ રીતે નૂતન અને સાથીદારો નૈસર્ગિક સૌન્દર્યને માણતા જે ગીત ગાય છે તે છે ૧૯૫૯ની ફિલ્મ ‘અનારી’નું:
बन के पंछी गाऊ प्यार का तराना
मिल जाए अगर आज कोई साथी मस्ताना
કોઈ સાથી મળે તેવી ઈચ્છા કરાતું આ ગીત લખ્યું છે હસરત જયપુરીએ અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગીતને સ્વર આપ્યો છે લતાજી અને સાથીઓએ. ગીતના અંતમાં નૂતનની આ ઈચ્છા પૂરી તો થાય છે પણ કેવી રીતે! સમાંતર રસ્તે સાઈકલ પર આવનાર રાજકપૂર જોયા વગર વળાંક લે છે અને તેની સાઈકલ અને નૂતનની સાઈકલની ટક્કર થાય છે.
https://www.youtube.com/watch?v=fQE73nV7LsA
આ જ રીતે સાઈકલ પર સાથીની તલાશમાં નીકળેલ મહેમુદ પણ આવું જ કઈક ૧૯૬૧ની ફિલ્મ ‘પ્યાસે પંછી’ના આ ગીતમાં વર્ણવે છે:
प्यासे पंछी नील गगनमे गीत मिलन के गाये
इस मेले में हम है अकेले साथी किसे बनाए
ગીતકાર છે કમર જલાલાબાદી, સંગીત કલ્યાણજી આણંદજીનું અને સ્વર છે મુકેશનો.
તો બીજું એક મસ્તીભર્યું ગીત જોઈએ ૧૯૬૮ની ફિલ્મ ‘પડોસન’નું.
मै चली मै चली देखो प्यार की गली
कोई रोके ना मुज़े मै चली मै चली
સાઇરાબાનુ અને સાથીદારો સાઈકલ સફરે નીકળ્યા છે ત્યારે સાઈરાબાનુ આ ગીત ગાતા પ્રેમાલાપ કરે છે જ્યારે તેની સાથીદાર તેને ચેતવે છે આ પ્યારની વાત કોઈ રમત નથી.
બે બહેનો – લતાજી અને આશા ભોસલેના કંઠે ગવાતા આ ગીતનું સુમધુર સંગીત છે આર. ડી. બર્મનનું. શબ્દાંકન છે રાજીન્દર ક્રિષ્નનું.
૧૯૭૧મા આવેલી ફિલ્મ ‘તેરે મેરે સપને’નું આ સાઈકલ ગીત જરા જુદા પ્રકારનું છે:
हे मैंने कसम ली, हे तूने कसम ली
नहीं होंगे जुदा हम
એક બીજા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવતા દેવાનંદ અને મુમતાઝ ઉપર ફીલ્માયેલ આ ગીતના રચયિતા છે નીરજ અને સ્વરબદ્ધ કર્યું છે સચિનદેવ બર્મને. સ્વર છે લતાજી અને કિશોરકુમારનો.
વર્ષો પહેલા ટપાલી ટપાલ લાવતો સાઈકલ પર બેસીને. આ વાતને વણી લેતું ગીત છે ૧૯૭૭ની ફિલ્મ ‘પલકો કી છાંવ મેં’નું:
डाकिया डाक लाया, डाकिया डाक लाया,
खुशी का पयाम कही, कही दर्दनाक लाया
ટપાલ તો સારા સમાચારની પણ હોય અને ખરાબ સમાચારની. આ વાતને આ ગીતમાં સારી રીતે સમાવી લીધી છે ગીતકાર ગુલઝારે. રાજેશ ખન્ના આમાં ટપાલીનો રોલ ભજવે છે. ગીતને ગાયું છે કિશોરકુમારે. ગીતના અંતમાં સ્ત્રીની વિરહ વેદના માટે ટપાલીને પત્ર લખવા વિનંતી કરાય છે જે વંદના શાસ્ત્રીના અવાજમાં છે. સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.
૧૯૮૨ની ફિલ્મ ‘પ્રેમરોગ’નું આ સાઈકલ ગીત પણ પ્રેમીઓની વ્યથા દર્શાવે છે.
भंवरेने खिलाया फूल फूल को ले गया राजकुंवर
भंवरे तूं कहना ना भूल फूल तुझे लग जाए मेरी उमर
રીશીકપૂર અને પદ્મિની કોલ્હાપુરે આ ગીતના કલાકાર છે. સુરેશ વાડકર અને લતાજીના સ્વરમાં ગવાયેલ આ ગીતના રચયિતા છે નરેન્દ્ર શર્મા અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
સાઈકલ માટે એક કલ્પનાસભર ગીત છે ૧૯૯૧ની ફિલ્મ ‘ભાભી’નું:
चांदी की साइकल सोने की सीट
आओ चले डार्लिंग चले डबल सीट
સાઈકલ પર ડબલ સવારી કરે છે ગોવિંદા અને જુહી ચાવલા. સફરની કલ્પના કરતા આ ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે અનુ મલિકનું. ગીતના ગાનાર કલાકારો છે નીતિન મુકેશ અને અનુરાધા પૌડવાલ.
૧૯૯૪ની ફિલ્મ ‘૧૯૪૨ અ લાવ સ્ટોરી’માં પણ એક સાઈકલ ગીત છે પણ સાઈકલ ગીતના અંત ભાગમાં દેખાય છે:
एक लड़की को देखा तो ऐसा लगा
जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब
મનીષા કોઈરાલાને જોઇને અનિલ કપૂરના મનમાં જે ભાવ જાગે છે તે જુદી જુદી ઉપમાઓ દ્વારા ગીતના શબ્દોમાં વર્ણવાઈ છે. પોતાના ભાવ વ્યક્ત કરતા કરતા તે કારમાં નીકળે છે પણ રસ્તામાં એક દૂધવાળાને સાઈકલ પર જોઇને તેની સાઈકલ ઉપર બાકીનું ગીત પૂરું કરે છે. ઉપમાઓથી ભરપુર આ ગીતના રચનાકાર છે જાવેદ અખ્તર, અને સુમધુર સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે કુમાર સાનુનો.
આમ જુદા જુદા ભાવો વર્ણવતા ગીતો સાઈકલ પર બેસીને પણ ગવાયા છે તે આપણી ફિલ્મોની એક ખૂબી જ ગણાયને !
સંપર્ક સૂત્રો :-
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta <nirumehta2105@gmail.com>
આ ઉપરાંત-
ઈશારા-ચલ મેરે દિલ
ડૉ. વિદ્યા-ઐ દિલ એ આવારા ચલ
વિ.વિ.
સાયકલ પર ગવાયેલાં ફિલ્મી ગીતોની સુંદર પસંદગી, નિરંજન ભાઈ! માણવાની મઝા આવી.
એક મહત્ત્વની વાત ઉમેરું? સાયકલ સવારીનું સૌ પ્રથમ મશહૂર ગીત 1941માં આવેલ ફિલ્મ ખજાનચીનું.
ગીત હતું “સાવન કે નઝારે હૈં ..” આ ગીતે લોકોને ગાંડા કર્યા હતા. કદાચ રમોલા દેવી અને અન્ય કલાકારો પર ફિલ્માયેલું આ ગીત ભારે લોકપ્રિય થયં હતું.
આપણા ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર ડી. એમ. પંચોલીની આ ફિલ્મમાં સંગીત ગુલામ હૈદરનું હતું. “ખજાનચી” ફિલ્મ બોક્સ ઑફિસ પર હીટ થઈ હતી.
https://www.youtube.com/watch?v=QBaGywrqPwg
મને પણ યાદ આવે છે
માઈકલ હૈ તો સાઇકલ હૈ – બેવકૂફ
https://www.youtube.com/watch?v=NGG6kqLJPQo